વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ પાસે માંગી 9 મિનિટ, કહી આ 5 મહત્વની વાતો

News18 Gujarati
Updated: April 3, 2020, 10:57 AM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ પાસે માંગી 9 મિનિટ, કહી આ 5 મહત્વની વાતો
અંધકારમય કોરોના સંકટને પરાજિત કરવા માટે આપણે પ્રકાશના તેજને ચારેય દિશામાં ફેલાવવાનો છેઃ PM મોદી

અંધકારમય કોરોના સંકટને પરાજિત કરવા માટે આપણે પ્રકાશના તેજને ચારેય દિશામાં ફેલાવવાનો છેઃ PM મોદી

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ફરી એકવાર દેશના નામે સંદેશ આપતાં કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી (Coronavirua Pandemic)ની વિરુદ્ધ દેશવ્યાપી લૉકડાઉન (Lockdown)નો આજે નવમો દિવસ છે. તેઓએ કહ્યું કે જે રીતે શાસન પ્રશાસન અને જનતા જનાર્દને અનુશાસન અને સેવાભાવનો પરિચય આપ્યો છે તે બીજા દેશો માટે પ્રેરણા સ્વરૂપ છે.

પીએમ મોદીએ કહ્યું કે, જે રીતે 22 માર્ચ રવિવારે કોરોના સામે લડાઈ લડનારા દરેકનો ધન્યવાદ દેશની જનતાએ કર્યો, તે પણ આજે તમામ દેશો માટે દૃષ્ટાંત રૂપ છે. આજે અનેક દેશ તેનું અનુકરણ કરી રહ્યા છે. જનતા કર્ફ્યૂ દુનિયા માટે દાખલો બન્યું, જેનાથી એ પુરવાર થયું કે દેશ એકજૂથ થઈને લડાઈ લડી શકે છે.

પીએમ મોદીના ભાષણની 5 મહત્વની વાતો

- પીએમ મોદીએ કહ્યું કે, લૉકડાઉનનો સમય જરૂરી છે. આપણે પોતપોતાના ઘરમાં જરૂર છીએ પરંતુ આપણામાંથી કોઈ એકલું નથી. 130 કરોડ દેશવાસીઓની સમૂહ શક્તિ દર વ્યક્તિની સાથે છે. આ કોરોના સંકટથી જે અંધકાર અને અનિશ્ચિતતા ઊભી થઈ છે તેને સમાપ્ત કરવા આપણે પ્રકાશ અને નિશ્ચિતતાની તરફ વધવાનું છે. આ અંધકારમય કોરોના સંકટને પરાજિત કરવા માટે આપણે પ્રકાશના તેજને ચારેય દિશામાં ફેલાવવાનો છે.

- પીએમે કહ્યું કે, 5 એપ્રિલની રાત્રે 9 વાગ્યે આપ સૌની 9 મિનિટ માંગું છું. 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે ઘરની તમામ લાઇટો બંધી કરીને, ઘરના દરવાજા કે બાલ્કનીમાં ઊભા રહીને 9 મિનિટ સુધી મીણબત્તી, દિવો કે ટોર્ચ કે મોબાઇલની ફ્લેશલાઇટ કરો.

- તેઓએ વધુમાં કહ્યું કે, આ દરમિયાન ઘરની તમામ લાઇટો બંધ કરશો તો ચારે તરફ જ્યારે દરેક વ્યક્તિ એક-એક દીવો પ્રગટાવશે ત્યારે પ્રકાશની તે મહાશક્તિનો અહેસાસ થશે જેમાં એક જ ઉદ્દેશ્યથી આપણે બધા લડી રહ્યા છીએ.

આ પણ વાંચો, કોરોના સંક્રમિતોનો આંકડો 10 લાખની નજીક, ટ્રમ્પે કહ્યું- આવનારા દિવસો ‘ભયાનક’ હશે

- વડાપ્રધાને કહ્યું કે, મારી એક પ્રાર્થના છે કે આ આયોજન દરમિયાન કોઈ પણ ક્યાંય એકત્ર ન થાય. રસ્તામાં, ગલીઓ કે મહોલ્લામાં ન જાય. પોતાના ઘરના દરવાજા, બાલ્કનીથી જ તેને કરવાનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગની લક્ષ્મણ રેખાને ક્યાંય પણ ઓળંગવાની નથી. સોશિયલ ડિસ્ટન્સિંગને કોઈ પણ સ્થિતિમાં તોડવાનું નથી. કોરોનાની ચેઇન તોડવાનો આ જ રામબાણ ઈલાજ છે.

- વડાપ્રધાને કહ્યું કે, 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે એકલા બેસીને, માતા ભારતીનું સ્મરણ કરીએ, 130 કરોડ દેશવાસીઓના ચહેરાની કલ્પના કરીએ, 130 કરોડ દેશવાસીઓની આ સામૂહિકતા, આ મહાશક્તિનો અહેસાસ કરો. તે આપણને આ સંકટના સમયમાં તાકાત આપશે અને જીતવાનો આત્મવિશ્વાસ પણ.

આ પણ વાંચો, લૉકડાઉનની વચ્ચે આ દેશનું તુઘલકી ફરમાન, કહ્યું, ‘મહિલાઓ વધુ નખરા ન બતાવે’

 

 
First published: April 3, 2020, 10:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading