જેટલીના પુત્રએ PM મોદીને કહ્યુ- તમે દેશ માટે બહાર ગયા છો, પ્રવાસ રદ ન કરો

News18 Gujarati
Updated: August 24, 2019, 2:23 PM IST
જેટલીના પુત્રએ PM મોદીને કહ્યુ- તમે દેશ માટે બહાર ગયા છો, પ્રવાસ રદ ન કરો
અરુણ જેટલી, પીએમ મોદી (ફાઇલ તસવીર)

બીજેપીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું શનિવારે દિલ્હીની એઇમ્સ ખાતે લાંબી બીમારી બાદ નિધન થયું છે.

  • Share this:
પૂર્વ મંત્રી અને બીજેપી (BJP)ના વરિષ્ઠ નેતા અરુણ જેટલી (Arun Jaitley)નું શનિવારે બપોરે દિલ્હીની AIIMS (All India Institutes of Medical Sciences) ખાતે લાંબી બીમારી બાદ નિધન થયું છે. બપોરે 12 વાગીને 07 મિનિટ પર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અરુણ જેટલીના નિધનના સમાચાર મળ્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસથી ફોન પર તેમના પરિવાર સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી હતી. સામા પક્ષે અરુણ જેટલીના પરિવારના લોકોએ પીએમ મોદીને તેમનો વિદેશ પ્રવાસ રદ ન કરવાની અપીલ કરી છે.

ભાવુક થઈને પુત્રએ કરી અપીલ

વડાપ્રધાન મોદીએ વરિષ્ઠ નેતા અરુણ જેટલીના નિધન બાદ તેમના પુત્ર અને પત્ની સાથે ફોન પર વાતચીત કરીને શોક વ્યક્ત કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાતચીત દરમિયાન અરુણ જેટલીના પુત્ર રોહને વડાપ્રદાન મોદીને કહ્યુ કે તમે દેશ માટે બહાર ગયા છો, એટલે શક્ય હોય તો તમારો પ્રવાસ રદ ન કરો. રોહને કહ્યુ કે દેશ સૌથી પહેલા છે, એટલે તમે તમારો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ જ સ્વદેશ પરત ફરજો.

આ પણ વાંચો : અરુણ જેટલીએ અંતિમ સમયમાં આ લોકોને યાદ કર્યા

મોદીનું ટ્વિટ

વડાપ્રધાન મોદીએ અરુણ જેટલીની વિદાય પર લખ્યું કે, "અરુણ જેટલી એક રાજનીતિક દિગ્ગજ હતા. તેઓ બોદ્ધિક અને કાયદાકીય રીતે ઘણા મજબૂત હતા. તેઓ એક પ્રખર નેતા હતા જેમણે દેશને ઘણું યોગદાન આપ્યું છે. તેમનું નિધન ખૂબ જ દુઃખદ છે. તેમના પત્ની સંગીતાજી અને પુત્ર રોહન સાથે વાતચીત કરીને મેં મારી સંવેદના વ્યક્ત કરી છે. ઓમ શાંતિ."આ પણ વાંચો :  અરુણ જેટલીની વિદાય પર ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ- પરિવારના સભ્યને ગુમાવી દીધા

લાંબી બીમારી બાદ નિધન

અરુણ જેટલીને થોડી દિવસ પહેલા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ બાદ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસથી તેમની તબીયત સારી ન હતી. જેટલી ખૂબ લાંબા સમયથી બીમારી સામે લડી રહ્યા હતા. આ જ કારણે તેમણે 2019માં જીત પછી વડાપ્રધાન મોદીને પત્ર લખીને તેમને મંત્રીમંડળમાં સામેલ ન કરવાનો આગ્રહ કર્યો હતો.
First published: August 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading