વડાપ્રધાન મોદીના સન્માનમાં પાંચ મિનિટ ઉભા રહેવાની ચળવળનું ખુદ PM મોદીએ કર્યું ખંડન

News18 Gujarati
Updated: April 8, 2020, 5:53 PM IST
વડાપ્રધાન મોદીના સન્માનમાં પાંચ મિનિટ ઉભા રહેવાની ચળવળનું ખુદ PM મોદીએ કર્યું ખંડન
ફાઇલ તસવીર

જો ખરા અર્થમાં મોદીનું સન્માન કરવા માંગો છો તો કોરોનાના સંકટ સુધી એક ગરીબ પરિવારની જવાબદારી ઉઠાવી લો : પીએમ મોદી

  • Share this:
નવી દિલ્હી : પીએમ મોદીએ બુધવારે તેમના નામ પર ચાલી રહેલી એક કેમ્પેઇનનું ખંડન કર્યું છે. પીએમ મોદીએ બે ટ્વિટ કરીને આ વાતને અફવા ગણાવી છે. સાથે જ તેમણે તેમના સન્માન માટે આવું કરવાને બદલે ગરીબ પરિવારને મદદ કરવાનું કહ્યું છે. મોદીએ એક પછી બે ટ્વિટ કરીને કહ્યું છે કે પ્રથમ નજરે આવું કૃત્ય મોદીને કોઈ વિવાદમાં લાવવાની ચાલ લાગી રહી છે.

પીએમ મોદીના ટ્વિટ

પીએમ મોદીએ એક પછી એક બે ટ્વિટ કરીને લખ્યું છે કે, "મારા ધ્યાનમાં આવ્યું છે કે અમુક લોકો એવી ચળવળ ચલાવી રહ્યા છે કે પાંચ મિનિટ ઊભા રહીને મોદીને સન્માનિત કરવામાં આવે. પ્રથમ નજરે આ વાત મોદીને કોઈ વિવાદમાં ઢસડવાની ચાલ લાગી રહી છે."

બીજા એક ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું છે કે, "બની શકે કે આ કોઈનો સારો વિચાર પણ હોય. આવું હોય તો પણ મારો આગ્રહ છે કે જો સાચે જ તમારા દિલમાં આટલો પ્રેમ છે અને મોદીને સન્માનિત કરવા માંગો છો તો જ્યાં સુધી કોરોનાનું સંકટ છે ત્યાં સુધી એક ગરીબ પરિવારની જવાબદારી ઉઠાવી લો. મારા માટે આનાથી મોટું સન્માન કોઈ ન હોઈ શકે."

આ પણ વાંચો :  લૉકડાઉન : PM મોદી 11મી એપ્રિલે સવારે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે

નોંધનીય છે કે આજકાલ સોશિયલ મીડિયા પર એક ચળવળ ચાલી રહી છે. જેમાં લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે 12મી એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યે પીએમ મોદી માટે ઘરની બાલકનીમાં ઉભા રહીને તાળી વગાડો અને તેમનો આભાર માનો. તમામ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ ઘરની બાલકનીમાં ઉભા રહીને પીએમ મોદીને સેલ્યૂટ કરે, કારણ કે પીએમ મોદીએ આપણા દેશ માટે ઘણું કર્યું છે. પરંતુ હવે પીએમ મોદીએ ખુદ ટ્વિટ કરીને આ વાતનું ખંડન કર્યું છે અને આને ફક્ત એક ટીખળ ગણાવ્યું છે.

આ પણ વાંચો :  કોરોના વાયરસ: સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યુ- 'લૉકડાઉનનો સમય વધી શકે છે'
First published: April 8, 2020, 5:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading