નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine war)દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે આવતીકાલે મહત્વપૂર્ણ વાતચીત થવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden)વચ્ચે વર્ચ્યુઅલ બેઠક થશે. વિદેશ મંત્રાલયના મતે બન્ને નેતાઓ આ દરમિયાન વર્તમાન દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરવાની સાથે જ દક્ષિણ એશિયા, હિંદ-પ્રશાંત મહાસાગર વચ્ચે હાલનો ઘટનાક્રમ અને પારસ્પરિક હિતના વૈશ્વિક મુદ્દા પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. જોકે રશિયા અને યુક્રેનના યુદ્ધના સમયે બન્ને નેતાઓની આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
ટૂ પ્લસ ટૂ બેઠક પહેલા મહત્વની ચર્ચા
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓનલાઇન બેઠક બન્ને પક્ષોને દ્વિપક્ષીય વ્યાપક વૈશ્નિક રણનીતિક ભાગીદારીને વધારે મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પોતાના નિયમિત અને ઉચ્ચ સ્તરીય સંપર્કને જારી રાખવામાં સક્ષમ બનાવશે. બન્ને નેતાઓ વચ્ચે આ ઓનલાઇન બેઠક સોમવારે વોશિંગ્ટનમાં ભારત અને અમેરિકા વચ્ચે ‘ટૂ પ્લસ ટૂ’ મંત્રીસ્તરીય વાર્તાના ચોથા સત્ર પહેલા થશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે 11 એપ્રિલે વોશિંગ્ટનમાં આ વાર્તાના ચોથા સત્ર અંતર્ગત વાતચીત કરશે.
એક દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને એક નિવેદનમાં કહ્યું હતું કે કોઇપણ દેશની સરખામણીમાં ભારત સાથે દોસ્તી અમારા વચ્ચે ઘણી મહત્વપૂર્ણ છે. આ પછી બન્ને નેતાઓ વચ્ચે બેઠક થઇ રહી છે.
રશિયા અને અમેરિકાનો ભારતને પોતાની તરફ કરવાનો પ્રયત્ન
રશિયા અને યુક્રેન યુદ્ધ પછી અમેરિકા સતત ભારત પર દબાણ બનાવી રહ્યું છે કે રશિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં વોટ કરે અને પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવી રહેલા આર્થિક પ્રતિબંધોનું સમર્થન કરે. બીજી તરફ પશ્ચિમી દેશો દ્વારા આર્થિક પ્રતિબંધો લગાવ્યા પછી રશિયા સતત પ્રયત્નો કરી રહ્યું છે કે ભારત તેમના દેશમાંથી તેલ અને અન્ય સામાનની આયાત કરે. રશિયાએ ભારતને સસ્તી કિંમતમાં તેલ અને અન્ય સામાન આપવાની ઓફર કરી છે. આ અંતર્ગત રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવ ભારત આવ્યા હતા. જોકે ભારત સંયુક્ત રાષ્ટ્રમાં તટસ્થ નીતિ અપનાવીને શાંતિની અપીલ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર