PM મોદી 17 જુલાઇએ UNને કરશે સંબોધિત, સુરક્ષા પરિષદમાં ભારતની જીત બાદ આ તેમનું પહેલુ ભાષણ હશે

PM નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને ગત વર્ષે સપ્ટેમ્બરમાં સંબોધિત કર્યા હતા.

 • Share this:
  દુનિયાભરના દેશ કોરોના વાયરસ (Coronavirus)ની વિરુદ્ધ યુદ્ઘ લડી રહ્યા છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 17 જુલાઇના રોજ સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમ પર ભારતને સુરક્ષા પરિષદમાં જીત મળ્યા પછી સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ પહેલું ભાષણ છે.

  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએમ તિરુમૂર્તિના કહેવા મુજબ વડાપ્રધાન મોદી 17 જુલાઇએ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ECOSOCના ઉચ્ચ સ્તરીય ખંડના વેલિડિક્ટરીમાં મુખ્ય ભાષણ આપશે. સુરક્ષા પરિષદમાં ભારતને બે વર્ષ માટે અસ્થાયી સદસ્યતા મળી છે. આ સદસ્યતા માટે વૈશ્વિક સમુદાય દ્વારા ભારતને મોટું સમર્થન પુરુ પાડવા માટે પીએમ મોદીએ તેમને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક શાંતિ, સુરક્ષા સમેત વિભન્ન મુદ્દા પર સદસ્ય દેશોની સાથે મળીને કામ કરશે.  પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને ગત વર્ષે સપ્ટેમ્બરમાં સંબોધિત કર્યા હતા. તે સમય તેમણે વિશ્વને આંતકવાદ વિરુદ્ધ એકજૂટ થવાની અપીલ કરી હતી.

  ઉલ્લેખનીય છે કે 17 જૂને ભારત નિર્વિરોધ રૂપથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અસ્થાઇ સદસ્ય બની ગયો હતો. 193 સદસ્યીય સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તે પોતાના 75માં સત્ર માટે અધ્યક્ષ, સુરક્ષા પરિષદના અસ્થાઇ સદસ્યો અને આર્થિક અને સામાજીક પરિષદના સદસ્યો માટે ચૂંટણી કરવામાં આવી હતી. તેમાં ભારતને 192માંથી 184 વોટ મળ્યા હતા.
  Published by:Chaitali Shukla
  First published: