નવી દિલ્હીઃ પાકિસ્તાન (Pakistan)ની સાથે 1999માં થયેલા યુદ્ધ બાદ ભારતને કારગિલ (Kargil)માં મળેલી જીતની આજે એટલે કે 26 જુલાઈએ 21મી વર્ષગાંઠ છે. આ યુદ્ધમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે કારગિલ વિજય દિવસ (Kargil Vijay Diwas)ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પોતાના મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમમાં શહીદોને નમન કર્યું. તેમની વીરતાને સલામ કરી. પીએમ મોદીએ આ દરમિયાન પાકિસ્તાન પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, કારગિલ યુદ્ધના સમયે પાકિસ્તાન દ્વારા પીઠમાં ખંજર ભોંકવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ત્યાબાદ ભારતના વીર સેનાએ જે પરાક્રમ દર્શાવ્યું, ભારતે પોતાની જે તાકાત દર્શાવી, તેને સમગ્ર દુનિયાએ જોઈ. આપણા જવાનોને તેમની ખરાબ નિયતને નિષ્ફળ કરી દીધી.
PM મોદીએ કહ્યું કે, કહેવામાં આવે છે કે, ‘બયરૂ અકારણ સબ કાહૂ સોં, જો કર હિત અનહીત તાહૂ સોં’, અર્થાત દુષ્ટનો સ્વભાવ હોય છે દરેકની સાથે કારણ વગર દુશ્મની કરવી, આવા સ્વભાવના લોકોનું જે હિત કરે છે તેમનું પણ નુકસાન જ ઈચ્છે છે. તેઓએ કહ્યું કે, હું આજે તમામ દેશવાસીઓ તરફથી આપણા વીર જવાનોની સાથોસાથ તે વીર માતાઓને પણ નમન કરું છું જેઓએ મા ભારતના સાચા સપૂતોને જન્મ આપ્યા.
આ પણ વાંચો, #CourageInKargil: કારગિલ વિજય દિવસે વીરોને નમન, વાયુસેનાએ આપી ખાસ સલામી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું દેશના યુવાઓને આગ્રહ કરું છું કે આજે દિવસભર કારગિલ વિજય સાથે જોડાયેલા આપણા જવાનોની કહાણીઓ અને વીકર માતાઓના ત્યાગ વિશે એક-બીજાને જણાવે અને વિચાર શૅર કરે. તેઓએ કહ્યું કે, યુદ્ધની પરિસ્થિતિમાં આપણે જે વાત કહીએ કે કરીએ છીએ તેની સરહદ પર તૈનાત સૈનિક અને તેના પરિવારના મનોબળ પર ખૂબ ઊંડી અસર પડે છે તેથી આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે કરી કે કહી રહ્યા છીએ તેનાથી સૈનિકોનું મનોબળ વધે.
આ પણ વાંચો, મન કી બાતમાં PM મોદીએ કહ્યું, દેશમાં કોરોનાનો ખતરો ટળ્યો નથી, વધુ સતર્કતાની જરૂર
આ ઉપરાંત, પીએમ મોદીએ કહ્યું કે, કારગિલ યુદ્ધના જે પરિસ્થિતિમાં થયું તે ભારત ક્યારેય ભૂલી નહીં શકે. પાકિસ્તાને ભારતની ભૂમિ પર કબજો જમાવવા અને પોતાને ત્યાં ચાલી રહેલા આંતરિક કલહથી ધ્યાન ભટકાવવા માટે આવું દુસાહસ કર્યું હતું.
Published by:Mrunal Bhojak
First published:July 26, 2020, 13:54 pm