News18 Rising India Summitમાં PM મોદીએ 2022ના વિઝનનો કર્યો ખુલાસો

News18 Gujarati
Updated: March 17, 2018, 10:23 AM IST
News18 Rising India Summitમાં PM મોદીએ 2022ના વિઝનનો કર્યો ખુલાસો

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ 2022 સુધીમાં દેશની તસવીરને બદલવા માગે છે. પ્રધાનમંત્રી મોદીના જણાવ્યા અનુસાર, દેશના સવા સો કરોડ જનતાની ઇચ્છાશક્તિથી આજે ન્યૂ ઇન્ડિયાનું સપનું સાકાર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ આ વાતો દેશના સૌથી મોટા સમૂહ નેટવર્ક 18ના Rising India Summitમાં કહ્યું.

મોદીએ કહ્યું કે, 'રાઈઝિંગ ઇન્ડિયાનો મારા માટે મતલબ થાય છે કે દેશના સવા સો કરોડ લોકોના સ્વાભિમાનને રાઈઝ કરવું, દેશના આત્મગૌરવનું રાઈઝ થવું. જ્યારે આ જ સવા સો કરોડ લોકોની ઇચ્છાશક્તિ એકજુટ થઈ જાય છે. ત્યારે સંકલ્પ પણ એક જ થઈ જાય છે, તો વળી અસાધ્ય પણ સાધ્ય થઈ જાય છે. અસંભવ પણ સંભવ બની જાય છે. એકજુટ થયેલી આ જ ઇચ્છાશક્તિ આજે ન્યૂ ઇન્ડિયાના સંકલ્પને પુરો કરી રહી છે.'મોદીએ કહ્યું, 'ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સરકારની દરેક કાર્યવાહી પર લોકોનું સમર્થન મળી રહ્યું છે. અને સરકારને કોઈ પણ પગલું ઉઠાવવામાં કોઈ મુશ્કેલી નથી થતી. તેમણે કહ્યું, "અમારા રાજકીય વિરોધી ગમે તે બોલે, પરંતુ દેશના લોકોની આ પ્રેરણાના કારણે જ સરકાર મોટા નિર્ણય લઈ શકી અને તેને લાગૂ કરીને બતાવ્યું. જે નિર્ણયોની રજૂઆત દશકાઓ પહેલા કરવામાં આવી હતી. પરંતુ તેમણે ફાઈલોમાં બદાવીને રાખવામાં આવી હતી, જે કાનૂન દશકાઓ પહેલા પાસ થયા પરંતુ ભ્રષ્ટતંત્રના દબાવમાં લાગૂ ન કરવામાં આવ્યા. તે નિર્ણયોને આજે આ સરકારે લાગૂ કર્યા અને આ જ કાનૂનના આધાર પર મોટા સ્તર પર કાર્યવાહી થઈ રહી છે.'પ્રધાનમંત્રી મોદીના 'Rising India Summit'માં પોતાના વિરોધીઓને કડક શબ્દમાં જવાબ આપતા કહ્યું કે જે લોકો પણ વિકાસની સાથે વોટ બેંકને જોડીને જોવે છે તે ખોટી વાત છે. તેમણે નોર્થ-ર્ઇસ્ટનો ઉલ્લેખ કરતા કહ્યું , 'સાથિયો, તમારે ત્યાં આવ્યો તે પહેલા હું આજે દિવસભર મણિપુરમાં હતો. ઉત્તર પૂર્વ માટે આજે મહત્વપૂર્ણ અનેક યોજનાઓ શરૂ થઈ છે. પ્રધાનમંત્રીના નાતે ઉત્તરપૂર્વમાં આ મારી 28મી અથવાતો 29મી મુલાકાત છે. તમે વિચારો, આખરે આવુ શા માટે? શું અમારી સરકારનું જોર પૂર્વી ભારત પર અને ઉત્તર ભારત પર એટલું વધારે છે. જે લોકો વિચારે છે કે અમે વોટ માટે આવુ કરી રહ્યાં છીએ, તે દેશની જમીન સાથે જ નહીં, પરંતુ લોકોના દિલો માંથી પણ નિકળી ગયા છે. '

પ્રધાનમંત્રી મોદીએ સમિટમાં પોતાની સરકારની ઉપલબ્ધીઓ પણ ગણાવી, છેલ્લા ચાર વર્ષ દરમિયાન મોદીની સરકારે આસામમાં મહત્વપૂર્ણ ગેસ ક્રેકર પ્રોજેક્ટની શરૂઆત કરી છે. જે છેલ્લા 31 વર્ષથી બાકી હતી. આ સિવાય ઉત્તર પ્રદેશના ગોરખપુર, બિહારના બરોની અને ઝારખંડની સિંદરીમાં વર્ષોથી બંધ પડેલા ફર્ટિલાઈઝર પ્લાન્ટ્સને ખોલવાનું કામ કરવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રીએ કહ્યું, સ્વતંત્રતા બાદ દેશમાં 18 હજાર ગામડાઓ એવા હતા, કે જ્યાં વિજળી પહોંચી ન હતી. એવામાં લગભગ 13 હજાર ગામ પૂર્વી ભારતના હતા. આ 13 હજાર ગામડાઓમાંથી 5 હજાર ગામડાઓ નોર્થ ઇસ્ટના હતા. અને ગામો સુધી કામ પહોંચાડવાનું કામ પુરુ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે 'દરેક ઘરને વીજળીના કનેક્શન સાથે જોડવા માટે અમારી સરકારે સૌભાગ્ય યોજના પણ શરૂ કરી છે. જેના પર સરકાર 16 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરી રહી છે.'પ્રધાનમંત્રીએ કહ્યું દેશ આર્થિક ક્ષેત્રમાં પણ સતત આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું 'સાથિયો, જો અર્થવ્યવસ્થાની વાત કરૂ તો છેલ્લા 3-4 વર્ષોમાં ભારતે પોતાની સાથે પુરી દુનિયાની ઇકોનોમિક ગ્રોથને મજબુતી આપી છે. જે દેશ વર્લ્ડ GDPના માત્ર 3 ટકા હિસ્સો હતો. જે આજે વર્લ્ડ ઇકોનોમીના ગ્રોથમાં 7 ગણો વધારે યોગદાન આપી રહ્યું છે. 'સ્વચ્છ ભારત મિશનની વાત કરતા તેમણે કહ્યું, 'આપણે સૌ જાણીએ છીએ કે સ્વસ્થ જીવન માટે સ્વચ્છતા સૌથી પહેલા આવશ્યક છે. અને તેના પર જોર આપતા અમે પીવાના પાણી અને સ્વચ્ચતા મંત્રાલયને એક્ટિવ કર્યું. જેનું પરિણામ જુઓ કે 2014 સુધીમાં પુરા ભારતમાં 6.5 કરોડ ઘરોમાં શૌચાલય હતા. પરંતુ હવે 13 કરોડ ઘરોમાં શૌચાલય બની ગયા છે. એટલે 2 ગણો વધારે વધારો થયો છે.'મોદીએ કહ્યું કે સ્વચ્છતા અભિયાન સાથે આ સંદેશ પણ ઘર-ઘર સુધી પહોંચ્યો છે કે ગંદકી આપણી સાથે બિમારીઓ લઈને આવે છે. જ્યારે સ્વચ્છતા રોગોને દુર ભગાવે છે.

 

 
First published: March 17, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading