કોલકાતા : પશ્ચિમ બંગાળમાં એક ચૂંટણી રેલી દરમિયાન અદ્ભૂત નજારો જોવા મળ્યો જ્યારે મંચ પર ઉપસ્થિત ભાજપા કાર્યકર્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પગે લાગવા ગયો હતો. જોકે પીએમ મોદી કાર્યકર્તાને પગે લાગ્યા હતા. ભાજપાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે અને તેને સંસ્કારનો ભાવ બતાવ્યો છે.
પીએમ મોદી બુધવારે બંગાળના કાંથીમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. બધા સ્થાનિક તેનાઓ સાથે મંચ પર પહોંચીને પીએમ મોદી બેઠા હતા. તે સમયે ત્યાં ઉપસ્થિત એક કાર્યકર્તા તેમને પગે લાગવા માટે આગળ આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદી પણ કાર્યકર્તાને પગે લાગ્યા હતા.
ભાજપાએ આ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતા લખ્યું કે ભાજપા એક એવું સુસંસ્કૃત સંગઠન છે, જ્યાં કાર્યકર્તાઓમાં એકબીજા પ્રત્યે સમાન સંસ્કારનો ભાવ રહે છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલી દરમિયાન મંચ પર જ્યારે એક ભાજપા કાર્યકર્તા પગે લાગવા આવ્યા તો પીએમ નરેન્દ્ર મોદીએ પણ પગે લાગીને કાર્યકર્તાનું અભિવાદન કર્યું હતું.
भाजपा एक ऐसा सुसंस्कृत संगठन है, जहां कार्यकर्ताओं में एक-दूसरे के प्रति समान संस्कार का भाव रहता है।
પૂર્વ મેદિનીપુર જિલ્લાના કાંથીમાં રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી ખોટા આરોપ લગાવીને નંદીગ્રામના લોકોનું અપમાન કર્યું અને લોકો તેમને જવાબ આપશે. તેમણે 10 માર્ચની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમે આખા દેશની સામે નંદીગ્રામ અને તેના લોકોને બદનામ કરી રહ્યા છો. આ એ જ નંદીગ્રામ છે જેમણે તમને આટલું બધું આપ્યું છે. નંદીગ્રામના લોકો તમને માફ કરશે નહીં. ઉલ્લેખનીય છે કે 10 માર્ચની ઘટનામાં મુખ્યમંત્રી ઇજાગ્રસ્ત થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર