નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રેડિયો કાર્યક્રમ (Radio Programme) 'મન કી બાત' (Mann Ki Baat)ના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કર્યા. આ તેમનું 77મું સંબોધન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વાવાઝોડું હોય કે ભૂકંપ કે પછી કોરોના, દેશ મજબૂતીથી લડી રહ્યો છે. કોરોના વોરિયર્સની પ્રશંસા કરતાં વડાપ્રધાને કહ્યું કે, ડૉક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફે પોતાના જીવની ચિંતા કર્યા વગર કામ કર્યું છે. વડાપ્રધાને મોદીએ મન કી બાતમાં ઓક્સિજન ટેન્કર સપ્લાયમાં લાગેલી આપણી સેનાના વખાણ કર્યા. પીએમે કહ્યું કે, સેનાના જવાનો જે કરી રહ્યા છે તે રુટિન કામ નથી. આવી આપત્તિ 100 વર્ષ બાદ આવી છે. હું તેમને સલામ કરું છું.
'મન કી બાત'માં વડાપ્રધાને કોવિડ-19 મહામારીનો ઉલ્લેખ કર્યો. ત્યારબાદ તેઓએ ટાઉતે અને યાસ વાવઝોડું, નાના મોટા ભૂકંપોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેનાથી અનેક રાજ્ય પ્રભાવિત થયા છે. વડાપ્રધાને કહ્યું કે દેશની જનતા તેની સામે પૂરી તાકાતથી લડી. PM મોદીએ રાહત અને બચાવ કાર્યોમાં હિસ્સો લેનારા લોકોનો આભાર વ્યક્ત કર્યો. આ આપત્તિઓમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અનેક લોકો એવા પણ છે જેમની કોરોનાની બીજી લહેર સામે લડવામાં મોટી ભૂમિકા રહી છે. બીજી લહેરમાં ઓક્સિજનની માંગ અનેક ગણી વધી ગઈ હતી અને તે મોટો પડકાર હતો. મેડિકલ ઓક્સિજનને શહેરથી લઈને અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડવો ખૂબ કઠીન કામ હતું. ઓક્સિજન ટેન્કર વધુ ઝડપી ચાલ્યા. નાની ચૂક હોય તો પણ તેમાં મોટા વિસ્ફોટનો ખતરો હોય છે. ત્યારબાદ વડાપ્રધાને ઉત્તર પ્રદેશમાં ઓક્સિજન ટેન્કરના ડ્રાઇવર દિનેશ ઉપાધ્યાયનો અનુભવો જાણ્યા. વડાપ્રધાને દિનેશ સાથે વાત કરીને જાણ્યું કે તેમને કેવા પડકારોનો સામનો કરવો પડ્યો અને તેનો સામનો કેવી રીતે કર્યો.
During 2nd wave of COVID19, a major challenge was to supply medical oxygen to remote areas. To counter challenges that the country faced, drivers of Cryogenic oxygen tankers helped by working on war footing & saved lives of lakhs of people: PM Modi pic.twitter.com/7ICozn0Mzi
7 વર્ષની તમામ ઉપલબ્ધિઓ દેશવાસીઓને આભારી- વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે 30 મેના રોજ આપણે મન કી બાત કરી રહ્યા છે અને સંયોગથી આ સરકારના 7 વર્ષ પૂરા થવાનો પણ સમય છે. આ વર્ષોમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ મંત્ર પર ચાલ્યા છીએ. આ 7 વર્ષોમાં જે કંઈ પણ ઉપલબ્ધિ રહી છે, તે દેશની રહી છે, દેશવાસીઓની રહી છે. અનેક રાષ્ટ્રીય ગૌરવની ક્ષણો આપણે આ વર્ષોમાં સાથે મળીને અનુભવી છે. જ્યારે આપણે આ જોઈએ છીએ તો હવે ભારત બીજા દેશોની વિચારધારા કે દબાણમાં નથી, પોતાના સંકલ્પ ચાલે છે તો આપણે સૌને ગર્વ થાય છે.
એપ્રિલ મહિનામાં કોરોનાની બીજી લહેરના કારણે ઊભા થયેલા સંકટ પર થઈ હતી ચર્ચા
ગત મહિનાની મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ કોરોનાની બીજી લહેરથી ઊભા થયેલા સંકટને લઈ દેશવાસીઓ સાથે વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે દેશ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાને દેશમાં કોરોના મહામારીથી ઉપજેલી સ્થિતિ અને વેક્સીન સાથે જોડાયેલા અનેક પાસાઓની વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે દેશમાં મફત વેક્સીન કાર્યક્રમ ચાલતો રહેશે.
મન કી બાતમાં વડાપ્રધાન મોદી સામાજિક મુદ્દાઓ પર કરે છે વાત
મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સાંપ્રત સામાજિક મુદ્દાઓ અને જીવન સાથે જોડાયેલા અન્ય વિષયો પર વાત કરે છે. આ ઉપરાંત સમાજને ઉત્તમ બનાવવા માટે લાગેલા લોકોના પ્રયાસોની પ્રશંસા અને શ્રેષ્ઠ ઉદાહરણોના માધ્યમથી યુવાઓનો ઉત્સાહ વધારે છે. વડાપ્રધાન આવા નાગરિકોને આગળ વધવા અને આત્મનિર્ભર બનવા પ્રેરિત પણ કરે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર