Home /News /national-international /PM Narendra Modi UNGA : પીએમ મોદીએ કહ્યું- ભારતે પ્રથમ ડીએનએ આધારિત વેક્સીનનું નિર્માણ કર્યું
PM Narendra Modi UNGA : પીએમ મોદીએ કહ્યું- ભારતે પ્રથમ ડીએનએ આધારિત વેક્સીનનું નિર્માણ કર્યું
પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધન કર્યું
PM Narendra Modi UNGA- સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત દોઢ વર્ષથી આખું વિશ્વ 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. આવી ભયંકર મહામારીમાં જીવન ગુમાવનાર બધા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને પરિવાર સાથે પોતાની સંવેદના વ્યક્ત કરું છું
વૉશિંગટન: અમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ક્વાડ દેશોની બેઠક (Quad Summit) બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ન્યૂયોર્ક (New York) માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 76મા સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં ઘણા મુદ્દા પર વાત કરી હતી. પોતાના સંબોધનમાં આત્મનિર્ભર ભારત અભિયાનનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું- કોરોના મહામારીએ દુનિયાને શીખવાડ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધારે વિવિધતાપૂર્ણ બનાવવામાં આવે, આ માટે વૈશ્વિક મૂલ્ય શ્રુંખલાઓનો વિસ્તાર મહત્વપૂર્ણ છે. અમારું આત્મનિર્ભર ભારત અભિયાન આ ભાવનાથી પ્રેરિત છે. સ્વતંત્રતતાના 75 વર્ષના અવસર પર ભારતીય છાત્રો દ્વારા બનાવેલા 75 ઉપગ્રહોને અંતરિક્ષમાં લોન્ચ કરવા કરવા જઈ રહ્યું છે.
પીએમ મોદી UNGA સંબોધન અપડેટ્સ
- પીએમ મોદીએ કહ્યું- પ્રદુષિત પાણી, ભારત જ નહીં આખા વિશ્વ અને ખાસ કરીને ગરીબ અને વિકાસશીલ દેશોની ઘણી મોટી સમસ્યા છે. ભારતમાં આ પડકારથી નિપટવા માટે અમે 17 કરોડથી વધારે ઘરોમાં પાઇપથી ચોખ્ખું પાણી પહોંચાડવાનું મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ.
- નરેન્દ્ર મોદીએ યૂએનજીએમાં કહ્યું કે સેવા પરમો ધર્મ: અંતર્ગત ભારત વેક્સીનેશનમાં લાગેલું છે. ભારતે દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત વેક્સીનનું નિર્માણ કરી લીધું છે. સાથે ફરીથી વેક્સીનનું એક્સપોર્ટ પણ શરુ થઇ ગયું છે.
- પીએમ મોદીએ કહ્યું- વિકાસ, સર્વસમાવેશ હો, સર્વ પોષક હો, સર્વ સ્પર્શી હો, સર્વ વ્યાપી હો, આ અમારી પ્રાથમિકતા છે.
- પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હું એ દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું જેને લોકતંત્રની માતા નું ગૌરવ મેળવેલ છે. લોકતંત્રની અમારી હજારો વર્ષોની પરંપરા રહી છે. આ 15 ઓગસ્ટે ભારતે પોતાની આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
- સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત દોઢ વર્ષથી આખું વિશ્વ 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. આવી ભયંકર મહામારીમાં જીવન ગુમાવનાર બધા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને પરિવાર સાથે પોતાની સંવેદના વ્યક્ત કરું છું.
પીએમ મોદીએ ક્વાડ દેશોની બેઠકમાં લીધો ભાગ
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઑસ્ટ્રેલિયા, જાપાનના પોતાના સમકક્ષ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન દ્વારા આયોજિત ક્વાડ નેતાઓના પ્રથમ વ્યક્તિગત શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન પીએ મોદીએ કહ્યુ હતુ કે, તેમને દ્રઢ વિશ્વાસ છે કે ચાર લોકતંત્ર સમૂહ 'ફોર્સ ફૉર ગ્લોબલ ગુડ'ના રૂપમાં કામ કરશે અને હિન્દ-પ્રશાંતની સાથે સાથે આખી દુનિયામાં શાંતિ અને સમુદ્ધિ સુનિશ્ચિત કરશે.
જો બાઇડન સાથે કરી મુલાકાત
આ પહેલા વ્હાઈટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden) વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi in US) પોતાના દોસ્ત ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે મારા મિત્રનું વ્હાઇટ હાઉસમાં (White House) સ્વાગત કરું છું. મેં પીએમ મોદીને કહ્યું કે દરરોજ સીટ પર એક ભારતીય અમેરિકન બેસે છે. કમલા હૈરિસના માતા એક જાણીતા વૈજ્ઞાનિક હતા. ભારત અને અમેરિકા વિશ્વની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. મેં પહેલા પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા સૌથી વધારે નજીકના દેશ હશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર