PM Modi Varanasi Visit: કૃષિ કાનૂન પર PM મોદીએ કહ્યું- ખેડૂતોને આપવામાં આવ્યા નવા વિકલ્પ અને કાનૂની સંરક્ષણ

PM Modi Varanasi Visit: કૃષિ કાનૂન પર PM મોદીએ કહ્યું- ખેડૂતોને આપવામાં આવ્યા નવા વિકલ્પ અને કાનૂની સંરક્ષણ
PM Modi Varanasi Visit:કૃષિ કાનૂન પર PM મોદીએ કહ્યું- કિસાનોને આપવામાં આવ્યા નવા વિકલ્પ અને કાનૂની સંરક્ષણ

પીએમ મોદીએ કહ્યું- કૃષિ કાનૂનોને લઈને કિસાનો વચ્ચે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. કિસાનો માટે બનાવેલા કાયદા તેમની ભલાઇ માટે છે

  • Share this:
    નવી દિલ્હી : કારતક પૂનમ અને દેવ દિવાળીના (Dev Deepawali)પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં (Varanasi)છે. પ્રધાનમંત્રીએ વારાણસીના ખજૂરીમાં સિક્સ લેન હાઇવેનું લોકાર્પણ કર્યું છે. લોકાર્પણ પછી એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કૃષિ કાનૂનને લઈને ઘણી વાતો કરી છે. પીએમ મોદીએ કહ્યું કે કૃષિ કાનૂનોને લઈને કિસાનો વચ્ચે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. કિસાનો માટે બનાવેલા કાયદા તેમની ભલાઇ માટે છે. જેમણે જૂના નિયમથી પોતાનો માલ વેચવો છે તેમના માટે કોઈ રોક ટોક નથી. કિસાનોને નવા વિકલ્પ મળ્યા છે અને તેમને બચાવવા માટે કાનૂની સંરક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.

    પીએમ મોદીએ કહ્યું કે ભારતના કૃષિ ઉત્પાદન આખી દુનિયામાં પ્રખ્યાત છે. શું કિસાનની આ મોટા માર્કેટ અને વધારે કિંમત સુધી પહોંચ ના હોવી જોઈએ? જો કોઈ જૂની સિસ્ટમથી લેણદેણ કરવાનું યોગ્ય માને છે તો તેમના પર પ્રતિબંધ ક્યાં લગાવ્યો છે? પહેલા મંડી બહાર લેણદેણ ગેરકાનૂની હતું. હવે નાનો ખેડૂત પણ મંડી બહાર થયેલા દરેક સોદા માટે કાનૂની કાર્યવાહી કરી શકે છે.



    પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર નીતિઓ બનાવે છે, કાનૂન-કાયદા બનાવે છે. નીતિઓ અને કાનૂનોને સમર્થન પણ મળે છે તો કેટલાક સવાલ પણ સ્વભાવિક છે. આ લોકતંત્રનો ભાગ છે અને ભારતમાં આ જીવંત પરંપરા રહી છે.

    આ પણ વાંચો - 2000 વર્ષો સુધી કેમ બંધ રહ્યું સાઉદીનું શહેર હેગ્રા, હવે કેમ ખોલવામાં આવ્યું?

    જોકે છેલ્લા કેટલાક સમયથી એક અલગ જ ટ્રેન્ડ દેશમાં જોવા મળી રહ્યો છે. પહેલા સરકારનો કોઈ નિર્ણય જો કોઈને પસંદ ના આવે તો તેનો વિરોધ થતો હતો પણ છેલ્લા કેટલાક સમયથી અમે જોઈ રહ્યા છીએ કે હવે વિરોધનો આધાર નિર્ણય નથી પણ આશંકાઓને બનાવવામાં આવે છે.

    પીએમ મોદીએ કહ્યું કે અપ્રચાર કરવામાં આવે છે કે નિર્ણય તો ઠીક છે પણ તેનાથી આગળ આમ થઈ શકે છે. જે હાલ થયું નથી તે ક્યારેય થશે પણ નહીં. તેને લઈને સમાજમાં ભ્રમ ફેલાવવામાં આલી રહ્યો છે. કૃષિ સુધારોના મામલામાં પણ આ જ થઈ રહ્યું છે. આ એ જ લોકો છે જેમણે દશકો સુધી ખેડૂતો સાથે સતત કપટ કરી છે.

    પ્રધાનમંત્રીએ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે MSP તો જાહેર થતી હતી પણ MSP પર ખરીદી ઘણી ઓછી થતી હતી. વર્ષો સુધી MSPને લઈને કપટ કરવામાં આવી છે. ખેડૂતોના નામે મોટા-મોટા દેવામાફીના પેકેજ જાહેર કરવામાં આવતા હતા પણ નાના અને સીમાંત ખેડૂતો સુધી પહોંચતા જ ન હતા. તે પોતે જ માનતા હતા કે 1 રૂપિયામાંથી ફક્ત 15 પૈસા જ ખેડૂત સુધી પહોંચતા હતા.
    Published by:Ashish Goyal
    First published:November 30, 2020, 16:20 pm