PM મોદી 16 દિવસમાં બીજી વાર જઈ રહ્યા છે બંગાળ અને આસામ, દેશને સોંપશે બે મહત્ત્વના પ્રોજેક્ટ

PM મોદી 16 દિવસમાં બીજી વાર જઈ રહ્યા છે બંગાળ અને આસામ, દેશને સોંપશે બે મહત્ત્વના પ્રોજેક્ટ
વડાપ્રધાન મોદી આજે બંગાળમાં નિર્મિત એલપીજી ટર્મિનલને દેશને સોંપશે, મમતા બેનર્જી કાર્યક્રમથી ‘દૂર’ રહેશે

વડાપ્રધાન મોદી આજે બંગાળમાં નિર્મિત એલપીજી ટર્મિનલને દેશને સોંપશે, મમતા બેનર્જી કાર્યક્રમથી ‘દૂર’ રહેશે

  • Share this:
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રવિવારે પશ્ચિમ બંગાળના હલ્દીયા જશે. તેઓએ જાતે ટ્વીટ કરીને તેની જાણકારી આપી. વડાપ્રધાને લખ્યું કે, હલ્દીયામાં એક કાર્યક્રમ છે, જ્યાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) દ્વારા નિર્મિત એલપીજી ટર્મિનલને દેશને સોંપવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉર્જા ગંગા પ્રોજેક્ટના દોબી-દુર્ગાપુર નેચરલ ગેસ પાઇપલાઇને પણ દેશને સમર્પિત કરવામાં આવશે. નોંધનીય છે કે પીએમ મોદી 16 દિવસમાં બીજી વાર આસામ (Assam) અને પશ્ચિમ બંગાળ (West Bengal) જઈ રહ્યા છે.

    વડાપ્રધાન કાર્યાલય (PMO)એ જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરીએ આસામ અને પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે. સવારે 11.45 વાગ્યે આસામમાં વડાપ્રધાન બે હૉસ્પિટલોનું ભૂમિપૂજન કરશે અને આસામમાં સોનિતપુર જિલ્લાના ધેકિયાજુલીમાં ‘આસામ માલા’ની શરૂઆત કરશે જે રાજ્ય હાઈવે અને મુખ્ય જિલ્લાઓ માટે રસ્તાથી જોડવાની એક યોજના છે.



    આ પણ વાંચો, શરદ પવારની સચિન તેંડુલકરને સલાહ- બીજા વિષયો પર ટ્વીટ કરતી વખતે સાવધાની રાખો

    પીએમ મોદીનો બંગાળ પ્રવાસ એવા સમયમાં થઈ રહ્યો છે, જ્યારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ શનિવારે અહીં પાર્ટીની પરિવર્તન રેલીની શરૂઆત કરી છે. નડ્ડાએ માલદામાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) પર પોતાના અહંકારને સંતુષ્ટ કરવા માટે રાજ્યના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજનાથી વંચિત રાખવાનો આરોપ લગાવ્યો. તેઓએ એવું પણ પૂછ્યું કે, જય શ્રીરામ ના નારાને લઈને તેઓ કેમ ગુસ્સે થઈ જાય છે. નડ્ડાએ એક મહિના સુધી ચાલનારા પાર્ટીના ‘કૃષક સુરક્ષા અભિયાન’ના અંતિમ ચરણમાં સામેલ થઈને કહ્યું કે રાજ્યની જનતાએ મમતા બેનર્જી અને તેમની પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં ‘નમસ્તે અને ટાટા’ કહેવાનું મન બનાવી લીધું છે.

    આ પણ વાંચો, આને કહેવાય Jackpot! 7 લાખ રૂપિયામાં ઘર ખરીદ્યું, અંદર મળ્યો કરોડોનો ખજાનો

    જેપી નડ્ડાએ મમતા બેનરજી પર પ્રહાર કરતા કહ્યું કે બંગાળમાં ટોલાબાજી, તૃષ્ટિકરણ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના દિવસો પૂરા થઈ ગયા છે. બંગાળની જનતા ફરી એક વખત સોનાર બાંગ્લા બનાવવા માટે તત્પર છે. જેપી નડ્ડાએ માલદામાં એક જનસભાને સંબોધિત કરતા મમતા બેનરજીની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. હવે ચૂંટણી આવી છે તો મમતા બેનરજી કહી રહી છે કે અમે પશ્ચિમ બંગાળના ખેડૂતોને કિસાન સન્માન નિધિ અપાવીશું. તેના પર રોક લગાવીશું નહીં. જોકે મમતા દીદી ‘અબ પછતાએ હોત ક્યાં, જબ ચિડિયા ચુગ ગઈ ખેત’
    Published by:Mrunal Bhojak
    First published:February 07, 2021, 07:40 am

    ટૉપ ન્યૂઝ