PM મોદીએ કહ્યું- વિશ્વમાં શાંતિ, અહિંસા અને સેવાનું પ્રેરણા સ્ત્રોત બનશે ‘Statue of Peace’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈન મુની આચાર્ય વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની 151મી જયંતી સમારોહ પ્રસંગે Statue of Peaceનું અનાવરણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૈન મુની આચાર્ય વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજની 151મી જયંતી સમારોહ પ્રસંગે Statue of Peaceનું અનાવરણ કર્યું

 • Share this:
  જયપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે જૈન મુની આચાર્ય વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજ (Jainacharya Shree Vijay Vallabh Surishwer Ji Maharaj)ની 151મી જયંતી સમારોહ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાલી જિલ્લામાં શાંતિની પ્રતિમા (Statue of Peace)નું અનાવરણ કર્યું. 151 ઈંચ ઊંચી અષ્ટધાતુની પ્રતિમા વિજય વલ્લભ સાધના કેન્દ્ર જૈતપુરામાં સ્થાપિત કરવામાં આવી છે.

  વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું કે, સ્ટેચ્યૂ ઓફ પીસ વિશ્વમા; શાંતિ, અહિંસા અને સેવાનું પ્રેરણા સ્ત્રોત બનશે. વડાપ્રધાને કહ્યું કે, ભારતે હંમેશા સમગ્ર વિશ્વને માનવતા, શાંતિ, અહિંસા અને બંધુત્વનો માર્ગ દર્શાવ્યો છે. આ એ સંદેશ છે જેની પ્રેરણા વિશ્વને ભારતથી મળી છે. આ માર્ગદર્શન માટે દુનિયા આજે ફરી એકવાર ભારત તરફ જોઈ રહી છે.

  આ પણ વાંચો, ખુશખબર! કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના DAમાં આ તારીખથી થઈ શકે છે વધારો

  PM મોદીએ વધુમાં કહ્યું કે, મારું સૌભગ્ય છે કે મને દેશે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કરવાનો તક આપી હતી. જન્મવર્ષ મહોત્સવના માધ્યમથી જ્યાં એક તરફ ભગવાન શ્રી મહાવીર સ્વામીના અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ જેવા સિદ્ધાંતોને પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ ગુરુ વલ્લભના સંદેશોને પણ જન-જન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

  151 ઈંચ ઊંચી અષ્ટધાતુની પ્રતિમા જમીનથી 27 ફુટ ઊંચી છે. તેનું વજન 1300 કિલોગ્રામ છે. આ મૂર્તિનું નામ શાંતિની પ્રતિમા (Statue of Peace) છે. પ્રતિમાના અનાવરણ દરમિયાન ગુરૂદેવના ઘણા ચમત્કારોનું એક પ્રેઝન્ટેશન પણ દર્શાવવામાં આવ્યું.

  ઉલ્લેખનીય છે કે, વલ્લભ સૂરીશ્વરજીનો જન્મ વડોદરામાં વિક્રમ સંવત 1870માં થયો હતો. આઝાદીના સમયે ખાદી સ્વદેશી આંદોલનમાં પણ તેમનું યોગદાન રહ્યું. આચાર્યશ્રી પોતે ખાદી પહેરતા હતા. 1947માં દેશ વિભાજન સમયે આચાર્યજીનો પાકિસ્તાનના ગુજરાવાલામાં ચાતુર્માસ હતો. તે સમયે તમામને હિન્દુસ્તાન માટે મોકલવામાં આવી રહ્યા હતા ત્યારે જૈનાચાર્યએ કહ્યું હતું કે જ્યાં સુધી એક પણ જૈન સાહિત્ય, જૈન મૂર્તિ, જૈન લોકો અસુરક્ષિત છે ત્યાં સુધી તેઓ નહીં જાય.

  આ પણ વાંચો, PM નરેન્દ્ર મોદીએ ગુજરાતી નવા વર્ષ અને ભાઈ બીજની આપી શુભેચ્છાઓ, કહી આ ખાસ વાત

  બ્રિટિશ સરકારે તેમને ભારત લાવવા માટે વિશેષ વિમાન મોકલ્યું હતું. પરંતુ તેઓએ તેનો ઈન્કાર કીર દીધો હતો. અંતે સપ્ટેમ્બર 1947માં તેઓ પગપાળા વિહાર કરીને પોતાના 250 અનુયાયીઓ સાથે ભારત પહોંચ્યા હતા. તેઓએ પોતાની સાથે આવેલા અનુયાયીઓનો પુનર્વાસ સુનિશ્ચિત કર્યો. સાથોસાથ સમાજ માટે શિક્ષણ અને ચિકિત્સા ક્ષેત્રમાં ઘણું કામ કર્યું.
  Published by:Mrunal Bhojak
  First published: