વારાણસીને 614 કરોડની દિવાળી ગિફ્ટ, PMએ કહ્યું- કોરોના કાળમાં પણ કાશીનો વિકાસ અટક્યો નથી

કાશીમાં જે પણ થઈ રહ્યું છે તે બાબા વિશ્વનાથની કૃપાથી થઈ રહ્યું છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

કાશીમાં જે પણ થઈ રહ્યું છે તે બાબા વિશ્વનાથની કૃપાથી થઈ રહ્યું છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

 • Share this:
  વારાણસી/નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી (Varanasi)ને દિવાળીની ગિફ્ટ આપી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 19 પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. 17 પરિયોજનાઓની આધારશિલા પણ રાખી. આ તમામ પ્રોજેક્ટ્સનો કુલ અંદાજિત ખર્ચ 614 કરોડ રૂપિયા છે. ત્યારબાદ વડાપ્રધાને એનડીએ સરકારની કેટલીક યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત પણ કરી.

  વારાણસીને 614 કરોડ રૂપિયાની દિવાળી ગિફ્ટ આપવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કાશીમાં જે પણ થઈ રહ્યું છે તે બાબા વિશ્વનાથની કૃપાથી થઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે હવે વારાણસી સ્વાસ્થ્ય સુવિધાઓનું હબ બની રહ્યું છે.

  પીએમ મોદીએ કહ્યું કે, કોરોના કાળમાં પણ કાશી અટક્યું નથી, સતત કામ ચાલી રહ્યું છે. પીએમે કહ્યું કે યૂપીમાં કોરોના કાળમાં વિકાસ કાર્ય અટક્યા નથી, તેના માટે યોગીજીની ટીમને ખૂબ અભિનંદન. વારાણસીમાં શહેર-ગ્રામ્યના વિકાસ પરિયોજનાઓમાં સંસ્કૃતિ-આધુનિકતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે કાશીમાં હવે ઘાટોની તસવીર બદલાઈ રહી છે, જે યોજનાઓની શરૂઆત થઈ રહી છે તેનાથી સ્થાનિક રોજગાર વધશે.

  વડાપ્રધાને અહીં ફરી એકવાર લોકોને લોકલ સામાનનો ઉપયોગ કરવાની અપીલ કરી. તેની સાથે જ વડાપ્રધાને કહ્યું કે, માત્ર દીવડા પ્રગટાવવા જ લોકલ નથી પરંતુ દેશમાં જે પણ સામાન બને છે તેનો ઉપયોગ કરો. પીએમ મોદીએ કહ્યું કે હું અપીલ કરું છું કે તમે લોકલ પ્રોડક્ટનો જ ઉપયોગ કરો.

  આ પણ વાંચો, ભારત માટે વધુ સારા પુરવાર થઈ શકે છે બાઇડન, પરમાણુ સમજૂતી સહિત અનેક મામલે આપ્યો હતો સાથ

  આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (UP CM Yogi Adityanath) પણ ઉપસ્થિત રહ્યા. જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમાં સારનાથ લાઇટ એન્ડ સાઉન્ડ શો, લાલ બહાદુર શાસ્ત્રી હૉસ્પિટલ રામનગરનું અપગ્રેડશન, સીવરેજ સંબંધિત કાર્ય, માળખાકિય સુવિધાઓના સંરક્ષણ અને ગાયોનું સંરક્ષણ, બહુઉદ્દેશીય બીજ ભંડાર ગૃહ સામેલ છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન અનેક પરિયોજનાઓનું શિલાન્યાસ પણ કરવામાં આવ્યું.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે લોકાર્પિત થયેલી પરિયોજનાઓમાં સૌથી આકર્ષક ભગવાન બુદ્ધના ઉપદેશ સ્થળ સારનાથના ધામેક સ્તૂપ પર સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડ શૉ છે. અડધા કલાકના લાઇટ એન્ડ સાઉન્ડ શૉમાં બુદ્ધ ધર્મના વિકાસ અને સારનાથની અગત્યતા વિશે જણાવવામાં આવશે.

  આ પરિયોજનાઓનું થયું લોકાર્પણ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જે પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું તેમાં નગર વિકાસ વિભાગની ત્રણ પરિયોજનાઓ, પર્યટન વિભાગ અને લોક નિર્માણ વિભાગની બે-બે, ઉર્જા, ગૃહ, સ્વાસ્થ્ય તથા ચિકિત્સા, કૃષિ, ખેલ-કૂદ, સહકારિતા, મહિલા તથા બાળ વિકાસ, પંચાયતીરાજ વિભાગ અને ભારતીય ઉડ્ડયન વિભાગની એક-એક પરિયોજના સામેલ છે.

  આ પણ વાંચો, દિવાળી પહેલા શૅર બજારમાં રેકોર્ડબ્રેક તેજી, રોકાણકારોએ કમાયા 2 લાખ કરોડ રૂપિયા

  આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ નગર વિકાસની આઠ પરિયોજનાઓ, આવાસ તથા શહેરી નિયોજન, ગૃહ, લોક નિર્માણ, પર્યટન તથા સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગના એક-એક પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું.
  Published by:Mrunal Bhojak
  First published: