Home /News /national-international /Mann Ki Baat: ‘મન કી બાત’ માં પીએમ મોદીએ ઇમરજન્સીનો કર્યો ઉલ્લેખ, કહ્યું- લોકતંત્રને કચડી નાખવાનો પ્રયત્ન થયો હતો

Mann Ki Baat: ‘મન કી બાત’ માં પીએમ મોદીએ ઇમરજન્સીનો કર્યો ઉલ્લેખ, કહ્યું- લોકતંત્રને કચડી નાખવાનો પ્રયત્ન થયો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની મન કી બાત Mann Ki Baat)

PM Narendra Modi Mann Ki Baat : પીએમ મોદીએ કહ્યું- આપણા દેશમાં મોનસૂનનો સતત વિસ્તાર થઇ રહ્યો છે. અનેક રાજ્યોમાં વરસાદ વધી રહ્યો છે. આ સમય જળ સંરક્ષણનો છે. સમાજ સદીયોથી આ જવાબદારી ઉઠાવતો રહ્યો છે. જળ સંરક્ષણ જીવન સંરક્ષણ છે

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મન કી બાતમાં (Mann Ki Baat)90મી વખત સંબોધન કર્યું હતું.  ‘મન કી બાત’ માં પીએમ મોદીએ ઇમરજન્સીનો કર્યો ઉલ્લેખ કર્યો હતો.  પીએમે કહ્યું કે ઇમરજન્સી દરમિયાન લોકોના સંઘર્ષોનો સાક્ષી રહેવાનું સૌભાગ્ય મને પણ મળ્યું હતું. આજે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે તો આપણે ઇમરજન્સીના સમયને ના ભુલવો જોઈએ. લોકોના જીવનનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો. આમ છતા લોકોએ લોકતંત્રમાં વિશ્વાસ ગુમાવ્યો ન હતો.

પીએમ મોદીએ કહ્યું કે આજે આપણો ભારત જ્યારે આટલા બધા ક્ષેત્રોમાં આકાશને આંબી રહ્યો છે તો આકાશ કે અંતરિક્ષ તેનાથી અછૂત કેવી રીતે રહી શકે. છેલ્લા કેટલાક સમયમાં દેશમાં સ્પેસ સેક્ટર સાથે જોડાયેલા ઘણા મોટા કામ થયા છે. દેશની આ ઉપલબ્ધિઓમંથી એક In-Space નામની એજન્સીનું નિર્માણ છે. આજથી કેટલાક વર્ષો પહેલા આપણા દેશમાં સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ વિશે કોઇ વિચારતું પણ ન હતું. આજે તેની સંખ્યા 100 કરતા વધારે છે. તેમણે કહ્યું કે દેશનો યુવા આકાશને અડવા તૈયાર છે તો આપણા દેશ કેવી રીતે પાછળ રહી શકે.

પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં મોનસૂનનો સતત વિસ્તાર થઇ રહ્યો છે. અનેક રાજ્યોમાં વરસાદ વધી રહ્યો છે. આ સમય જળ સંરક્ષણનો છે. સમાજ સદીયોથી આ જવાબદારી ઉઠાવતો રહ્યો છે. જળ સંરક્ષણ જીવન સંરક્ષણ છે. આજકાલ ઘણા નદી મહોત્સવ થવા લાગ્યા છે. તમારે ત્યાં પણ જે પણ જલ સ્ત્રોત છે ત્યાં કાંઇક ને કાંઇક આયોજન અવશ્ય કરે.

આ પણ વાંચો - G7 Summit માટે પીએમ નરેન્દ્ર મોદી જર્મની પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
" isDesktop="true" id="1222290" >



પીએમ મોદીએ કહ્યું કે કેટલાક દિવસો પહેલા જ્યારે હું In-Space ના હેડક્વાટર્સના લોકાર્પણ માટે ગયો હતો તો મેં ઘણા યુવામાં Start-Ups ના આઇડિયા અને ઉત્સાહને જોયા હતા. In-Space કાર્યક્રમમાં મહેસાણાની સ્કૂલ સ્ટુડન્ટ્સ તન્વી પટેલને પણ મળ્યો હતો. તે એક નાના Satellite પર કામ કરી રહી છે, જે આગામી કેટલાક મહિનામાં સ્પેસમાં લોન્ચ થવા જઈ રહ્યો છે.

પીએમે કહ્યું કે આપણો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડા ફરીથી ચર્ચામાં છવાયેલો રહ્યો છે. ફિનલેન્ડમાં નીરજે Paavo Nurmi Games માં સિલ્વર જીત્યો હતો. આટલું જ નહીં તેણે પોતાનો જ જ્વેલિન થ્રો નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.
First published:

Tags: Mann ki baat, પીએમ મોદી, મન કી બાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો