Home /News /national-international /કિંગ બન્યા પછી ચાર્લ્સ III સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી પ્રથમ વખત વાત, જાણો શું થઈ ચર્ચા
કિંગ બન્યા પછી ચાર્લ્સ III સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી પ્રથમ વખત વાત, જાણો શું થઈ ચર્ચા
પીએમ નરેન્દ્ર મોદી અને કિંગ ચાર્લ્સે કોમનવેલ્થ દેશોના કામને મજબૂત કરવા ચર્ચા કરી હતી. (તસવીર-ન્યૂઝ18)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિટનના કિંગ ચાર્લ્સ III સાથે ટેલિફોન પર વાતચીત કરી છે. યુકેના કિંગનું પદ સંભાળ્યા પછી ચાર્લ્સ IIIની સાથે વડાપ્રધાનની આ પ્રથમ વાતચીત હતી. ફોન કોલ દરમિયાન, પરસ્પર ઘણા હિતના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જળવાળુ કાર્યવાહી, જૈવ વિવિધતાનું સંરક્ષણ જેવા મુદ્દા પર ચર્ચા થઈ છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિટનના કિંગ ચાર્લ્સ III સાથે ટેલિફોન પર વાતચીત કરી છે. યુકેના કિંગનું પદ સંભાળ્યા પછી ચાર્લ્સ IIIની સાથે વડાપ્રધાનની આ પ્રથમ વાતચીત હતી. ફોન કોલ દરમિયાન, પરસ્પર ઘણા હિતના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જળવાળુ કાર્યવાહી, જૈવ વિવિધતાનું સંરક્ષણ જેવા મુદ્દા પર ચર્ચા થઈ છે. વડાપ્રધાને આ મુદ્દાઓ પર કિંગ ચાર્લ્સની સ્થાયી રુચિ અને વકાલત માટે તેમની પ્રશંસા કરી.
વડાપ્રધાને કિંગ ચાર્લ્સના ડિજિટલ સાર્વજનિક વસ્તુઓના પ્રચાર-પ્રસાર સહિત જી20ની અધ્યક્ષતા માટે ભારતની પ્રાથમિકતાઓ વિશે માહિતી આપી. તેમણે મિશન લાઈફ-સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટની પ્રાસંગિકતા વિશે પણ જણાવ્યું, જેના દ્વારા ભારત પર્યાવરણની દ્રષ્ટિથી સ્થાયી જીવન શૈલીને પ્રોત્સાહન આપવા માંગે છે.
કોમનવેલ્થ નેશન્સ અને તેના કામકાજને વધુ મજબૂત કરવા પર થઈ ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કિંગ ચાર્લ્સે કોમનવેલ્થ રાષ્ટ્રો અને તેની કામગીરીને વધુ મજબૂત બનાવવાની રીતો પર વિચારોની આપલે કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે 'જીવંત પુલ' તરીકે કામ કરવા અને દ્વિપક્ષીય સંબંધોને સમૃદ્ધ બનાવવામાં યુકેમાં ભારતીય સમુદાયની ભૂમિકાની પણ પ્રશંસા કરી. ટેલિફોનિક ચર્ચા પછી, પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, મહામહિમ રાજા ચાર્લ્સ III સાથે પર્યાવરણીય સંરક્ષણ, આબોહવા સ્થિતિસ્થાપકતા અને કોમનવેલ્થ સહિતના પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને આનંદ થયો. ભારતના G20 પ્રમુખપદની પ્રાથમિકતાઓ અને મિશન LiFE ની સંભવિતતા વિશે પણ ચર્ચા કરી.