અમે મજબૂત સરકાર ઇચ્છીએ છીએ, પણ એ લોકો મજબૂર સરકાર ઇચ્છે છે: મોદી

News18 Gujarati
Updated: January 12, 2019, 3:08 PM IST
અમે મજબૂત સરકાર ઇચ્છીએ છીએ, પણ એ લોકો મજબૂર સરકાર ઇચ્છે છે: મોદી
નરેન્દ્ર મોદીએ પોતાના સંબધોનમાં સવર્ણો અનામત અંગે કર્યું હતું કે, 10 ટકા અનામત નવા ભારતનો આત્મવિશ્વાસ વધારશે

નરેન્દ્ર મોદીએ પોતાના સંબધોનમાં સવર્ણો અનામત અંગે કર્યું હતું કે, 10 ટકા અનામત નવા ભારતનો આત્મવિશ્વાસ વધારશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થયા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાષણ આપ્યું હતું. મોદીએ સંબોધનમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું સૂત્ર પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, અગાઉની સરકાર કૌભાંડોની સરકાર હતી, અમારી પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ કાયદા દ્વારા આયોધ્યા મામલે અડચણ ઊભી કરે છે. કોંગ્રેસ પોતાના વકીલોના માધ્યમથી કાયદાકીય પ્રક્રિયામાં અડચણ ઊભી કરવા પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ ઇચ્છતી નથી કે અયોધ્યા વિષ્યનો અંત આવો.

સંબોધનમાં મોદીએ ગઠબંધન પર પ્રહાર કરતાં કહ્યું કે, અમે મજબૂત સરકાર ઇચ્છીએ છીએ, પણ એ લોકો મજબૂર સરકાર ઇચ્છે છે. એક વ્યક્તિ વિરુદ્ધ બધા એક થઇ રહ્યાં છે. હું ગુજરાતનો CM હતો ત્યારે મને પરેશાન કર્યો હતો. અમિત શાહને જેલ મોકલ્યા હતા. આજે તેઓને CBI સ્વીકાર્ય નથી. આવા લોકોના હાથમાં રાજ અપાય?ૉ

આ પણ વાંચો, Exclusive: મોદી સરકાર હજુ સુધી પૂરા નથી કરી શકી પોતાના 250 વાયદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં સવર્ણો અનામત અંગે કહ્યું કે, 10 ટકા અનામત નવા ભારતનો આત્મવિશ્વાસ વધારશે. સામાન્ય વર્ગના ગરીબોની અનદેખી ન થઇ શકે.

અધિવેશનમાં અમિત શાહે દેશભરમાં ફરી ભાજપની જીતનો દાવો કરતાં કહ્યું કે, યુપીમાં અમે 50% લડાઇ માટે તૈયાર છીએ. આ વખતે 73થી વધીને 74 સીટો જીતીશું. શાહે દેશમાં 350થી વધુ સીટો જીતવાનો દાવો કરતાં ભાજપનો લક્ષ્યાંક નક્કી કર્યો.શાહે પોતાના સંબોધનમાં મોદી સરકારની ઉપલબ્ધિઓની વાત કરી. ઉપરાંત રામ મંદિરના નિર્માણમાં કોંગ્રેસ અડચણ ઊભી કરતી હોવાનો આરોપ પણ મૂક્યો હતો.

અધિવેશનમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, અગાઉની સરકાર ભ્રષ્ટાચાર માટે ઓળખાતી હતી. પરંતુ મોદી સરકારે સાડા ચાર વર્ષમાં દેશમાં ઘણું બધું બદલી નાંખ્યું છે.
First published: January 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading