નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( Prime Minister Narendra Modi) 21 એપ્રિલે શીખ ગુરુ તેગ બહાદુરના (sikh guru tegh bahadur)400માં પ્રકાશ પર્વના (400th prakash parv)પ્રસંગે લાલ કિલ્લા (Red Fort)પરથી દેશને સંબોધિત કરશે. આ જાણકારી સોમવારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે આપી છે. આ પ્રસંગે પીએમ મોદી શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર એક વિશેષ સિક્કો અને ડાક ટિકિટ પણ જારી કરશે. મંત્રાલયે કહ્યું કે આ પ્રસંગે 400 રાગી (શીખ સંગીતકાર) શબદ કિર્તનનું ગાયન કરશે. આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના સહયોગથી કરવામાં આવશે.
મંત્રાલયે કહ્યું કે આ કાર્યક્રમમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રી અને દેશ-દુનિયાના ઘણી પ્રખ્યાત હસ્તીઓ સામેલ થશે. શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવમાં શીખ ગુરુ તેગ બહાદુરના પ્રકાશ પર્વ (જન્મ ઉત્સવ) પર દિલ્હી સ્થિત શીશગંજ ગુરુદ્વારા પહોંચ્યા હતા અને માથું નમાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયના સૂત્રોના મતે પીએમ મોદી જે સમયે ગુરુદ્વારા ગયા હતા તે સમયે રસ્તા પર કોઇ પર પ્રકારનો પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો ન હતો. સામાન્ય લોકોની સુવિધા જોતા ક્યાંક રસ્તો પણ રોકવામાં આવ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પહેલા જ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વને ધુમધામથી મનાવવાનો નિર્ણય કર્યો હતો. આ સિલસિલામાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ગઠિત ઉચ્ચ સ્તરીય સમિતિની ગત દિવસોમાં એક બેઠક થઇ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગુરુ તેગ બહાદુરનો 400મો પ્રકાશોત્સવનો પ્રસંગ એક રાષ્ટ્રીય કર્તવ્ય છે.
આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે શ્રી ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના વિશેષ પ્રસંગે હું તેમને નમન કરું છું. પછાતની સેવા કરવાનો પ્રયત્ન અને પોતાના સાહસ માટે દુનિયાભરમાં તેમનું સન્માન છે. તેમણે અન્યાય અને અત્યાચાર સામે ઝુકવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમનું સર્વોચ્ચ બલિદાન ઘણા લોકોને મજબૂતી અને પ્રેરણા આપે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર