નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં અસ્થાયી સીટ પર ચૂંટણીમાં ભારતની નિર્વિરોધ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પ્રતિક્રિયા આપી છે. તેઓએ ટ્વિટ કરીને તેના માટે આભાર વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને કહ્યું કે, સમર્થન માટે હું તમામનો ખૂબ આભારી છું. પીએમ મોદીએ કહ્યું કે, ‘સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સભ્યપદ માટે વૈશ્વિક સમુદાય દ્વારા દર્શાવવામાં આવેલા સમર્થન માટે આભારી છું. ભારત વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે તમામ સભ્યો દેશોની સાથે કામ કરશે.’
આ પહેલા ક્યારે-ક્યારે ભારતે નોંધાવી હતી જીત?
આ પહેલા ભારત 1950-1951, 1967-1968, 1972-1973, 1977-1978, 1984-1985, 1991-1992 અને 2011-2012માં પરિષદનું અસ્થાયી સભ્ય બન્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિ કરતાં ટી. એસ. તિરુમૂર્તિ કહ્યું કે સુરક્ષા પરિષદમાં ભારતની પસંદગી થવી વડાપ્રધાન નરેન્ર્ય મોદીની વિચાર અને તેમના પ્રેરણાદાયી વૈશ્વિક નેતૃત્વનું ખાસ કરીને કોવિડ-19ના સમયમાં, સાક્ષી છે. તેઓએ કહ્યું કે, ભારત એક મહત્વપૂર્ણ ઘડીએ સુરક્ષા પરિષદનું સભ્ય બની રહ્યું છે અને અમને વિશ્વાસ છે કે કોવિડ સંકટકાળમાં અને કોવિડ બાદની દુનિયામાં ભારત બહુપક્ષીય પ્રણાલીને નવી દિશા તથા નેતૃત્વ આપશે.
Deeply grateful for the overwhelming support shown by the global community for India's membership of the @UN Security Council. India will work with all member countries to promote global peace, security, resilience and equity.
ભારત હવે UNSCના 2021-22ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થાના અસ્થાયી સભ્ય તરીકે કામ કરશે. ભારતની સાથે આયરલેન્ડ, મેક્સિકો અને નોર્વેને પણ સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે. જોકે કેનેડાને આ વખતે સફળતા નથી મળી શકી. ટી. એસ. તિરુમૂર્તિએ જીત બાદ પોતાના વક્તવ્યમાં કહ્યું કે ભારત કુશળ નેતૃત્વ ચાલુ રાખશે અને એક સારી બહુપક્ષીય વ્યવસ્થાને નવી દિશા આપશે.
ઉલ્લેખનીય છે કે, ભારતને કુલ 192 બેલેટ વોટ્સમાંથી 184 વોટ મળ્યા છે. તિરુમૂર્તિએ કહ્યું કે, હું ખૂબ ખુશ છું કે ભારતને વર્ષ 2021-22 માટે UNSCના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટી લેવામાં આવ્યું છે. અમને ભારે સમર્થન મળ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રના સભ્યોએ જે વિશ્વાસ દર્શાવ્યો છે તેનાથી વિનમ્ર અનુભવ કરી રહ્યો છું. તેઓએ કહ્યું કે ભારતનું ફરી એકવાર UNSCમાં ચૂંટી આવવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને વૈશ્વિક નેતૃત્વને મજબૂત કરે છે, ખાસ કરીને કોરોના મહામારી જેવા કઠીન સમયમાં.