PM મોદીએ બિરસા મુંડા સંગ્રહાલયનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આ ક્ષણ ભાવુક કરનારી છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે બિરસા મુંડાના જન્મદિવસને દર વર્ષે જનજાતીય ગૌરવ દિવસ (Janjatiya Gaurav Divas) તરીકે ઉજવવામાં આવશે. (File photo)

પીએમ મોદીએ કહ્યું, આજના દિવસે જ આપણા આદરણીય અટલજીની પ્રબળ ઈચ્છાશક્તિને કારણે ઝારખંડ રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું હતું. એ અટલજી હતા, જેમણે દેશની સરકારમાં સૌથી પહેલાં અલગ આદિવાસી મંત્રાલય બનાવીને આદિવાસી હિતોને દેશની નીતિઓ સાથે જોડ્યા.

  • Share this:
    રાંચી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોમવારે રાંચી (Ranchi)માં ભગવાન બિરસા મુંડા (Birsa Munda)ની યાદમાં બનાવવામાં આવેલા સંગ્રહાલય (Museum)નું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું. આ ખાસ અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે બિરસા મુંડાના જન્મદિવસને દર વર્ષે જનજાતીય ગૌરવ દિવસ (Janjatiya Gaurav Divas) તરીકે ઉજવવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે મેં મારા જીવનનો ઘણો સમય આદિવાસી ભાઈ-બહેનો અને બાળકો સાથે વિતાવ્યો છે. હું તેમના જીવનના ઘણા પાસાઓથી પરિચિત રહ્યો છું, તેથી આજનો દિવસ મને ભાવુક કરનારો છે. કાર્યક્રમ દરમિયાન ઝારખંડના સીએમ હેમંત સોરેન સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા.

    વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ ઉદ્ઘાટન સમારોહને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, આજના દિવસે જ આપણા આદરણીય અટલજીની પ્રબળ ઈચ્છાશક્તિને કારણે ઝારખંડ રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું હતું. એ અટલજી હતા, જેમણે દેશની સરકારમાં સૌથી પહેલાં અલગ આદિવાસી મંત્રાલય બનાવીને આદિવાસી હિતોને દેશની નીતિઓ સાથે જોડ્યા.

    તેમણે કહ્યું, ભગવાન બિરસા સમાજ માટે જીવ્યા, પોતાની સંસ્કૃતિ અને પોતાના દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. તેથી, તેઓ આજે પણ આપણી આસ્થામાં, આપણી ભાવનામાં ભગવાનના રૂપમાં હાજર છે.

    આ પણ વાંચો: આજે છે બિરસા મુંડા જયંતિ, જાણો શા માટે આદિવાસી તેમને ભગવાન માને છે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદીના અમૃત કાળ દરમ્યાન આદિવાસી પરંપરાઓ અને તેમની શૌર્યગાથાઓને વધુ ભવ્ય ઓળખ આપવામાં આવશે. આ ખાસ દિવસને ધ્યાનમાં રાખીને દેશે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જયંતિને 'આદિવાસી ગૌરવ દિવસ' (જનજાતીય ગૌરવ દિવસ) તરીકે ઉજવવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે જે ભૂમિ તેમના તપ, ત્યાગની સાક્ષી બની છે તે આપણા માટે પવિત્ર તીર્થ છે.

    આ પણ વાંચો: મણિપુર: કર્નલની શહાદતનો બદલો લેવા સેનાએ બનાવી યોજના, ઉગ્રવાદીઓ સામે ઓપરેશન શરૂ

    PM મોદીએ કહ્યું, સંગ્રહાલય આદિવાસી સંસ્કૃતિની જીવંત સ્થાપના બનશે
    ભગવાન બિરસા મુંડા સ્મૃતિ ઉદ્યાન સહ સ્વાતંત્ર્ય સેનાની મ્યુઝિયમ માટે સમગ્ર દેશના આદિવાસી સમાજને, ભારતના પ્રત્યેક નાગરિકને અભિનંદન આપું છું. આ મ્યુઝિયમ, સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી નાયક- નાયિકાઓના યોગદાનની, વિવિધતાથી ભરેલી આપણી આદિવાસી સંસ્કૃતિની જીવંત સ્થાપના બનશે. આધુનિકતાના નામે વિવિધતા પર હુમલો, પ્રાચીન ઓળખ અને પ્રકૃતિ સાથે છેડછાડ, ભગવાન બિરસા જાણતા હતા કે આ સમાજના કલ્યાણનો માર્ગ નથી. તેઓ આધુનિક શિક્ષણના પક્ષમાં હતા, તેઓ પરિવર્તનની હિમાયત કરતા હતા, તેમણે પોતાના જ સમાજના કુરિવાજો, ખામીઓ સામે બોલવાની હિંમત બતાવી હતી.
    Published by:Nirali Dave
    First published: