નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ક્વાડ સમિટમાં (Quad Summit)ભાગ લેવા માટે બુધવારે 22 સપ્ટેમ્બરે અમેરિકા માટે રવાના (PM Narendra Modi US Visit)થશે. વિદેસ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી કાલે સવારે અમેરિકા (America)માટે રવાના થશે અને 26 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે. તેમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ જશે. વિદેશ સચિવે જણાવ્યું કે પીએમ મોદી પ્રવાસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden)સાથે પ્રથમ વ્યક્તિગત બેઠક, ક્વાડ લીડર્સ મીટ અને યૂએનજીએમાં ભાગ લેવાનો કાર્યક્રમ છે.
શ્રૃંગલાએ જણાવ્યું કે પીએમ મોદી કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન દ્વારા આયોજીત કોવિડ-19 વૈશ્વિક શિખર સંમેલનમાં (Covid-19 Summit) ભાગ લેશે. તેમણે જણાવ્યું કે 24 સપ્ટેમ્બરે દ્વિપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન ભારત-અમેરિકા સંબંધોની સમીક્ષા કરશે. બંને નેતા વેપાર અને નિવેશ સંબંધો, રક્ષા અને સુરક્ષા સહયોગને મજબૂત કરવા, સ્વચ્છ ઉર્જા ભાગીદારીને વધારવા વિશે ચર્ચા કરી શકે છે.
આતંકવાદના મુદ્દાને પણ ઉઠાવશે ભારત
વિદેશ સચિવ શ્રૃંગલાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ દ્વિપક્ષીય બેઠકમાં અફઘાનિસ્તાનમાં હાલમાં થયેલા મોટા ફેરફાર પછી વર્તમાન ક્ષેત્રીય સુરક્ષા સ્થિતિ ઉપર પણ ચર્ચા કરશે. તેમણે જણાવ્યું કે ભારત કટ્ટરપંથ, ઉગ્રવાદ, સરહદ પાર આતંકવાદ અને વૈશ્વિક આતંકી નેટવર્કને ખતમ કરવાની આવશ્યકતા પર ચર્ચા કરશે.
વિદેશ સચિવે જણાવ્યું કે બંને દેશો વચ્ચે યોજાનાર દ્વિપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી મોદી અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરશે. તેમણે કહ્યું કે ઉપ રાષ્ટ્રપતિ હેરિસ સાથે પીએમ મોદીની આ પ્રથમ ઔપચારિક વાતચીત હશે. આ બેઠક 23 સપ્ટેમ્બરે થશે.
આવો છે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી મોદી અમેરિકામાં બિઝનેસ મિટિંગ્સ પણ કરશે. પ્રધાનમંત્રી અમેરિકી CEO સાથે બેઠક કરશે. જ્યારે 24 સપ્ટેમ્બરે પીએમ મોદી ક્વાડ બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ સામેલ હશે. પ્રધાનમંત્રી 24 સપ્ટેમ્બરે સાંજે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક જશે જ્યાં 25 સપ્ટેમ્બરે તે UN મહાસભાને સંબોધિત કરશે. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર