Home /News /national-international /

PM મોદીએ સંઘ સાથેની યાદો વાગોળી, કહ્યું- 'RSS ઓફિસમાં વાસણો પણ ઉટક્યા'

PM મોદીએ સંઘ સાથેની યાદો વાગોળી, કહ્યું- 'RSS ઓફિસમાં વાસણો પણ ઉટક્યા'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇન્ટરવ્યૂ 'Humans of Bombay'નામના ફેસબુક પેજ પર શેર કરવામાં આવી રહ્યો છે

    મને યાદ છે જ્યારે પહેલીવાર હું અમદાવાદ આવ્યો હતો. અહીં મારા કાકાની એક કેન્ટિનમાં કામ શરૂ કર્યું. અહીંથી જ મારી જીવનનો નવો માર્ગ શરૂ થયો. કાકાની મદદ કરતાં-કરતાં હું રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘ સાથે જોડાયો અને એક પૂર્ણકાલિન પ્રચારક બની ગયો. અહીં મને અલગ-અલગ પ્રકારના લોકો સાથે વાતચીત કરવા અને તેમની સાથે કામ કરવાની તક મળી. અમે તમામ લોકો આરએસએસના કાર્યાલયને સાફ કરતા અને ચા બનાવતા હતા. અમે આરએસએસ કાર્યાલયમાં વાસણ પણ ઉટક્યા. વડાપ્રધાન મોદીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ વાતો કહી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇન્ટરવ્યૂ 'Humans of Bombay'નામના ફેસબુક પેજ પર શેર કરવામાં આવી રહ્યો છે. અનેક ભાગમાં આવી રહેલા આ ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાને પોતાના નાનપણની યાદો શેર કરતાં જણાવ્યું કે કેવી રીતે પોતાના ગામથી અમદાવાદ આવ્યા અને તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાવાની તક ળી. પીએમ મોદીએ કહ્યું કે તેઓ જીવનમાં એટલા વ્યસ્ત હતા, પરંતુ તેઓએ હિમાલય પર મળનારી શાંતિને ક્યારેય પણ પોતાનાથી દૂર ન જવાનો દૃઢ સંકલ્પ લીધો હતો. જીવનમાં સંતુલન રાખવા માટે તેઓએ પાંચ દિવસ હિમાલયમાં પસાર કરવાનો નિર્ણય લીધો છે અને તેઓ તેના માટે પોતે ખર્ચ કરશે.

    આ પણ વાંચો, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે #10Yearchallenge પૂરી કરી!

    આ પહેલા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે મારા પરિવારના આઠ લોકો 40 X 12ના રૂમમાં રહેતો હતો. આ નાનું ઘર હતું, પરંતુ અમારા પરિવાર માટે પૂરતું હતું. અમારા દિવસની શરૂઆત સવારે પાંચ વાગ્યે થઈ જતી હતી. મારી માતા ભણેલા નહોતા પરંતુ ભગવાનની કૃપાથી તેમની પાસે એક ખાસ પ્રકારનું જ્ઞાન હતું. તેઓ નવજાત શિશુઓની દરેક તકલીફને તરત સમજી લેતા હતા. માતાના ઉઠતાં પહેલા મહિલાઓ પોતાના શિશુઓને લઈને ઘરની બહાર લાઇન લગાડીને ઊભી રહેતી હતી.

    લોકોને ચા આપતી વખતે શીખ્યા હિન્દી

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જ્યારે તે નાના હતા ત્યારે તેમને હિન્દી આવડતી જ નહોતી. તેઓ રોજ પિતાની સાથે સવારે ચાની દુકાન ખોલતા હતા. દુકાનની સાફ-સફાઈની જવાબદારી તેમના ઉપર હતી. થોડીવારમાં જ લોકોનું આવવાનું શરૂ થઈ જતું હતું. પિતા જ્યારે તેમને ચા આપવા માટે કહેતા તો તેઓ લોકોની વાત સાંભળતા હતા. ધીમે-ધીમે તેમને હિન્દી બોલતા આવડી ગયું.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: RSS, TEA, અમદાવાદ, નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन