નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) બુધવારે અમેરિકાની (United States) મુસાફરી દરમિયાન પોતાના વિમાનની (Flight) અંદરની ઝલક રજૂ કરતાં એક ટ્વીટ કર્યું. વડાપ્રધાનન મોદીની તસવીરમાં તેઓ એ વિશેષ ફ્લાઇટ દરમિયાન સમયનો સદુપયોગ ફાઇલો જોવામાં કરતાં જોવા મળી રહ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, લાંબી ઉડાનમાં દસ્તાવેજો અને ફાઇલોને જોવાનો અવસર મળી જાય છે.
વડાપ્રધાન મોદીએ (Narendra Modi) બુધવારે દિલ્હીથી એરફોર્સ-1 બોઇંગ 777-337 ઇઆર વિમાનથી અમેરિકા માટે રવાના થયા હતા. તેઓ શુક્રવારે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (US President Joe Biden) સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન કાર્યાલયે (PMO) તેમની રવાનગી પહેલાની તસવીર જાહેર કરી હતી.
શુક્રવારે જ બાઇડન ક્વાડ દેશોના પહેલા સંમેલનની મેજબાની કરશે. આ સંમેલનમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા પણ ભાગ લેશે.
A long flight also means opportunities to go through papers and some file work. pic.twitter.com/nYoSjO6gIB
અમેરિકા માટે રવાના થતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમના અમેરિકા પ્રવાસની સાથે વ્યાપક વૈશ્વિક સામરિક ભાગીદારીને મજબૂતી આપવા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે સંબંધોને ગાઢ કરવા અને અગત્યના વૈશ્વિક મુદ્દાઓ પર પરસ્પર સહયોગને આગળ ધપાવવાની એક તક હશે.
આ યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનની સાથોસાથ ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક સામરિક ભાગીદારીની સમીક્ષા કરશે. અમેરિકાની નાયબ રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસની સાથે બંને દેશોની વચ્ચે વિભિન્ન મુદ્દાઓ, ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગની શક્યતાઓ પર ચર્ચા થશે, ક્વાડ સમૂહના નેતાઓના શિખર સંમેલનમાં હિસ્સો લેશે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સૂગા સાથે દ્વીપક્ષિય સંબંધો પર ચર્ચા કરશે.
નોંધનીય છે કે, અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વોશિંગટન ડીસીમાં એરપોર્ટની બહાર ભારતીય-અમેરિકનોએ મોદી-મોદીના નારા લગાવી વડાપ્રધાનનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ પણ ઉત્સાહપૂર્વક સ્વાગત કરી રહેલા ભારતીય પ્રવાસીઓ સાથે હાથ મેળવીને અભિવાદન કર્યું.
વડાપ્રધાન મોદીનો અમેરિકાનો કાર્યક્રમ
વડાપ્રધાન મોદી અમેરિકામાં બિઝનેસ મિટિંગ્સ પણ કરશે. વડાપ્રધાન અમેરિકી CEO સાથે બેઠક કરશે. જ્યારે 24 સપ્ટેમ્બરે પીએમ મોદી ક્વાડ બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પણ સામેલ હશે. વડાપ્રધાન 24 સપ્ટેમ્બરે સાંજે વોશિંગ્ટનથી ન્યૂયોર્ક જશે જ્યાં 25 સપ્ટેમ્બરે તે UN મહાસભાને સંબોધિત કરશે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર