PM મોદી આજે બિહારથી કરશે 'ગરીબ કલ્યાણ રોજગાર' અભિયાનની શરૂઆત

News18 Gujarati
Updated: June 20, 2020, 7:44 AM IST
PM મોદી આજે બિહારથી કરશે 'ગરીબ કલ્યાણ રોજગાર' અભિયાનની શરૂઆત
પીએમ મોદી (ફાઇલ તસવીર)

કેન્દ્ર સરકાર અનુસાર છ રાજ્યના 116 જિલ્લા એવા છે, જેમાં દરેક જિલ્લામાં કોરોના કાળ દરમિયાન શહેરોમાંથી પરત આવેલા મજૂરોની સંખ્યા 25 હજારથી વધારે છે.

  • Share this:
પટના : વડાપ્રધાન મોદી (PM Narendra Modi) શનિવારે બિહારના ખગડિયા જિલ્લાના બેલદોર બ્લોકના તેલિહર ગામથી ગરીબ કલ્યાણ યોજના (Poor welfare employment scheme)ની શરૂઆત કરશે. આ પ્રસંગે તેઓ વીડિયો કૉન્ફરન્સથી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી હાજર રહેશે. હકીકતમાં કોરોના સંકટ અને લૉકડાઉનને કારણે અલગ અલગ રાજ્યોમાંથી ઘરે પરત ફરેલા મજૂરો માટેની આ યોજના છે. ખાસ કરીને બિહાર, ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશામાં સૌથી વધારે મજૂરો પરત ફર્યા છે. બિહારમાં તો 30 લાખથી વધારે મજૂરો દેશના વિવિધ ભાગમાંથી પરત ફર્યાં છે. આથી તેમના માટે રોજગારીનું સંકટ ઊભું થયું હતું. હવે કેન્દ્ર સરકાર આવા પ્રવાસી મજૂરો (Migrant workers)ને રોજગારી ઉબલબ્ધ કરાવશે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકાર પ્રમાણે છ રાજ્યોના 116 જિલ્લા એવા છે જેમાં દરેક જિલ્લામાં કોરોનાના સંકટ દરમિયાન શહેરોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પરત આવ્યા છે. દરેક જિલ્લામાં 25 હજારથી વધારે મજૂરો પરત આવ્યા છે. જેમાં બિહારના 32 જિલ્લા, ઉત્તર પ્રદેશના 31 જિલ્લા સામેલ છે.

તેલિહારથી શરૂ થયું હતું જળ જીવન હરિયાળી અભિયાન઼

નોંધનીય છે કે મુખ્યમંત્રી નીતિશ કુમારે 4 જાન્યુઆરી, 2020ના રોજ બેલદોરના તેલિહર ગામ પહોંચીને જળ જીવન હરીયાળી યોજના શરૂ કરી હતી. જે અંતર્ગત તેમણે 2700 કરોડની યોજનાનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું.

આ પણ વાંચો : મારા તરફથી વિવાદ પૂર્ણ, હું માફી માંગનાર અને આપનાર છું : મોરારિબાપુ

આ રાજ્યો થશે કવર 

આ સ્કીમમાં બિહાર સહિત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા રાજ્યના 116 જિલ્લાઓને કવર કરવામાં આવશે.

125 દિવસની છે આ સ્કીમ

ગરીબ કિસાન કલ્યાણ રોજગાર અભિયાન 125 દિવસનું છે, જેનો મિશન મોડ પર અમલ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય લૉકડાઉન દરમિયાન પરત ફરેલા શ્રમિકો માટે રોજગાર, આજીવિકા, ગરીબ કલ્યાણ સુવિધાઓ અને કૌશલ વિકાસના લાભને સુનિશ્ચિત કરવાનો છે. તે મુજબ પ્રવાસી શ્રમિકો માટે 25 પ્રકારના કામ સામેલ કરવામાં આવ્યા છે. આ સ્કીમમાં 50 હજાર કરોડ રૂપિયા ખર્ચનો અંદાજ છે.

 

ક્યાંથી થશે શરૂઆત?

PM મોદી 20 જૂને સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સ્કીમને લૉન્ચ કરશે. બિહારના ખગરિયા જિલ્લાના તેલીગર ગામથી આ સ્કીમની શરૂઆત થઈ રહી છે. 6 રાજ્યોના કુલ 116 જિલ્લા કૉમન સર્વિસ સેન્ટર દ્વારા આ પ્રોગ્રામ સાથે જોડાશે.

આ પણ વાંચો : 'અમે આંદોલન કરીશું, સરકારે ગોળી મારવી હોય તો મારી દે'
First published: June 20, 2020, 7:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading