નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને ઑનલાઇન સંબોધન કરશે. અધિકારિક સૂત્રોએ આ જાણકારી આપી હતી. કોરોના વાયરસ મહામારીને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન ઑનલાઇન કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીનું પહેલાથી રેકોર્ડ કરવામાં આવેલું સંબોધન ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા હૉલમાં સ્થાનિક સમય પ્રમાણે સવારે આશરે નવા વાગ્યે (ભારતીય સમય પ્રમાણે સાંજે 6.30 વાગ્યે) હશે. સાથે જ સૂત્રોએ કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly)ની ચાલી રહેલા 75માં સત્ર દરમિયાન ભારતની પ્રાથમિકતા આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક કાર્યવાહીને વધુ મજબૂત કરવા પર ભાર આપવાની રહેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ પોતાના સંબોધનમાં 'આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર પ્રભાવી પ્રતિક્રિયા' અને 'આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સમાવેશી અને જવાબદાર સમાધાન'નું આહવાન કરી શકે છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર પ્રભાવી પ્રતિક્રિયા દ્વારા ચીન પર નિશાન સાધવાનો પ્રયાસ થશે. જ્યારે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સમાવેશી અને જવાબદાર સમાધાનથી પાકિસ્તાનને જવાબ આપવામાં આવી શકે છે.
પીએમ આ ભાષણથી ભારતની પ્રાથમિકતાઓને રેખાંકિત કરશે. નોંધનીય છે કે બે વર્ષની મુદત માટે ભારતને જાન્યુઆરી 2021થી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક અસ્થાયી સભ્યનું પદ મળ્યું છે. ભારત બે વર્ષ માટે UNSCનું અસ્થાયી સભ્ય છે, એવામાં પીએમ મોદી UNમાં ભારતના 5-Sના દ્રષ્ટિકોણથી આગળ વધી શકે છે, જેમાં સન્માન, સંવાદ, સહયોગ, શાંતિ અને સમૃદ્ધિ સામેલ છે.
સૂત્રોએ કહ્યુ કે, UNGAના 75માં સત્ર દરમિયાન ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની પ્રાથમિકતામાં આતંકવાદ પર વૈશ્વિક કાર્યવાહીને મજબૂત કરવી અને આતંકી હિલચાલમાં સામેલ લોકો પર પ્રતિબંધ લગાવવાની પ્રક્રિયા પર ભાર આપવો સામેલ હશે.
" isDesktop="true" id="1028992" >
રિપોર્ટ પ્રમાણે સૂત્રોએ કહ્યુ છે કે યૂએન શાંતિ મિશનમાં સૌથી વધારે સહયોગ કરતો દેશ હોવાને નાતે ભારત સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનોમાં વધુ ઉંડાણથી સામેલ થવા માંગશે. સૂત્રોએ કહ્યુ કે આ દરમિયાન સતત વિકાસ અને જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાની સક્રિય ભાગીદારીથી પણ દુનિયાને અવગત કરાવવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર