Home /News /national-international /

PM મોદી ત્રણ દેશના પ્રવાસે જવા રવાના, ફિલિસ્તાન જતા પહેલા ભારતીય PM

PM મોદી ત્રણ દેશના પ્રવાસે જવા રવાના, ફિલિસ્તાન જતા પહેલા ભારતીય PM

આ પ્રવાસ બાદ બંને દેશોની ઈકોનોમી, એનર્જી, સિક્યુરિટી અને ટેક્નોલોજી ક્ષેત્રો ઘણા મજબૂત થશે...

આ પ્રવાસ બાદ બંને દેશોની ઈકોનોમી, એનર્જી, સિક્યુરિટી અને ટેક્નોલોજી ક્ષેત્રો ઘણા મજબૂત થશે...

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ ખાડી દેશના પ્રવાસે જવા રવાના થયા છે. આ પ્રવાસમાં તે 9 થી 12 ફેબ્રુઆરી સુધીમાં ફિલિસ્તાન, યૂએઈ અને ઓમાનના નેતાઓ સાથે ગલ્ફ અને વેસ્ટ એશિયન વિસ્તારમાં ભારતના સંબંધોને લઈ વાતચીત કરશે. 2015 બાદ આ વિસ્તારમાં પોતાના 5માં પ્રવાસ પહેલા પીએમ મોદીએ કહ્યું કે, ગલ્ફ અને વેસ્ટ એશિયા ભારતની પ્રાયોરિટીમાં શામેલ છે. આ દેશો સાથે ભારતના સંબંધ વધુ મજબૂત બનશે.

    પીએમ મોદીએ જણાવ્યું કે, પહેલીવાર કોઈ ભારતીય પ્રધાનમંત્રી ફિલિસ્તાનનો પ્રવાસ કરશે. આ પ્રવાસમાં ફિલિસ્તાનના વિકાસમાં ભારત કેવી રીતે મદદ કરી તેને સહયોગ આપી શકે છે, તે મુદ્દે ફિલિસ્તાનના રાષ્ટ્ર્પતિ મહમૂદ અબ્બાસ સાથે ચર્ચા કરવા ઉત્સાહિત છે.

    પીએમ મોદીનો કાર્યક્રમ
    નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ ફિલિસ્તાન પ્રવાસે જશે. આ પહેલા તે 9 ફેબ્રુઆરીએ જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ II સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ 10 અને 11 ફેબ્રુઆરી મોદી યુએઈનો પ્રવાસ કરશે.

    પીએમ મોદી યુએઈ કેમ જઈ રહ્યા છે
    પીએમ મોદીએ યુએઈને પોતાનું મહત્વનું પાર્ટનર ગણાવી કહ્યું કે, આ પ્રવાસ બાદ બંને દેશોની ઈકોનોમી, એનર્જી, સિક્યુરિટી અને ટેક્નોલોજી ક્ષેત્રો ઘણા મજબૂત થશે. આ સિવાય પીએમ મોદી દુબઈમાં 6th વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટીમાં ભાગ લેશે. આમાં ભારતને ગેસ્ટ કન્ટ્રી તરીકે બોલાવવામાં આવ્યું છે. મોદી યુએઈ અને અરબના લીડિંગ સીઈઓ સાથે ભારતમાં બિઝનેસ અને સહયોગ વધારવા માટે મીટિંગ કરશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Oman, Palestine, UAE, Visit, પીએમ નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર