નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) મેડલ જીતનાર ખેલાડીઓ સાથે પોતાના સરકારી નિવાસસ્થાને મુલાકાત કરી છે. પીએમ મોદીએ ખેલાડીઓને સંબોધિત કરતા કહ્યું કે મને ખુશી છે કે તમે બધા પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને પરિવારના સદસ્યોના રૂપમાં મારા આવાસ પર મળવા આવ્યા. હું બધા ભારતીયો તરફથી તમારી સાથે વાત કરીને ગર્વ અનુભવી રહ્યો છું. હું તમારા બધાનું સ્વાગત કરું છું. પીએમ મોદીએ કહ્યું કે રાતભર દેશના લોકોની તમારી પર નજર હતી. તમે ત્યાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા હતા.
પીએમે કહ્યું કે ઘણી રમતોના ખેલાડી ભલે મેડલ ના જીતી શક્યા હોય પણ તેમણે શાનદાર લડાઇ લડી. આવનાર સમયમાં આપણે તેમાં મેડલ જરૂર જીતીશું. પુરુષ અને મહિલા હોકી બન્નેમાં ટીમોએ મેડલ જીત્યો છે. તે જૂનો દબદબો પાછો મેળવવામાં જુટ્યા છે. બન્ને ટીમોને અભિનંદન.
તેમણે કહ્યું કે ગર્વની વાત છે કે તમારી મહેનત અને પ્રેરણાદાયી ઉપલબ્ધિથી દેશ આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી રાષ્ટ્રના ખેલના ક્ષેત્રમાં બે પ્રમુખ ઉપલબ્ધિઓ નોંધાવી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન સિવાય દેશે પ્રથમ વખત ચેસ ઓલંપિયાડની યજમાની કરી હતી.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi interacted with the Indian contingent that participated in #CWG22, today. Union Sports Minister Anurag Thakur and MoS Sports Nisith Pramanik were also present at the occasion. #CommonwealthGames2022
પીએમ મોદીએ ભારતીય દળને કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સ શરુ થતા પહેલા મેં તમને કહ્યું હતું કે અને તમને એક પ્રકારનો વાયદો કર્યો હતો કે જ્યારે તમે પાછા ફરશો તો આપણે એકસાથે વિજયોત્સવ મનાવીશું. મને વિશ્વાસ હતો કે તમે જીતીને પાછા ફરશો. મેં વિચાર કર્યો હતો કે ભલે કેટલો પણ વ્યસ્ત રહું તમને જરૂર મળીશ અને વિજયોત્સવ મનાવીશ.
પીએમ મોદીએ મહિલા ખેલાડીઓની વિશેષ પ્રશંસા કરી હતી. પીએમે કહ્યું કે પોતાની દીકરીઓના પ્રદર્શનથી આખો દેશ ઉત્સાહિત છે. બોક્સિંગ હોય, જૂડો હોય, કુશ્તી હોય જે પ્રકારે ડોમિનેટ કર્યું તે અદભૂત છે. તમે બધા દેશને ફક્ત એક મેડલ જ આપતા નથી, સેલિબ્રેટ કરવાની, ગર્વ કરવાની તક જ નથી આપતા પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સશક્ત કરો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર