Home /News /national-international /રાજ્યસભમાં PM મોદીએ કહ્યુ- MSP હતો, MSP છે અને MSP રહેશે...ખતમ કરો આદોલન

રાજ્યસભમાં PM મોદીએ કહ્યુ- MSP હતો, MSP છે અને MSP રહેશે...ખતમ કરો આદોલન

PM મોદીએ કહ્યુ- કોરોના સામે ભારત જંગ જીત્યું, દુનિયાએ વખાણ કર્યા તો પણ વિપક્ષ મજાક ઉડાવે છે

PM મોદીએ કહ્યુ- કોરોના સામે ભારત જંગ જીત્યું, દુનિયાએ વખાણ કર્યા તો પણ વિપક્ષ મજાક ઉડાવે છે

નવી દિલ્હી. રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચા પર જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજ્યસભા (Rajya Sabha)માં જવાબ આપ્યા. કોરોના સંકટ કાળ (Corona Pandemic)ને લઈને વડાપ્રધાને વિપક્ષ પર નિશાન સાધ્યું, સાથોસાથ દુનિયામાં ભારત દ્વારા આપવામાં આવી રહેલી મદદનો પણ ઉલ્લેખ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, સંસદના ગૃહોમાં ખેડૂત આંદોલન (Farmers Protest)ને લઈ ચર્ચાઓ તો થઈ, પરંતુ તેના કારણ પર વિપક્ષ મૌન છે.

PM મોદીએ ખેડૂતોને ભરોસો અપાવ્યો કે MSP છે, હતો અને રહેશે. માર્કેટ યાર્ડોને મજબૂત કરવામાં આવી રહ્યા છે. જે 80 કરોડ લોકોને સસ્તામાં રેશન આપવામાં આવે છે તે પણ ચાલુ રહેશે. ખેડુતોની આવક વધારવા માટે બીજા ઉપાય ઉપર બળ આપવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે જો હવે વિલંબ કરી દઈશું તો ખેડૂતોને અંધકાર તરફ ધકેલી દઈશું.

આંદોલનજીવીની બચીને રહેવું પડશે

PM મોદીએ કહ્યું કે, કેટલાક બુદ્ધિજીવી હોય છે, પરંતુ કેટલાક લોકો આંદોલનજીવી થઈ ગયા છે, દેશમાં કંઈ પણ હોય તેઓ ત્યાં પહોંચી જાય છે. ક્યારેક પડદાની પાછળ અને ક્યારેક ફ્રન્ટ પર, આવા લોકોની ઓળખ કરીને તેમને બચવું જોઈએ. આ લોકો પોતે આંદોલન નથી ચલાવી શકતા પરંતુ કોઈનું આંદોલન ચાલી રહ્યું હોય તો ત્યાં પહોંચી જાય છે. આંદોલનજીવી જ પરજીવી છે, જે દરેક સ્થળે મળે છે.

વડાપ્રધાને કહ્યું કે, એક નવું FDI મેદાનમાં આવ્યું છે, જે Foreign destructive ideologyથી દેશને બચાવવાની જરુરિયાત છે. પીએમ મોદીએ કહ્યું કે, આત્મનિર્ભર ભાર કોઈ સરકાર નહીં પરંતુ દેશનું આંદોલન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શરદ પવાર સહિત અનેક કૉંગ્રેસના નેતાઓએ પણ કૃષિ સુધારોની વાત કહી છે. શરદ પવારે હજુ પણ સુધારોનો વિરોધ નથી કર્યો, અમને જે સારું લાગ્યું તે કર્યું, ભવિષ્યમાં સુધાર કરતા રહીશું. પીએમ મોદીએ કહ્યું કે, આજે વિપક્ષ યૂ-ટર્ન લઈ રહ્યો છે, કારણ કે રાજનીતિ હાવી છે. PM મોદીએ ગૃહમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિવેદન વાચ્યું કે, અમારો વિચાર છે કે મોટા માર્કેટને લાવવામાં જે અડચણો છે, અમારો પ્રયાસ છે કે ખેડૂતોની ઉપજ વેચવાની મંજૂરી હોય. પીએમ કહ્યું કે મનમોહન સિંહે કહ્યું તે મોદીએ કરવું પડવું છે, તમે ગર્વ કરો.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણે નક્કી કરવાનું રહેશે કે આપણે સમસ્યાનો હિસ્સો બનીશું કે સમાધાનનું માધ્યમ બનો. રાજનીતિ અને રાષ્ટ્રનીતિમાં આપણે કોઈ એકને પસંદ કરવાનું રહેશે. પીએમ મોદીએ કહ્યું કે ગૃહમાં ખેડૂત આંદોલનની ભરપૂર ચર્ચા થઈ, જે પણ કહેવામાં આવ્યું તે આંદોલનને લઈ જણાવવામાં આવ્યું પરંતુ મૂળ વાત પર ચર્ચા ન થઈ.

PM મોદીએ કહ્યું કે, સમગ્ર દુનિયા એક મોટા સંકટ સામે સંઘર્ષ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સારું થાત કે વિપક્ષ રાષ્ટ્રપતિનું ભાષણ સાંભળતો, પરંતુ તેમના ભાષણનો પ્રભાવ એટલો છે કે વિપક્ષ સાંભળ્યા વગર પણ આટલું બધું તેમના ભાષણ પર બોલી શક્યા છે.

‘કોરોના સામે ભારત જંગ જીત્યું, દુનિયાએ વખાણ કર્યા તો પણ વિપક્ષ મજાક ઉડાવે છે’

પીએમ મોદીએ કહ્યું કે, કોરોના સંકટ આવ્યો તો ભારત માટે દુનિયા ચિંતિત થઈ હતી. જો ભારત પોતાની જાતને સંભાળી ન લેત તો દુનિયા માટે સંકટ હશે. ભારતે પોતાના દેશના નાગરિકોની રક્ષા કરવા માટે એક અજ્ઞાત દુશ્મન સામે જંગ લડી. પરંતુ આજે દુનિયા આ વાત પર ગર્વ કરી રહ્યો છે કે ભારતે આ લડાઈ જીતી છે. આ લડાઈ કોઈ સરકાર કે વ્યક્તિની જીત નથી, પરંતુ હિન્દુસ્તાનને તેની ક્રેડિટ જાય છે. વડાપ્રધાને કહ્યું કે, કોરોના કાળ સામે ભારત જંગ જીત્યું. તેના કારણે સમગ્ર દુનિયા ભારતના વખાણ કરી રહી છે પરંતુ વિપક્ષ મજાક ઉડાવી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે દેશને ત્રીજા વિશ્વનો હિસ્સો માનવામાં આવે છે, તે ભારતે એક વર્ષમાં બે વેક્સીન બનાવી અને દુનિયાને મદદ પહોંચાડી. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોનાની વિરુદ્ધ કોઈ દવા નહોતી, ત્યારે ભારતે 150 દેશોને દવા પહોંચાડી. હવે જ્યારે વેક્સીન આવી ગઈ છે, ત્યારે પણ દુનિયાને ભારત જ વેક્સીન આપી રહી છે. વડાપ્રધાને કહ્યું કે, દેશની અંદર પણ કેન્દ્ર અને રાજ્યની સરકારોએ મળીને કામ કર્યું છે.

વડાપ્રધાન મોદીએ રાજ્યસભમાં વાંચી કવિતા

વડાપ્રધાન નરેન્દર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશ હવે આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, એવામાં દરેકનું ધ્યાન દેશ માટે કંઈક કરવું જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે, સંકટના સમયમાં દુનિયાની નજર ભારત પર છે. વડાપ્રધાને આ દરમિયાન મૈથિલીશરણ ગુપ્તની કવિતા ‘અવસર તેરે લિએ ખડા હૈ, ફિર ભી તૂ ચૂપચાપ પડા હૈ’ પણ ગૃહમાં રજૂ કરી.

નોંધનીય છે કે, ખેડૂત આંદોલનને વિપક્ષી પાર્ટીઓનો ટેકો મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે ભારત સરકાર નવા કૃષિ કાયદાઓને પરત લે, તેઓ સંશોધન માટે તૈયાર નથી.

આ પણ જુઓ, તપોવનમાં ‘જળપ્રલય’ - આ આ 3 વીડિયો દર્શાવી રહ્યા છે કેટલી ભયાનક છે ગ્લેશિયર દુર્ઘટના

પીટીઆઇ-ભાષાના રિપોર્ટ મુજબ, સંસદના બજેટ સત્રના પહેલા ચરણ દરમિયાન રાજ્યસભાના શરૂઆતના 6 દિવસોમાં ખૂબ કામકાજ થયું અને કાર્યવાહીનો 82.10 ટકા સમય ચર્ચાઓ અને કામકાજમાં ઉપયોગ કરવામાં આવ્યો. ઓફિશિયલ નિવેદન મુજબ, કાર્યવાહી દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ઉચ્ચ ગૃહમાં 15 કલાક ચર્ચા થઈ. વડાપ્રધાન મોદી આ ચર્ચા પર સોમવારે પ્રશ્નકાળમાં જવાબ આપશે.

આ પણ વાંચો, 70 હજારનું રોકાણ કરી શરૂ કરો કેબનો બિઝનેસ, દર મહિને થઈ શકે છે 50 હજાર રૂપિયાની કમાણી

હોબાળાના કારણે બરબાદ થયો આટલો સમય

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લી ત્રણ બેઠકમાં ગૃહમાં પ્રસ્તાવ પર ચર્ચા મુખ્ય કાર્ય રહ્યું જેમાં 25 પાર્ટીઓના 50 સભ્યોએ ભાગ લીધો. તેમાં કહેવામાં આવ્યું છે કે કાર્યવાહી માટે કુલ 20 કલાક 30 મિનિટ નો સમય નક્કી થયો હતો જેમાંથી 4 કલાક 14 મિનિટનો સમય 3 ફેબ્રુઆરીએ હોબાળાના કારણે બરબાદ થયો. જોકે, શુક્રવારે ગૃહના સભ્ય નિયત સમયથી 33 મિનિટ વધુ સમય સુધી કાર્યવાહીમાં સામેલ થયા.
First published:

Tags: Budget 2021, Budget Session 2021, Farmers Protest, Parliament, Ram Nath Kovind, Union Budget 2021, નરેન્દ્ર મોદી, રાજ્યસભા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો