PM મોદીએ કહ્યું - ભ્રષ્ટાચારનો વંશવાદ નવો પડકાર, આ સ્થિતિ ખતરનાક, તેના પર કરવો પડશે પ્રહાર

News18 Gujarati
Updated: October 27, 2020, 8:06 PM IST
PM મોદીએ કહ્યું - ભ્રષ્ટાચારનો વંશવાદ નવો પડકાર, આ સ્થિતિ ખતરનાક, તેના પર કરવો પડશે પ્રહાર
PM મોદીએ કહ્યું - ભ્રષ્ટાચારનો વંશવાદ નવો પડકાર, આ સ્થિતિ ખતરનાક, તેના પર કરવો પડશે પ્રહાર

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું - હવે DBTના માધ્યમથી ગરીબોને મળનાર લાભ 100 ટકા ગરીબો સુધી સીધા પહોંચી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)વીડિયો કોન્ફરન્સ દ્વારા મંગળવારે સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય સંમલેન (National Conference on Vigilance and Anti-Corruption)ના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર, આર્થિક અપરાધ, ડ્રગ્સ મની લોન્ડ્રિંગ, આતંકવાદ કે ટેટેર ફંડિંગ હોય, આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. જેથી આપણે પ્રણાલીગત તપાસ, પ્રભાવી ઓડિટ, ક્ષમતા નિર્માણ અને પ્રશિક્ષણના માધ્યમથી ભ્રષ્ટાચાર સામે સમગ્ર દ્રષ્ટિકોણ સાથે મળીને કામ કરવાની આવશ્યકતા છે. આ વર્ષે સંમેલનનો વિષય છે - સત્કાર ભારત, સમૃદ્ધ ભારત.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા ત્રણ દશકામાં આપણે જોયું કે જ્યારે ભ્રષ્ટાચાર કરનારી એક પેઢીને સજા ના મળે તો બીજી પેઢી વધારે તાકાત સાથે ભ્રષ્ટાચાર કરે છે. તેને દેખાય છે કે જ્યારે ઘરમાં જ કરોડો રૂપિયા બ્લેકમની કમાનારને કશું થયું નથી તો તેનો આત્મવિશ્વાસ વધી જાય છે. આ કારણે ઘણા રાજ્યોમાં તો આ રાજનીતિક પરંપરાનો ભાગ બની ગયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પેઢી દર પેઢી ચાલતો ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારનો વંશવાદ છે, દેશને ઉધઈની જેમ ખોખલો કરી નાખે છે.

આ પણ વાંચો - આ નરેશ કનોડિયા નહીં તેમનો ડુપ્લિકેટ છે! આવી રીતે દિગ્ગજ કલાકારને કર્યા યાદ

પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે DBTના માધ્યમથી ગરીબોને મળનાર લાભ 100 ટકા ગરીબો સુધી સીધા પહોંચી રહ્યા છે. એકલા DBTના કારણે 1 લાખ 70 હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જવાથી બચી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ગર્વ સાથે કહી શકાય કે ગોટાળાવાળા તે સમયને દેશ પાછળ છોડી ચૂક્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે નાગરિકોનો સરકાર પર વિશ્વાસ વધ્યો છે. નાગરિકોના જીવનને આસાન બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચારને દેશના વિકાસમાં મોટી બાધા બતાવવા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સમૃદ્ધ ભારત સામે અને આત્મનિર્ભર ભારત સામે મોટી રુકાવટ છે. ભ્રષ્ટાચારને સમાપ્ત કરતા રહો, આવું કરીને આપણે સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત બનાવી શકીશું.
Published by: Ashish Goyal
First published: October 27, 2020, 8:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading