PM મોદીએ JNU કેમ્પસમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ કર્યું, કહ્યું- આ પ્રતિમા શીખવાડશે રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ

PM મોદીએ JNU કેમ્પસમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ કર્યું

જેએનયૂ છાત્રોને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારી આશા છે કે જેએનયૂમાં લાગેલી સ્વામી જી ની આ પ્રતિમા બધાને પ્રેરિત કરે, ઉર્જાથી ભરે

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi)ગુરુવારે રાજધાની નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના પરિસરમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ કર્યું છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા મૂર્તિનું અનાવરણ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ પ્રતિમા આપણને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ શીખવાડશે.

  જેએનયૂ છાત્રોને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારી આશા છે કે જેએનયૂમાં લાગેલી સ્વામી જી ની આ પ્રતિમા બધાને પ્રેરિત કરે, ઉર્જાથી ભરે. આ પ્રતિમા તે સાહસ દે જે સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)પ્રત્યેક વ્યક્તિમાં જોવા માંગતા હતા. આ પ્રતિમા તે કરુણાભાવ શીખવાડે. દયા શીખવાડે જે સ્વામી જીના દર્શનનો મુખ્ય આધાર છે.

  આ પણ વાંચો - પશ્ચિમ બંગાળ : બંગાળ બીજેપીના અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો, કાર ક્ષતિગ્રસ્ત

  પીએમ મોદીએ કહ્યું કે આ પ્રતિમા આપણને સ્વામી જી ના સશક્ત-સમૃદ્ધ ભારતના સપનાને સાકાર કરવાની પ્રેરણા આપતી રહી છે. દેશના યુવા દુનિયાભરમાં બ્રાન્ડ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે. આપણા યુવા ભારતના કલ્ચર અને ટ્રેડિશનનું પ્રતિનિધિત્વ કરે છે. તમારી પાસે અપેક્ષા ફક્ત હજારો વર્ષોથી ચાલી રહેલી ભારતની ઓળખને ગર્વ કરવાની જ નથી પણ 21 સદીમાં ભારતની નવી ઓળખ બનાવવાની પણ છે.
  Published by:Ashish Goyal
  First published: