લૉકડાઉન : PM મોદી 11મી એપ્રિલે સવારે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે

News18 Gujarati
Updated: April 8, 2020, 4:29 PM IST
લૉકડાઉન : PM મોદી 11મી એપ્રિલે સવારે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે
130 કરોડની વસ્તીમાં 1000ની મોત આ શીર્ષક સાથે CNN ઇન્ટરનેશનલમાં એક રિપોર્ટ રજૂ થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં તો કોરોના સંક્રમણ જંગલમાં ફેલાયેલી આગની જેમ ફેલાઇ જવો જોઇએ. પણ હજી સુધી જે થયું છે ચમત્કાર છે. ભારતમાં મોતનો આંકડ તેની વસ્તીની સામે પ્રતિ દસ લાખ 0.76 છે. જે બીજા દેશોની સામે ખૂબ જ ઓછો છે. અમેરિકામાં આ ક્રમાંક 175થી પણ વધુ છે. જ્યારે બેલ્જિયમમાં સૌથી વધુ 633 છે. આ રિપોર્ટ મુજબ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે લોકડાઉન લાગુ કરવામાં સરકારને બહુ વધારે મુશ્કેલી નથી આવી. પીએમ મોદીએ ખૂબ જ સરળતાથી દેશને 40 દિવસ માટે લોકડાઉન માટે રાજી કર્યા છે. જેની સીધી અસર સંક્રમણ પર જોવા મળી છે. જો કે જાણકારોનું માનવું છે કે ભારતે હજી ખુશી મનાવવાની જરૂર નથી. લોકડાઉન ખુલ્યા પછી મોદી સરકારની સાચી પરીક્ષા શરૂ થશે.

પીએમ કરશે વીડિયો કોન્ફરન્સ : 11મી એપ્રિલે PM તમામ મુખ્યમંત્રીઓ સાથે Lockdown અને જે તે રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરે તેવી શક્યતા.

  • Share this:
નવી દિલ્હી : હાલ દેશ કોરોના વાયરસ (Coroanvirus)ની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદી (PM Modi)થી લઇને આખું તંત્ર કોરોનાને નાથવા માટે સક્રિય છે. આજે સર્વદળીય બેઠક (All Party Meet)માં પીએમ મોદીએ એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે હાલના તબક્કે 14મી એપ્રિલના રોજ લૉકડાઉન (Lockdown) હટાવવું શક્ય નથી. એટલે કે હવે લૉકડાઉનનો સમય વધારવામાં આવે તેની પૂરી શક્યતા છે. આ દરમિયાન બીજા મોટા ન્યૂઝ સામે આવ્યા છે કે પીએમ મોદી આગામી 11મી એપ્રિલના રોજ સવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ (Video Conference) કરશે. શક્ય છે કે આ બેઠકમાં પીએમ મોદી કોરોના વાયરસની સ્થિતિ અંગે માહિતી મેળવશે.

લૉકડાઉન અંગે ચર્ચા કરે તેવી શક્યતા

11મી એપ્રિલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદી લૉકડાઉન અંગે જે તે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે વાતચીત કરી શકે છે. નોંધનીય છે કે લૉકડાઉન વધવાની શક્યતા અંગે બોલતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આ મામલે કેન્દ્ર સરકાર તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને તેમનો અભિપ્રાય માંગશે. આથી શક્ય છે કે 11મી તારીખે જ લૉકડાઉન અંગે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. શક્ય છે કે લૉકડાઉનનો સમય વધારવામાં આવી શકે છે. આ ઉપરાંત જે રાજ્ય કે જિલ્લાઓમાં કોરોના વાયરસ ફેલાયો નથી ત્યાં સાવચેતી સાથે કેટલીક છૂટ આપવા માટે પણ જે તે રાજ્યના મુખ્યમંત્રીને પીએમ મોદી સૂચના આપી શકે છે.

આ પણ વાંચો : કોરોના વાયરસ: સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યુ- 'લૉકડાઉનનો સમય વધી શકે છે'

આ તબક્કે લૉકડાઉન હટાવવું અશક્ય : પીએમ મોદી

દિલ્હી ખાતે વીડિયો કોન્ફરન્સથી સર્વદળીય નેતાઓને સંબોધન કરતા પીએમ મોદીએ આજે જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો ફેલાવો જે રીતે વધી રહ્યો છે ત્યારે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીએ તો 13મી એપ્રિલના રોજ લૉકડાઉન હટાવી દેવું શક્ય નથી. તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ મામલે વિચાર-વિમર્શ કરશે, પરંતુ લૉકડાઉન બહુ ઝડપથી જ ખતમ થઈ જશે તેવું શક્ય નથી લાગી રહ્યું.
First published: April 8, 2020, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading