Home /News /national-international /આજે સાંજે દેશને સંબોધન કરશે PM મોદી, કાશ્મીર અંગે મોટી જાહેરાત કરી શકે

આજે સાંજે દેશને સંબોધન કરશે PM મોદી, કાશ્મીર અંગે મોટી જાહેરાત કરી શકે

વડાપ્રધાન મોદી (ફાઇલ તસવીર)

વડાપ્રધાન મોદી ગુરુવારે સાંજે જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય અંગે દેશના લોકો સાથે વાત કરશે.

    વડાપ્રધાન મોદી આજે સાંજે દેશને સંબોધન કરશે. પીએમનું આ વિશેષ પ્રસારણ ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત કરવામાં આવશે. એવી સંભાવના છે કે તેઓ પોતાના સંબોધનમાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય વિશે વાત કરશે.

    વડાપ્રધાન મોદીએ છેલ્લી વખત લોકસભાની ચૂંટણી પહેલા 27મી માર્ચના રોજ એન્ટી-સેટેલાઇટ મિસાઇલે એક જીવિત સેટેલાઇટને તોડી પાડ્યાની જાહેરાત કરતા રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

    સ્વતંત્રતા દિવસના સંબોધન પહેલા વડાપ્રધાનનું સંબોધન

    મંગળવારે સંસદે બંધારણની કલમ 370ના એક ખંડને બાદ કરતા બીજા ખંડોને ખતમ કરવાની જાહેરાત કરતા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો હતો. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદાખને બે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવતું બિલ પાસ કર્યું હતું.

    વડાપ્રધાન એવા સમયે રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે જ્યારે સ્વતંત્રતા દિવસ પહેલા તેમના રાષ્ટ્રજોગ સંબોધન આડે અઠવાડિયું જ બાકી રહ્યું છે. હકીકતમાં વડાપ્રધાન મોદી 7મી ઓગસ્ટના રોજ દેશને સંબોધન કરવાના હતા, પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા સુષમાન સ્વરાજના નિધન બાદ આ કાર્યક્રમને મુલતવી રાખવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો : 
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Article 370, Jammu and kashmir, નરેન્દ્ર મોદી, પીએમ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन