Home /News /national-international /PM Narendra Modi on Three Farm Laws: પંજાબની રમતમાં ભાજપ, સમજો 'રાષ્ટ્રહિત'માં કૃષિ કાયદાઓને પરત લેવાનો રાજકીય અર્થ

PM Narendra Modi on Three Farm Laws: પંજાબની રમતમાં ભાજપ, સમજો 'રાષ્ટ્રહિત'માં કૃષિ કાયદાઓને પરત લેવાનો રાજકીય અર્થ

PM મોદીની ફાઇલ તસવીર

સૂત્રોએ કહ્યુ કે, “સરકારને એવા ઇનપુટ મળ્યા હતા કે, રાષ્ટ્ર વિરોધી શક્તિઓ ખેડૂત આંદોલનનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે, જેને ખાલિસ્તાન અને પાકિસ્તાનના ISI નેટવર્કનું સમર્થન છે.

અમન શર્મા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા શુક્રવારે ત્રણેય કૃષિ કાયદાઓ (Three Farm Laws) પાછા ખેંચવાની જાહેરાતથી બે મોટા સંદેશાઓ સ્પષ્ટપણે સાફ થાય છે - પહેલું કે કેન્દ્ર સરકાર માટે રાષ્ટ્રીય હિત સર્વોપરી છે અને બીજું કે કેન્દ્ર સરકારે ખેડૂતોનું સાંભળ્યું છે. જેમા, 2015માં લાવવામાં આવેલો વિવાદાસ્પદ જમીન સંપાદન વટહુકમ (Controversial Land Acquisition Ordinance) હોય કે તાજેતરના ત્રણ કૃષિ કાયદાઓ... કેન્દ્ર સરકારના ટોચના અધિકારીઓએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં આ વાત કહી છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને લોકતાંત્રિક અને સ્ટેટ્સમેન નેતા તરીકે, "રાષ્ટ્રીય હિતમાં" કૃષિ કાયદાઓ પરત લેવાનો નિર્ણય લીધો છે. જોકે, એક સિમીત માત્રામાં જ ખેડૂતો કૃષિ કાયદાઓનો વિરોધ કરતા હતા, તે છતાં, સરકારે તેમને સમજાવવાનો સખત પ્રયાસ કર્યો.

સૂત્રોએ કહ્યુ કે, “સરકારને એવા ઇનપુટ મળ્યા હતા કે, રાષ્ટ્ર વિરોધી શક્તિઓ ખેડૂત આંદોલનનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે, જેને ખાલિસ્તાન અને પાકિસ્તાનના ISI નેટવર્કનું સમર્થન છે. તે જ સમયે, વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે, કોઈ પણ વ્યક્તિ ભારતના વ્યૂહાત્મક હિતોને નુકસાન પહોંચાડી શકશે નહીં અને તેમને આવું કરવાની મંજૂરી આપી શકાય નહીં. તે જ સમયે, ભારતની એકતા અને અખંડિતતા સામે કંઈ જ મહત્વનું નથી.

ભાજપને રાજકીય ફાયદો થશે?

કૃષિ કાયદાઓનું 'વ્યૂહાત્મક રોલબેક' ભાજપને રાજકીય લાભ આપી શકે છે. પાર્ટીનો પ્રયાસ પંજાબની ચૂંટણીની રમતમાં વાપસી કરવાનો છે અને પછી ઉત્તર પ્રદેશમાં પોતાનો કિલ્લો મજબૂત કરવાનો છે. યુપીના પશ્ચિમ ભાગમાં કૃષિ કાયદા વિરુદ્ધ જોરદાર પ્રદર્શન થઈ રહ્યું હતુ.

આ પણ વાંચો - ગુરુપર્વના પ્રસંગે PM મોદીનું એલાન- સરકાર ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચશે, વાંચો 5 મહત્વના મુદ્દા

પંજાબમાં ભાજપ માટે કેપ્ટન અમરિન્દર સિંઘ સાથે ગઠબંધનનો રસ્તો સાફ થઈ ગયો છે, જ્યાં પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાને ચૂંટણી સંકલન માટે કૃષિ કાયદાઓ પાછી ખેંચવાની પૂર્વ શરત મૂકી હતી.

વિપક્ષ પોતાની જીત તરીકે દર્શાવી રહ્યુ છે

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને જયંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળ પશ્ચિમ યુપીમાં કૃષિ કાયદાના મુદ્દે ખેડૂતોને એક કરવામાં વ્યસ્ત છે. ભાજપ હવે આશા રાખશે કે, તેણે યુપી ચૂંટણીમાં તેની સામે જોવા મળતા સૌથી મોટા મુદ્દાનું સમાધાન કરી લીધું છે. પંજાબ અને ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ મહિનાથી ઓછા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે, વિપક્ષ કૃષિ કાયદાને પાછો ખેંચી લેવાને તેની જીત તરીકે રજૂ કરી રહ્યો છે.

આ પણ વાંચો- સરકારને લાગ્યું કે હવે આપણું ચાલશે નહીં એટલે ચૂંટણીઓ પહેલા આ કાયદાઓ પરત ખેંચ્યા: ઇસુદાન ગઢવી

'પ્રધાનમંત્રી કાયદાની વાપસીથી સૌથી વધુ દુખી'

સરકારના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ, વડા પ્રધાને રાષ્ટ્રીય હિતને પ્રથમ સ્થાન આપ્યું છે અને સરકારને જાણ હતી કે, કેટલીક રાષ્ટ્ર વિરોધી શક્તિઓ એક વર્ષથી વધુ સમયથી દિલ્હીની સરહદો પર ખેડૂતોના આંદોલનનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. સરકારને સમજાયું કે, સ્થિતિ એવી છે કે જાણે આપણે રાષ્ટ્રવિરોધી શક્તિઓના હાથમાં રમી રહ્યા છીએ, જેઓ દેશની બનાવટ અને સમુદાયના સ્તરે ભાઈચારાની ભાવનાને બગાડવા માંગે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાનને ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાથી સૌથી વધુ નુકસાન થશે, કારણ કે તેમણે આ કાયદાઓને પવિત્ર વિચાર સાથે આગળ ધપાવ્યા હતા, જેથી ખેડૂતોની આવક વધે. મોટી સંખ્યામાં ખેડૂતોએ આ કાયદાઓને સમર્થન આપ્યું હતું અને વડા પ્રધાને પણ તેમના સંબોધનમાં આનો ઉલ્લેખ કર્યો હતો.
" isDesktop="true" id="1153214" >

'કૃષિ ક્ષેત્ર સુધારણા અભિયાન ચાલુ રહેશે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં, કહ્યું હતુ કે, શ્રેષ્ઠ પ્રયાસો છતાં, સરકાર વિરોધ કરી રહેલા ખેડૂતોને મનાવવામાં નિષ્ફળ રહી છે અને કૃષિ કાયદાને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. પરંતુ સરકાર ત્રણેય કૃષિ કાયદાના મુદ્દે વિરોધ કરી રહેલા ખેડૂતોને મનાવવામાં નિષ્ફળ રહી છે. વડાપ્રધાને કહ્યું કે, સંસદના આગામી સત્રમાં સરકાર કાયદાઓ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ઉઠાવવામાં આવેલા પગલા વિશે પણ માહિતી આપી હતી અને કહ્યું હતું કે ખેડૂતો તેમની સરકારની પ્રાથમિકતા છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, "વર્તમાન સરકારમાં કૃષિ ક્ષેત્રમાં સુધારાની ઝુંબેશ ચાલુ રહેશે."
First published:

Tags: Farm law, Punjab Politics, પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ, ભારત

विज्ञापन