પીએમ મોદીએ કહ્યું - કોણ છે બીજેપીના સાઇલેન્ટ વોટર, વાંચો પીએમના ભાષણની ખાસ વાતો

પીએમ મોદીએ કહ્યું - કોણ છે બીજેપીના સાઇલેન્ટ વોટર, વાંચો ભાષણની ખાસ વાતો

બિહાર વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીમાં મળેલી જીત પર પ્રધાનમંત્રી મોદીએ જનતાનો આભાર માન્યો

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારી વચ્ચે બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020) અને વિભિન્ન રાજ્યોમાં થયેલી પેટા ચૂંટણીમાં બીજેપીએ શાનદાર જીત મેળવી છે. બિહાર ચૂંટણી અને પેટાચૂંટણીમાં જીતની ઉજવણી માટે બુધવારે દિલ્હીમાં બીજેપી મુખ્યાલય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત (PM Modi Speech) કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ (Narendra Modi)સાઇલેન્ટ વોટર્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. આવો તમને જણાવીએ પ્રધાનમંત્રી મોદીના સંબોધનની ખાસ વાતો...

  - બિહાર વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીમાં મળેલી જીત પર પ્રધાનમંત્રી મોદીએ જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે હું આજે ધન્યવાદ અર્પિત કરું છું દેશના કોટિ કોટિ નાગરિકોને. ધન્યવાદ એટલા માટે કારણ કે તેમણે ચૂંટણીમાં ભાજપાને આટલી મોટી સફળતા અપાવી છે. ધન્યવાદ એટલા માટે કારણ કે લોકતંત્રના આ મહાન પર્વને આપણા બધાએ મળીને ઉત્સાહથી મનાવ્યો છે.

  - પીએમે કહ્યું કે આ ચૂંટણી પરિણામોમાં ભાજપાને, NDAને અપાર જનસમર્થન મળ્યું છે. આ માટે લાખો કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને જીતના અભિનંદન આપું એટલા ઓછા છે. ભાજપા પૂર્વમાં જીતી, મણિપુરમાં કમળનો ઝંડો લહેરાવી દીધો. ભારતીય જનતા પાર્ટી પશ્ચિમમાં જીતી, ગુજરાતમાં જીતી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશમાં વિજય પ્રાપ્ત થયો અને દક્ષિણમાં કર્ણાટક-તેલંગાણામાં સફળતા મળી છે.

  આ પણ વાંચો - Bihar Election Result : PM મોદીએ કહ્યું - નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં વિકાસના કામ કરીશું

  - પીએમે કહ્યું કે 21મી સદીના ભારતના નાગરિક સતત પોતાનો સંદેશો સ્પષ્ટ કરી રહ્યા છે. હવે સેવાની તક તેને જ મળશે જે દેશના વિકાસના લક્ષ્ય સાથે ઇમાનદારીથી કામ કરશે. દરેક રાજનીતિક દળો પાસે લોકોની એ જ અપેક્ષા છે કે દેશ માટે કામ કરો. દેશના કામથી મતલબ રાખો.

  - PM મોદીએ કહ્યું - બિહાર પાસે સાઇલેન્ટ વોટરનો એક એવો વર્ગ છે જે તેમને સતત વોટ આપી રહ્યો છે. સાઇલેન્ટ વોટર છે દેશની મહિલા શક્તિ. હું બિહારમાં પોતાના ભાઇઓ અને બહેનોની કહીશ તમે ફરી એક વખત સિદ્ધ કર્યું છે કે બિહારને કેમ લોકતંત્રની જમીન કહેવામાં આવે છે. બિહારવાસી પારખી અને જાગરુક પણ છે. આપણે બધા ભાજપા કાર્યકર્તા, નીતિશ જી ના નેતૃત્વમાં NDAના કાર્યકર્તા, દરેક બિહારવાસી સાથે છે. આ સંકલ્પને સિદ્ધ કરવામાં કોઈ કસર બાકી રાખીશું નહીં.

  - પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બીજેપી કાર્યકર્તાઓને મોતના ઘાટે ઉતારનારને જનતા જવાબ આપશે. મોતનો ખેલ ખેલવાથી લોકતંત્ર ક્યારેય જીવિત રહેશે નહીં.
  Published by:Ashish Goyal
  First published: