Home /News /national-international /

PM મોદીએ રાહુલ ગાંધી, વિરાટ કોહલી, રણવીર સિંઘને આ સંદેશ સાથે કર્યું ટ્વિટ

PM મોદીએ રાહુલ ગાંધી, વિરાટ કોહલી, રણવીર સિંઘને આ સંદેશ સાથે કર્યું ટ્વિટ

ફાઇલ તસવીર

પીએમ મોદીએ ફિલ્મ, રમતજગત, રાજકારણ, પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને બુધવારે એક સંદેશ સાથે ટ્વિટ કર્યું હતું.

    નવી દિલ્હી :  વડાપ્રધાન મોદીએ આજે સવારે  રાહુલ ગાંધી સહિતના વિપક્ષના નેતાઓ,  રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, પત્રકારો, ફિલ્મ સ્ટાર્સ, મમતા બેનરજી, વિરાટ કોહલી, રણવીર સિંઘ, વિકી કૌશલને ટ્વિટ કરીને ટેગ કર્યા હતા.  મોદીએ ટ્વિટ કરીને તમામ લોકોને અપીલ કરી હતી કે આગામી એપ્રિલ-મે દરમિયાન યોજાનાર લોકસભાની ચૂંટણી માટે વધારેમાં વધારે લોકો વોટિંગ કરે તે માટે લોકોમાં જાગૃતિ ફેલાવે.

    મોદીએ વોટિંગ માટે જાગૃતિ કેળવવાની પ્રથમ અપીલ તેમના વિરોધી, રાહુલ ગાંધી, મમતા બેનરજી, શરદ પવાર, મયાવતી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને એમ.કે. સ્ટાલિનને ટેગ કર્યા હતા. મોદીએ આ તમામ નેતાઓને ટેગ કરતા લખ્યું હતું કે, "આગામી લોકસભાની ચૂંટણી માટે વધારેમાં વધારે લોકોને મતદાન કરવા માટે અપીલ કરો. લોકશાહીમાં વધારેમાં વધારે મતદાન થાય તે જરૂરી છે."

    રણવીર સિંઘ અને વિકી કૌશલને ટેગ કરતા મોદીએ ટ્વિટ કર્યું કે, "ઘણા યુવાઓ તમને પસંદ કરે છે. આ સમય તેમને એવું કહેવાનો છે કે અપના ટાઇમ આ ગયા હૈ. આ જ સમય છે જ્યારે તમારી આસપાસ વોટિંગ સેન્ટર્સ પર વોટિંગ કરીને હાઇ જોશ બતાવવાનો." ઉલ્લેખનીય છે કે આ બંને ટેગલાઇન ક્રમશ: ગલી બોય અને ઉરી ફિલ્મની છે. આ ફિલ્મમાં રણવીર સિંઘ અને વિકી કૌશલે અભિયન કર્યો છે.

    નીતિશ કુમાર, રામ વિલાસ પાસવાન અને પવન ચંબલિંગને ટ્વિટ કરતા મોદીએ લખ્યું છે કે, "આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન આખા ભારતમાં ભારે વોટિંગ થાય તે માટે તમારી મદદની જરૂર છે. ચાલો એવી પરિસ્થિતિનું નિર્માણ કરીએ જેનાથી વધારેમાં વધારે મતદાન થાય."

    લતા મંગેશકર અને એ.આર. રહેમાનને ટેગ કરતા મોદીએ લખ્યું છે કે, "લોકોનો અવાજ સંભળાય તે માટે વોટિંગ જરૂરી છે."



    પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને ફોગાટ બહેનોને ટેગ કરીને પણ મોદીએ એક ટ્વિટ કર્યું હતું.

    પૂર્વ ક્રિકેટરો અનિલ કુંબલે, વીવીએસ લક્ષમણ, વિરેન્દ્ર સહેવાગને ટેગ કરતા મોદીએ લખ્યું કે, "આવો, લોકોને પ્રેરણા આપવાનો બીજો મોકો આવી ગયો છે. આ વખતે રેકોર્ડ બ્રેક વોટિંગ થાય તેવા પ્રયાસો કરીએ."

    ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે તાજેતરમાં લોકસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર કરી છે. આ વખતે ચૂંટણી સાત રાઉન્ડમાં પૂરી કરવામાં આવશે. એપ્રિલ 11થી શરૂ થતી ચૂંટણી 19મી મે સુધી ચાલશે. પરિણામ 23મી મેના રોજ જાહેર કરવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Election 2019, Lok sabha election 2019, Tweet, નરેન્દ્ર મોદી, પીએમ, રાહુલ ગાંધી, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन