Home /News /national-international /Mann Ki Baat: ‘મન કી બાત’ માં પીએમ મોદીએ કહ્યું- 2 થી 15 ઓગસ્ટ સુધી તિરંગાને પ્રોફાઇલ પિક્ચરના રૂપમાં લગાવો

Mann Ki Baat: ‘મન કી બાત’ માં પીએમ મોદીએ કહ્યું- 2 થી 15 ઓગસ્ટ સુધી તિરંગાને પ્રોફાઇલ પિક્ચરના રૂપમાં લગાવો

Mann Ki Baat: ‘મન કી બાત’ માં પીએમ મોદી

PM Narendra Modi Mann Ki Baat : પીએમ મોદીએ કહ્યું- આ વખતે મન કી બાત ઘણી ખાસ છે. તેનું કારણ છે, આ વખતનો સ્વતંત્રતા દિવસ, જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા કરશે

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મન કી બાતમાં (Mann Ki Baat)91મી વખત સંબોધન કર્યું હતું.  પીએમ મોદીએ કહ્યું કે આ વખતે મન કી બાત ઘણી ખાસ છે. તેનું કારણ છે, આ વખતનો સ્વતંત્રતા દિવસ, જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા કરશે. આપણે બધા આ અદભૂત અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યું કે 31 જુલાઇ એટલે કે આજના દિવસે આપણે બધા દેશવાસી શહીદ ઉધમ સિંહ જી ની શહાદતને નમન કરીએ છીએ. હું આવા અન્ય બધા મહાન ક્રાંતિકારીઓને પોતાની વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું જેમણે દેશ માટે પોતાનું સર્વસ અર્પણ કરી દીધું છે.

પીએમ મોદીએ કહ્યું કે મને એ જોઈને ઘણી ખુશી થાય છે કે આઝાદીનો અમૃત મહોત્સવ એક જન આંદોલનનું રૂપ લઇ રહ્યું છે. બધા ક્ષેત્રો અને સમાજના દરેક વર્ગના લોકો તેની સાથે જોડાયેલા અલગ-અલગ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. રેલ મંત્રાલય દ્વારા એક રસપ્રદ પ્રચત્ન કરવામાં આવ્યો છે. તેને ‘આઝાદી કી રેલગાડી અને રેલવે સ્ટેશન’ નામ આપવામાં આવ્યું છે.

પીએમે કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી એક સ્પેશ્યલ મૂવમેન્ટ- ‘હર ઘર તિરંગા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મૂવમેન્ટનો ભાગ બનીને 13 થી 15 ઓગસ્ટ સુધી તમે પોતાના ઘર પર તિરંગો જરૂર ફરકાવો કે તેને ઘર પર લગાવો.



આ પણ વાંચો - ઇઝ ઓફ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ જેટલું જ જરૂરી છે ઇઝ ઓફ જસ્ટિસ: પીએમ મોદી

2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આપણે બધા પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પિક્ચરમાં તિરંગો લગાવી શકો છો. 2 ઓગસ્ટના રોજ પિંગલી વૈંકયા જી ની જન્મ જયંતિ છે જેમણે આપણા રાષ્ટ્રીય ધ્વજને ડિઝાઇન કર્યો હતો.હું તેમને આદર પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.

પીએમ મોદીએ કહ્યું કે યંગસ્ટર્સ, સ્ટાર્ટઅપ્સ અને Entrepreneurs દ્વારા આપણી ટોય ઇન્ડસ્ટ્રીઝે જે કમાલ કરી બતાવી છે, જે સફળતા મેળવી છે. તેની કોઇએ કલ્પના પણ કરી હશે નહીં. આજે જ્યારે ભારતીય રમકડાની વાત થાય છે તો દરેક બાજુ વોકલ ફોર લોકલ (Vocal for Local)ની ગૂંજ સંભળાઇ રહી છે.

પીએમે કહ્યું કે કોરોના સામે આયુષે વૈશ્વિક સ્તરે મહત્વની ભૂમિકા નિભાવી છે. દુનિયામાં આયુર્વેદ અને ભારતીય ઔષધીઓ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે.
First published:

Tags: Mann ki baat, પીએમ મોદી, મોદી સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો