Home /News /national-international /Mahakal Lok: મહાકાલ લોક અને PM મોદીને લાઈવ જોવા માંગો છો? ભિંડમાં આ 5 જગ્યાઓ પર આ સમયે પહોંચી જાઓ

Mahakal Lok: મહાકાલ લોક અને PM મોદીને લાઈવ જોવા માંગો છો? ભિંડમાં આ 5 જગ્યાઓ પર આ સમયે પહોંચી જાઓ

PM મોદી ઉજ્જૈન પહોંચશે

Mahakal Lok: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય મહાકાલ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા 11 ઓક્ટોબરે મધ્યપ્રદેશના ઉજ્જૈન પહોંચી રહ્યા છે. કાર્યક્રમના સાક્ષી બનવા માટે જિલ્લાના ભાજપના નેતાઓ સાથે સેંકડો લોકો ઉજ્જૈન જવા રવાના થઈ રહ્યા છે. કાર્યક્રમના સાક્ષી બનવા માટે જિલ્લાના ભાજપના નેતાઓ સાથે સેંકડો લોકો ઉજ્જૈન જવા રવાના થઈ રહ્યા છે.

વધુ જુઓ ...
    ભીંડ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભવ્ય મહાકાલ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા 11 ઓક્ટોબરે મધ્યપ્રદેશના ઉજ્જૈન પહોંચી રહ્યા છે. કાર્યક્રમના સાક્ષી બનવા માટે જિલ્લાના ભાજપના નેતાઓ સાથે સેંકડો લોકો ઉજ્જૈન જવા રવાના થઈ રહ્યા છે. કાર્યક્રમના સાક્ષી બનવા માટે જિલ્લાના ભાજપના નેતાઓ સાથે સેંકડો લોકો ઉજ્જૈન જવા રવાના થઈ રહ્યા છે. જે લોકો ત્યાં પહોંચી શક્યા નથી, તેમના માટે વહીવટીતંત્રે જીત્રલેના તમામ પાંચ તુલાકોના અલગ અલગ મંદિરોમાં મહાકાલ લોકનું લાઈવ પ્રસારણ કરશે. મહાકાલ લોક કાર્યક્રમ સાથે ડાયરેક્ટ જોડવા માટે ભાજપા અને પ્રશાસને લોકો માટે મંદિરોમાં મંદિર પરિસરોમાં બેઠક વ્યવસ્થા કરાવી છે. અનાઉસમેન્ટ અને સોશિયલ મીડિયા દ્વારા કાર્યક્રમની જાણકારી આપવામાં આવી રહી છે.

    જો તમે મહાકાલ લોકનો ભવ્ય કાર્યક્રમને લાઈવ જોવા માગો છો, તેની ઝલક જોવા માટે વંખંડેશ્વર મહાદેવ મંદિરમાં સેટઅપ લગાવવામાં આવ્યા છે. એવી જ રીતે અટેર તહેસીલ માટે શ્રી બોરેશ્વર મહાદેવ મંદિર, મેહગાંવમાં વનખંડેશ્વર મહાદેવ મંદિર, લહરમાં ભટાંટલ મહાદેવ મંદિર અને ગોહાડ તાલુકામાં પ્રાચીન હનુમાન મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકો વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ જોઈ શકે. હવે જાણો શું સમય રહેશે.

    PM મોદી ક્યારે પહોંચશે મહાકાલ?


    સાંજે 5 વાગ્યાથી દીપોત્સવ સહિત ભજન કિર્તનનું આયોજન કરવામાં આવશે. PM મોદી સાંજે 5:25 વાગ્યે મહાકાલ મંદિર પહોંચશે. આ દરમિયાન કાર્તિક મેળાના મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. બરાબર સાંજે 6.25 કલાકે પીએમ મોદી મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત કરશે, જેના માટે કલેક્ટર ડૉ. સતીશ કુમારે અધિકારીઓને લાઈવ પ્રસારણ બતાવવા સૂચના આપી છે.

    સનાતન ધર્મની ઝલક જોવા મળશે


    ઝારખંડના આદિવાસી વિસ્તારના 12 કલાકારો પીએમ મોદીની સામે ભસ્માસુરની પરંપરાગત લોક કલા રજૂ કરશે. આસામ, મણિપુર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશના આદિવાસી વિસ્તારોના લગભગ 700 કલાકારો લોકાર્પણ સમારોહમાં મોદીની સામે પરફોર્મ કરશે. મોદીનું સ્વાગત પરંપરાગત રીતે ડમરુ, ઘંટા-ઘરિયાલ અને સંગીતમય રુદ્ર ઘોષ સાથે કરવામાં આવશે. પીએમ મહાકાલના દર્શન બાદ નંદી ગેટ પર અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Narendra modi government, Ujjain, Ujjain Mahakal

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन