નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)પોતાની સરકારના આઠ વર્ષ પુરા થવા પર શિમલામાં મંગળવારે ગરીબ કલ્યાણ સંમેલનમાં (Garib Kalyan Sammelan)ભાગ લઇને વિભિન્ન યોજનાઓના લાભાર્થીઓ સીધો સંવાદ કર્યો હતો આ પછી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi)અંતર્ગત 11મો હપ્તો જાહેર કર્યો હતો. આ પ્રસંગે પીએમ લોકોને સંબોધિત કર્યા હતા.
અમે વોટબેંક બનાવવા માટે નહીં નવું ભારત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ - પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં દશકો સુધી વોટબેંકની રાજનીતિ થઇ છે. પોત-પોતાની વોટબેંક બનાવવાની રાજનીતિએ દેશનું ઘણું નુકસાન કર્યું છે. અમે વોટબેંક બનાવવા માટે નહીં, નવું ભારત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. 2014 પહેલા જ્યારે હું તમારી વચ્ચે આવતો હતો તો કહેતો હતો કે ભારત દુનિયા સામે આંખ ઝુકાવીને નહીં, આંખ મિલાવીને વાત કરશે. આજે ભારત મજબૂરીમાં દોસ્તીનો હાથ વધારતા નથી. આજે ભારત મદદ માટે હાથ આગળ વધારે છે. આપણે 21મી સદીના બુલંદ ભારત માટે આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરવાનું છે. એક એવું ભારત જેની ઓળખ અભાવ નહીં પણ આધુનિકતા હોય. ભારતવાસીઓના સામર્થ્ય આગળ કોઇપણ લક્ષ્ય અસંભવ નથી. આજે ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે.
બિહારના લલિતા દેવી, લદ્દાખના તાી તુંદુપ સાથે પીએમ મોદીએ કરી વાત
પીએમ મોદીએ લદ્દાખના લાભાર્થી તાશી તુંદુપ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ પૂછ્યું કે લદ્દાખમાં ટૂરિસ્ટ આવવાના શરૂ થયા કે નહીં. તાશીએ જલ જીવન મિશન અને આવાસ યોજનાના લાભ વિશે પીએમ મોદીને જણાવ્યું હતું. લાભાર્થીએ જણાવ્યું કે મને કેન્દ્રની લગભગ અડધો ડઝન યોજનાનો લાભ મળી રહ્યો છે.
બિહારના બાંકા જિલ્લાની લલિતા દેવીએ પીએમ મોદી સાથે વાતચીત કરી હતી. લલિતાએ કહ્યું કે તેમને ઉજ્જવલા યોજના, આવાસ યોજનાનો લાભ મળ્યો છે. પહેલા માટીના ઘરમાં રહેતા હતા, પાણી ટપકતું હતું, હવે પાકું મકાન મળી ગયું છે. શૌચાલય બનાવી લીધું છે. બહાર શૌચ જવામાં શરમ આવતી હતી. પીએમે પૂછ્યું કે બાળકોને ભણાવો છો? તેમણે કહ્યું કે મોટી દીકરી બીએ છે અને પુત્ર ઇંટરમાં છે.
જયરામ ઠાકુરે રાજ્યની મદદ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજ્યની મદદ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે. તેમણે હિમાચલને 3 મેડિકલ કોલેજ અને એઇમ્સની ભેટ આપવા માટે પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો. આ પહેલા પીએમ મોદીએ શિમલાના રિજ મેદાનના રસ્તામાં તેમના સ્વાગતમાં ઉભેલા લોકોનું ગાડીથી ઉતરીને અભિવાદન કર્યું હતું. લોકોએ પીએમના કાફલા પર ફૂલો વરસાવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર