Home /News /national-international /

Mann Ki Baat : ‘મન કી બાત’ માં પીએમ મોદીએ ચારધામની યાત્રા દરમિયાન ગંદકી ના ફેલાવવાની અપીલ કરી

Mann Ki Baat : ‘મન કી બાત’ માં પીએમ મોદીએ ચારધામની યાત્રા દરમિયાન ગંદકી ના ફેલાવવાની અપીલ કરી

Mann Ki Baat : મન કી બાતમાં પીએમ મોદીનું સંબોધન

PM Narendra Modi Mann Ki Baat : પીએમ મોદીએ કહ્યું - આ મહિનાની 5 તારીખે દેશમાં યૂનિકોર્નની (Unicorn)સંખ્યા 100ના આંકડા સુધી પહોંચી ગઇ છે. આ Unicorns નું કુલ વેલ્યૂએશન 330 બિલિયન ડોલર એટલે કે 25 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે

    નવી દિલ્હી :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)આજે મન કી બાતમાં (Mann Ki Baat)89મી વખત સંબોધિત કરી રહ્યા છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે દેશે યૂનિકોર્નની સદી પુરી કરી લીધી છે, આ ભારતીયો માટે ગર્વની વાત છે. આવનાર સમયમાં ભારતીય સ્ટાર્ટઅપ ઉડાન ભરશે. પીએમ મોદીએ કહ્યું કે આ મહિનાની 5 તારીખે દેશમાં યૂનિકોર્નની (Unicorn)સંખ્યા 100ના આંકડા સુધી પહોંચી ગઇ છે. આ Unicorns નું કુલ વેલ્યૂએશન 330 બિલિયન ડોલર એટલે કે 25 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે.

    પીએમ મોદીએ કહ્યું કે આ કુલ યૂનિકોર્નમાંથી 44 ગત વર્ષે બન્યા હતા. આ વર્ષે 3-4 મહિનામાં 14 બીજા નવા યૂનિકોર્ન બની ગયા છે. તેનો અર્થ એ થયો કે આ મહામારીના ગાળામાં પણ ભારતીય સ્ટાર્ટઅપ્સ વેલ્થ અને વેલ્યૂ ક્રિએટ કરતા રહ્યા છે.

    પીએમ મોદીએ કહ્યું કે આપણા યૂનિકોર્ન્સ વિવિધતાપૂર્ણ છે. આ ઇ-કોમર્સ, ફિન-ટેક, એડ-ટેક, બાયો-ટેક જેવા ઘણા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. આજે ભારતનું Start-Up ઇકોસિસ્ટમ ફક્ત મોટા શહેરો સુધી સિમિત નથી, નાના-નાના શહેરો અને ગામડાંથી પણ ઉદ્યમી સામે આવી રહ્યા છે.

    આ પણ વાંચો - તારા એરના વિમાનનો સંપર્ક તૂટ્યો, 4 ભારતીયો સહિત 22 લોકો છે સવાર

    ચારધામ યાત્રા દરમિયાન કૃપા કરીને ગંદકી ના ફેલાવો - પીએમ મોદી

    મન કી વાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચારધામ યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો દ્વારા કેદારનાથમાં ફેલાવવામાં આવી રહેલી ગંદકીથી શ્રદ્ધાળું દુખી છે. ઘણા લોકોએ ગંદકીના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આપણે પવિત્ર યાત્રામાં જઈએ ત્યાં ગંદકીના ઢગલા હોય તે યોગ્ય નથી. જોકે કેટલાક શ્રદ્ધાળું એવા પણ છે જે બાબા કેદારનાથના દર્શન-પૂજનની સાથે સ્વચ્છતાનું બીડુ પણ ઉઠાવી રહ્યા છે. તીર્થ સેવા વગર તીર્થ યાત્રા પણ અધુરી છે.

    યોગ દિવસ અને જાપાન પ્રવાસનો પીએમ મોદીએ કર્યો ઉલ્લેખ

    પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે 21 જૂનના રોજ આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાના છીએ. આ વખતની થીમ ‘યોગા ફોર હ્યુમેનિટી’છે. બધા લોકો યોગ દિવસને ઉત્સાહથી મનાવે. હવે કોરોનાને લઇને સ્થિતિ ઘણી સારી છે. તેનાથી આપણને અનુભવ કરાવ્યો કે કોરોનામાં યોગનું કેટલું મોટું મહત્વ છે. પીએમ મોદીએ યોગ દિવસને લઇને કરાનાર ઇનોવેટિવનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લોકોને પોતાના ગામ શહેરમાં નદી, તળાવ, મંદિર કે કોઇપણ મહત્વના સ્થાને યોગ દિવસ મનાવવાની અપીલ કરી હતી.

    પીએમે જાપાન પ્રવાસને લઇને કહ્યું કે જાપાનના લોકોમાં ભારત પ્રત્યે ગજબની લાગણી છે. તેમણે આર્ટ ડાયરેક્ટર હિરોશિકનું ઉદાહરણ આપ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે હિરોશિકે મહાભારત પ્રોજેક્ટ શરુ કર્યો હતો. આ 9 વર્ષથી સતત ચાલી રહ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Mann ki baat, પીએમ મોદી

    આગામી સમાચાર