Home /News /national-international /

PM મોદી આજે પ્રયાગરાજની મુલાકાતે, 16 લાખ મહિલાઓને ટ્રાન્સફર કરશે 1,000 કરોડ રૂપિયા

PM મોદી આજે પ્રયાગરાજની મુલાકાતે, 16 લાખ મહિલાઓને ટ્રાન્સફર કરશે 1,000 કરોડ રૂપિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના'ના લાભાર્થીઓને પણ મોટી ભેટ આપશે. (Image- ANI)

PM Narendra Modi, Prayagraj Visit: PM નરેન્દ્ર મોદી સ્વસહાય જૂથોના (Self Help Groups) બેંક ખાતામાં રૂ. 1,000 કરોડ ટ્રાન્સફર કરશે, જેનાથી SHGની લગભગ 16 લાખથી વધુ મહિલા સદસ્યોને ફાયદો થશે.

    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પ્રયાગરાજ (Prayagraj)ની મુલાકાત લેશે. આ દરમિયાન વડાપ્રધાન સ્વસહાય જૂથોના (Self Help Groups) બેંક ખાતામાં રૂ. 1,000 કરોડ ટ્રાન્સફર કરશે, જેનાથી SHGની લગભગ 16 લાખથી વધુ મહિલા સદસ્યોને ફાયદો થશે. પીએમ મોદીના આ કાર્યક્રમમાં બે લાખથી વધુ મહિલાઓ ભાગ લે તેવી શક્યતા છે. આ વાતની જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.

    વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, મહિલાઓના બેંક ખાતામાં આ નાણાં દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. આનાથી લાભ મેળવનાર કુલ મહિલાઓમાંથી 80,000 SHG હશે જેમાં પ્રતિ SHGને 1.10 લાખ રૂપિયા અને 60,000 SHG કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ (CIF) પ્રાપ્ત કરી રહ્યાં છે. 15,000 રૂપિયા પ્રતિ SHGનું રિવોલ્વિંગ ફંડ મળવાનું નિશ્ચિત છે.

    PMOએ જણાવ્યા અનુસાર, પીએમનો આ કાર્યક્રમ બપોરે 1 વાગ્યે નિર્ધારિત છે જેમાં બે લાખ મહિલાઓ ભાગ લેવા પહોંચશે. આ કાર્યક્રમનું આયોજન પીએમ મોદીના વિઝન તરીકે પાયાના સ્તરે મહિલાઓને સશક્ત બનાવવા, તેઓને જરૂરી કૌશલ્ય, પ્રોત્સાહન અને સંસાધનો આપવા માટે કરવામાં આવી રહ્યું છે.

    4000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ બીસી-સખીઓ માટે

    બીસી સખી યોજના હેઠળ, સરકારે ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ કોરસ્પોન્ડન્ટ મહિલાને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે જેથી ગ્રામીણ વિસ્તારના લોકોને પૈસાની લેવડ-દેવડમાં મુશ્કેલી ન પડે અને સાથે જ આ મહિલાઓને ચોક્કસ રોજગાર પણ મળી રહે.

    આ પણ વાંચો: આધાર કાર્ડને Voter Id થી જોડશે ચૂંટણી સુધાર વિધેયક, લોકસભામાં મળી મંજૂરી

    પીએમઓએ કહ્યું કે BC-સખીઓને પ્રોત્સાહિત કરવા માટે, વડા પ્રધાન તેમાંથી 20,000ના ખાતામાં પ્રથમ મહિનાના સ્ટાઈપેન્ડ તરીકે 4,000 રૂપિયાની રકમ પણ ટ્રાન્સફર કરશે. જ્યારે BC-સખીઓ પાયાના સ્તરે નાણાકીય સેવાઓના પ્રદાતા તરીકે તેમનું કાર્ય શરૂ કરે છે, ત્યારે તેમને છ મહિના માટે 4,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે, જેથી તેઓ પોતાના કામમાં સ્થિર થઈ જાય અને પછી વ્યવહારો પર કમિશનના માધ્યમથી કમાણી શરૂ કરે.

    આ પણ વાંચો: ચીનની સૌથી વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું, 135 વર્ષની ઉંમરે અલીમિહાન સેયતીએ દુનિયાને કહ્યું અલવિદા

    પોતાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના'ના લાભાર્થીઓને મોટી ભેટ આપશે. પીએમ કાર્યક્રમ દરમિયાન, એક લાખથી વધુ મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજનાના લાભાર્થીઓને કુલ 20 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરશે. આ કેન્દ્ર સરકારની એક એવી યોજના છે જે છોકરીને તેના જીવનના વિવિધ તબક્કામાં શરતી રોકડ ટ્રાન્સફર પ્રદાન કરે છે. કુલ ટ્રાન્સફર પ્રતિ લાભાર્થી રૂ. 15,000 છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Prayagraj, Uttar Pradesh News, પીઅેમ નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર