PM Modi UNGA : પીએમ મોદીએ UNમાં કરી ફેરફારની માંગણી, સ્થાયી સીટનો દાવો કર્યો

News18 Gujarati
Updated: September 26, 2020, 7:39 PM IST
PM Modi UNGA :  પીએમ મોદીએ UNમાં કરી ફેરફારની માંગણી, સ્થાયી સીટનો દાવો કર્યો
વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશ તરીકે આજે હું વૈશ્વિક સમુદાયને એક આશ્વાસન આપવા માંગું છું કે ભારતની Vaccine પ્રોકક્શન અને Vaccine ડિલિવરી ક્ષમતા આખી માનવજાતિને આ સંકટમાંથી બહાર કાઢવા માટે કામ આવશે : પીએમ મોદી

વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશ તરીકે આજે હું વૈશ્વિક સમુદાયને એક આશ્વાસન આપવા માંગું છું કે ભારતની Vaccine પ્રોકક્શન અને Vaccine ડિલિવરી ક્ષમતા આખી માનવજાતિને આ સંકટમાંથી બહાર કાઢવા માટે કામ આવશે : પીએમ મોદી

  • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની 75મી સામાન્ય સભામાં સંબોધન કર્યું હતું. કોરોના વાયરસ (Coronavirus)મહામારીને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન ઑનલાઇન કરવામાં આવ્યું છે.

પીએમ મોદીનું સંબોધન

- મહિલા ઉદ્યમિતા અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં મોટા પ્રમાણમાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ભારતીય મહિલા આજે દુનિયાની સૌથી મોટી સ્કીમ માઇક્રો ફાઇનેંસિંગની લાભાર્થી છે. ભારત તે દેશોમાંથી એક છે જ્યાં મહિલાઓને 26 સપ્તાહની માતૃત્વ રજા આપવામાં આવે છે : પીએમ મોદી

- કોરોના મહામારી પછી યુગની બદલી પરિસ્થિતિઓને જોતા અમે આત્મનિર્ભર ભારતની દ્રષ્ટીથી આગળ વધી રહ્યા છીએ. એક આત્મનિર્ભર ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ લાભ પહોંચાડશે : પીએમ મોદી

- વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશ તરીકે આજે હું વૈશ્વિક સમુદાયને એક આશ્વાસન આપવા માંગું છું કે ભારતની Vaccine પ્રોકક્શન અને Vaccine ડિલિવરી ક્ષમતા આખી માનવજાતિને આ સંકટમાંથી બહાર કાઢવા માટે કામ આવશે : પીએમ મોદી

- ભારતે હંમેશા આખી માનવજાતિ માટે વિચાર કર્યો છે. ભારતની નીતિ હંમેશા આ દર્શનથી પ્રેરિત રહી છે. મહામારીના આ મુશ્કેલ સમયમાં પણ ભારતની pharmaceutical industry એ 150થી વધારે દેશોમાં જરૂરી દવાઓ મોકલાવી છે : પીએમ મોદી- વિશ્વના સૌથી મોટો લોકતંત્ર હોવાની પ્રતિષ્ઠા અને તેના અનુભવને અમે વિશ્વના હિતમાં ઉપયોગ કરીશું. અમારો માર્ગ જનકલ્યાણથી જગકલ્યાણનો છે. ભારતનો અવાજ હંમેશા શાંતિ, સુરક્ષા અને સમુદ્ધિ માટે ઉઠશે : પીએમ મોદી

- ભારત જ્યારે કોઈ દેશ સામે દોસ્તીનો હાથ આગળ કરે છે તો તે કોઈ ત્રીજા દેશ સામે નથી હોતો. ભારત જ્યારે વિકાસની ભાગીદારી મજબૂત કરે છે તો તેની પાછળ કોઈ સાથી દેશને મજબૂર કરવાનો વિચાર હોતો નથી. અમે પોતાની વિકાસ યાત્રાથી મળેલા અનુભવ શેર કરવામાં પાછળ રહેતા નથી.

- પીએમ મોદીએ કહ્યું કે આગામી વર્ષે જાન્યુઆરીથી ભારત સુરક્ષા પરિષદના ગૈર સ્થાયી સદસ્યના રુપમાં પોતાની જવાબદારી નિભાવશે. ભારત હંમેશા શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિના સમર્થનમાં બોલશે.

- ભારતના લોકો UNના રિફોર્મ્સને લઈને જે પ્રોસેસ ચાલી રહી છે તેને સમાપ્ત થવાનો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ભારતના લોકો ચિંતિત છે શું આ Process ક્યારેય logical end સુધી પહોંચી શકશે. ક્યાં સુધી ભારતે સંયુક્ત રાષ્ટ્રના decision making structures અલગ રાખવામાં આવશે.

- આતંકી હુમલા પર પીએમ મોદીએ કહ્યું હતું કે આ યુદ્ધો અને હુમલામાં જે માર્યા ગયા તે અમારી અને તમારી જેમ માણસ જ હતા. લાખો માસુમ બાળકો જેમણે દુનિયા પર છવાઇ જવાનું હતું તે દુનિયા છોડી ચાલ્યા હતા. તે સમયે અને આજે પણ સંયુક્ત રાષ્ટ્રના પ્રયત્નો પર્યાપ્ત હતા?

- છેલ્લા 8-9 મહિનામાં આખું વિશ્વ કોરોના વૈશ્વિક મહામારીથી સંઘર્ષ કરી રહ્યું છે. આ વૈશ્વિક મહામારીથી નિપટવાના પ્રયત્નોમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? એક પ્રભાવશાળી Response ક્યાં છે? : પીએમ મોદી
Published by: Ashish Goyal
First published: September 26, 2020, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading