UNGAમાં પીએમ મોદીએ નામ લીધા વગર ચીન પર કર્યો પ્રહાર, પાકિસ્તાનને આતંક પર સંભળાવી ખરી ખોટી

પીએમ મોદીએ UNGAમાં નામ લીધા વગર ચીન પર કર્યો પ્રહાર કર્યો

PM Modi speech in un general assembly: પીએમ મોદીએ કહ્યું- એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ના થાય અને ફરી ત્યાં આતંકવાદી ઘટના ના થાય

  • Share this:
    ન્યૂયોર્ક : પીએમ નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત (PM Modi speech in un general assembly)કરતા પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર ઘણા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ (PM Narendra Modi UNGA)પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે જે દેશ આતંકવાદને રાજનીતિક ટૂલના રૂપમાં ઉપયોગ કરી રહ્યા છે તેમણે એ સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ તેટલો જ મોટો ખતરો છે. આટલું જ નહીં પીએમે સમુદ્ર સુરક્ષા અને વિસ્તારવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે સમુદ્ર બધાની ભેગી વિરાસત છે અને તેને બચાવવાની જરૂર છે.

    પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં અધિવેશનને સંબોધિત કરતા કહ્યું કે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ના થાય અને ફરી ત્યાં આતંકવાદી ઘટના ના થાય. આપણે એ વાત માટે સતર્ક રહેવું પડશે કે ત્યાંની નાજુક પરિસ્થિતિનો કોઇ દેશ પોતાના સ્વાર્થ માટે ટૂલ તરફ ઉપયોગ ના કરે.

    આ પણ વાંચો - PM Narendra Modi UNGA : પીએમ મોદીએ કહ્યું- ભારતે પ્રથમ ડીએનએ આધારિત વેક્સીનનું નિર્માણ કર્યું

    પીએમ મોદીએ ઇશારોમાં પાકિસ્તાનને પણ ખરી ખોટી સંભળાવી હતી. પીએમે કહ્યું કે જે દેશ આતંકવાદનો રાજનીતિક ટૂલ તરીકે ઉપયોગ કરે છે કદાચ તે ભૂલી રહ્યા છે કે આતંકવાદ તેના માટે પણ મોટો ખતરો જ છે. આ સમયે અફઘાનિસ્તાનની જનતા, મહિલાઓ, બાળકો અને અલ્પસંખ્યકોની મદદની જરૂર છે અને તેમાં આપણે પોતાની ફરજ નિભાવવી પડશે.

    નામ લીધા વગર ચીન પર પ્રહાર

    પીએમ મોદીએ ચીન ઉપર પણ ઇશારો ઇશારોમાં જોરદાર પ્રહાર કર્યો હતો. સમુદ્ર દ્વારા વેપારનો ઉલ્લેખ કરતા પીએમે કહ્યું કે સમુદ્ર આપણી ભેગી વિરાસત છે. જેથી આપણે ધ્યાન રાખવું પડશે કે સમુદ્રના સંશોધનોનો પ્રયોગ કરે તેનો દુષ્પ્રયોગ ના કરે. સમુદ્ર આંતરરાષ્ટ્રીય વેપારની લાઇફલાઇન છે અને તેને વિસ્તારવાદની લડાઇથી બચવું પડશે. તેને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે આંતરરાષ્ટ્રીય સમુદાયે અવાજ ઉઠાવવો પડશે.

    કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી

    સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત દોઢ વર્ષથી આખું વિશ્વ 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. આવી ભયંકર મહામારીમાં જીવન ગુમાવનાર બધા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને પરિવાર સાથે પોતાની સંવેદના વ્યક્ત કરું છું.
    Published by:Ashish Goyal
    First published: