Home /News /national-international /COVID-19 Vaccination: PM મોદીએ ભારત બાયોટેક પર ઊભી થયેલી શંકાને દૂર કરી, Covaxin લઈને આપ્યા 4 ખાસ સંદેશ

COVID-19 Vaccination: PM મોદીએ ભારત બાયોટેક પર ઊભી થયેલી શંકાને દૂર કરી, Covaxin લઈને આપ્યા 4 ખાસ સંદેશ

આસામનો ગમછો - પુડ્ડુચેરીની નર્સ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની રસી લઈ આપ્યો ખાસ સંદેશ

આસામનો ગમછો - પુડ્ડુચેરીની નર્સ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની રસી લઈ આપ્યો ખાસ સંદેશ

નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus In India)ના સંક્રમણથી બચવા માટે વેક્સીનેશન અભિયાન બીજા ચરણના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ વેક્સીન લીધી. વડાપ્રધાને જાતે ટ્વીટ કરીને તેની જાણકારી આપી. દેશની રાજધાની સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (Delhi AIIMS) ખાતે PM મોદીએ વેક્સીન લીધી. હાલ વડાપ્રધાન મોદીને કોરોના સામે લડવાની વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.

PM મોદીએ આ વેક્સીનેશનના માધ્યમથી અનેક સંદેશ આપવાનો પ્રયાસ પણ કર્યો છે. નોંધનીય છે કે DCGI દ્વારા જ્યારે ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા નિર્મિત કોવેક્સીન (Covaxin)ને મંજૂરી આપવામાં આવી તો અનેક જાણકારો સહિત વિપક્ષે સવાલ કર્યા હતા કે જે વેક્સીન હાલ ટ્રાયલના ત્રીજા ચરણમાં હતી, અચાનક તેને મંજૂરી કેવી રીતે આપવામાં આવી. છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની આગેવાનીવાળી કૉંગ્રેસ સરકારે ભારત બાયોટેકની વેક્સીનનો અસ્વીકાર કરી દીધો હતો. રાજ્ય સરકારે પણ ત્રીજા ચરણનું પરીક્ષણ પૂરું ન થવાનો હવાલો આપ્યો હતો.

આ પણ વાંચો, કોવિડ વેક્સીનેશનનું બીજું ચરણ આજથી, જાણો કેવી રીતે અને ક્યાં લઈ શકશો કોરોનાની વેક્સીન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી એઇમ્સ જઈને કોરોનાની જે વેક્સીન લીધો તે ભારત બાયોટેકની કોવેક્સીન હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી એઇમ્સ જઈને કોરોનાની જે વેક્સીન લીધો તે ભારત બાયોટેકની કોવેક્સીન હતી. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાને વિપક્ષ સહિત સમગ્ર દેશના લોકોને એવો સંદેશ આપ્યો છે કે કોવેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત છે. નોંધનીય છે કે કોવેક્સીન મેડ ઇન ઈન્ડિયા વેક્સીન છે. તેના નિર્માણમાં ICMRએ પણ સહયોગ આપ્યો છે.

વેક્સીનેશનના માધ્યમથી ચૂંટણી રણ સાધવાનો પ્રયાસ?


તેની સાથે જ વડાપ્રધાને વેક્સીનેશન દરમિયાન ચૂંટણી રણ પણ સાધવાનો પ્રયાસ કર્યો છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા એકાઉન્ટથી જે તસવીર શૅર કરી છે તેમાં તેઓ આસામનું ગામોશ પહેરેલું જોવા મળી રહ્યા છે. આસામ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે CAA વિરોધી સંદેશાઓની સાથે 50 લાખ ગામોશા એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં જ રાહુલ ગાંધીએ પણ એક રેલીમાં આસામના ગામોશા પહેરેલા જોવા મળ્યા હતા જેની પર એન્ટી CAA સંદેશ લખેલો હતો. આસામમાં બીજેપીને એન્ટી CAA અવાજો અને NRCના પ્રકાશનને લઈ લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રસાર ભારતી ન્યૂઝ સર્વિસ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, વડાપ્રધાનને વેક્સીન આપનારી સિસ્ટર પુડ્ડુચેરીની નિવાસી છે. PBNSએ જણાવ્યું કે સિસ્ટર પી. નિવેદાએ વડાપ્રધાનને કોરોના વિરોધી રસીનો પહેલો ડોઝ આપ્યો. નોંધનીય છે કે, પુડ્ડુચેરીમાં ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં બીજેપીની સરકાર એક વાર પણ સત્તામાં આવી નથી. બીજેપીનો પ્રયાસ છે કે દક્ષિણમાં કૉંગ્રેસના આ કિલ્લાને ધ્વસ્ત કરી દેવો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. કૉંગ્રેસના અનેક ધારાસભ્યો દ્વારા રાજીનામા આપ્યા બાદ વેલૂ નારાયણસામીની આગેવાની સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું હતું.

વડાપ્રધાને પોતાના વાર માટે રાહ જોઈ!

નોંધનીય છે કે, આ પહેલા 16 જાન્યુઆરીથી દેશમાં કોરોના વિરોધી વેક્સીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષ સહિત અનેક લોકો એવો સવાલ ઉઠાવી રહ્યા હતા કે વડાપ્રધાન વેક્સીન ક્યારે લેશે. ગત બુધવારે જ્યારે વડાપ્રધાનની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વેક્સીનેશનના બીજા ચરણની જાહેરાત કરવામાં આવી ત્યારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વડાપ્રધાન અને મંત્રીઓના વેક્સીન લેવા સાથે જોડાયેલા સવાલ પર કહ્યું હતું કે, જે લોકો વેક્સીન લેવા માંગે છે, તેઓ 1 માર્ચથી પોતાની પસંદગીના સ્થળ પર વેક્સીન લઈ શકે છે.

આ પણ વાંચો, આજથી સતત 5 દિવસ મળશે સસ્તું સોનું, જાણો કેવી રીતે લઈ શકો છો ફાયદો




પહેલા ચરણમાં માત્ર ફ્રન્ટલાઇન વર્કર્સ અને સ્વાસ્થ્યકર્મીઓને જ વેક્સીન આપવામાં આવી હતી. બીજા ચરણમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુના એવા લોકો જેમને કોઈ બીમારી છે તેઓ પહેલી માર્ચથી વેક્સીન લઈ શકશે. વડાપ્રધાને બીજા ચરણમાં સૌથી પહેલા દિવસે વેક્સીન લીધી. વડાપ્રધાન હાલ 70 વર્ષના છે. વેક્સીનેશનની પ્રોસેસ શરૂ થયા બાદ કેટલાક કાર્યક્રમોમાં પીએમ પહેલા પણ કહી ચૂક્યા છે કે અમારી પ્રાથમિકતા સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઇન વર્કર્સ છે જેઓએ કોરોનાનો મુકાબલો સૌથી પહેલા કર્યો.
First published:

Tags: Bharat Biotech, Corona vaccine, Coronavirus, COVAXIN, Covid vaccine, Delhi aiims, Pandemic, નરેન્દ્ર મોદી, ભારત