કોરોના મહામારી પર આજે મુખ્યમંત્રીઓ સાથે PM મોદી કરશે વાત, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

News18 Gujarati
Updated: June 16, 2020, 9:50 AM IST
કોરોના મહામારી પર આજે મુખ્યમંત્રીઓ સાથે PM મોદી કરશે વાત, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત માટે અલગ યોજના અંગે ચર્ચા થઈ શકે છે

  • Share this:
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના વધતા કેસ અને મોતના આંકડાના વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે એટલે કે 16 જૂન અને 17 જૂને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. મંગળવારે પીએમ મોદી 21 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના વાયરસથી ઊભી થયેલી સ્થિતિ અને તેને રોકવાના મુદ્દે ચર્ચા કરશે.

સૂત્રો અનુસાર મુખ્યમંત્રીઓ અને ઉપ-રાજ્યપલો સાથેની બેઠકમાં આ 5 મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
1. રાજ્યો પાસેથી કોરોનાના રિપોર્ટ માંગવામાં આવી શકે છે

2. દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત માટે અલગ યોજના
3. કોરોના પ્રભાવિત શહેરોમાં કડક નિયમો બનાવવા અંગે થઈ શકે છે ચર્ચા
4. ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓને લઈને થઈ શકે છે ચર્ચા5. મેડિકલ સુવિધા પર કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વય પર ચર્ચા શક્ય


આજે આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે થશે ચર્ચા

16 જૂને 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની વાતચીત થશે. તેમાં પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદાખ, પુડુચેરી, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, અંડમાન અને નિકોબાર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, સિક્કિમ અને લક્ષ્યદ્વીપ સામેલ છે.

આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરઃ શોપિયાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા

17 જૂને ગુજરાત સહિત 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે થશે ચર્ચા

17 જૂને 15 રાજ્યોના મુખ્યમંત્રી અને ઉપ-રાજ્યપાલ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના વડાપ્રધાન ચર્ચા કરશે. તેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, આંધ્ર પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા અને ઓડિશા સામેલ છે.

આ પણ વાંચો, UNHRCમાં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબઃ આરોપ મૂકતાં પહેલા પોતાની જાત સામે જુઓ
First published: June 16, 2020, 9:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading