નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PN Narendra Modi) આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (Aligarh Muslim University)ના શતાબ્દી સમારોહમાં હિસ્સો લીધો. લગભગ પાંચ દશક બાદ AMUના કોઈ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન પોતાનું સંબોધન આપ્યું. પોતાના સંબોધનમાં વડપ્રધાને જણાવ્યું કે, AMUની દીવાલોમાં દેશનો ઈતિહાસ છે. અહીંથી અભ્યાસ કરનારા સ્ટુડન્ટ્સ દુનિયામાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. PM નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, AMU કેમ્પસમાં એક 'ભારત-શ્રેષ્ઠ ભારત'ની ધારણા મજબૂત થવી જોઈએ.
PM મોદીની સાથે આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને યુનિવર્સિટીના કુલાધિપતિ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન પણ સામેલ થયા. આ અવસરને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન એક વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, કોરોના સંકટ દરમિયાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ જે રીતે સમાજની મદદ કરી તે અભૂતપૂર્વ છે.
Country is on the path where no citizen would be left behind because of their religion & everyone would get equal opportunities so that everyone can fulfil their dreams. Sabka Sath, Sabka Vikas, Sabka Vishwas is the mantra behind it: PM Narendra Modi at AMU centenary celebrations https://t.co/hGLXQwCyAP
- PM મોદીએ કહ્યું કે, મને ઘણા લોકો કહે છે કે AMU કેમ્પસ એક શહેર જેવું છે. અનેક વિભાગ, ડઝનબંધ હોસ્ટેલો, હજારો શિક્ષણ-વિદ્યાર્થીઓની વચ્ચે એક મિની ઈન્ડિયા જોવા મળે છે. - વડાપ્રધાને કહ્યું કે, આજે AMUથી તાલીમ લેનારા લોકો ભારતના સર્વશ્રેષ્ઠ સ્થાનોની સાથોસાથ દુનિયાના અનેક દેશોમાં છવાયેલા છે. AMUના ભણેલા લોકો દુનિયામાં ક્યાંય પણ હોય, ભારતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. - PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, AMUએ કોરોનાના આ સંકટ સમયમાં જે રીતનું કામ કર્યું છે તે વખાણવા યોગ્ય છે. સમાજને મદદ કરવામાં AMUએ અગ્રેસર રહીને કામ કર્યું છે. - પહેલા મુસ્લિમ દીકરીઓને સ્કૂલ ડ્રોપઆઉટ રેટ 70 ટકાથી વધુ હતો તે હવે ઘટીને લગભગ 30 ટકા રહી ગયો છે. પહેલા લાખો મુસ્લિમ દીકરોઓ શૌચાલય ન હોવાના કારણે અભ્યાસ છોડી દેતી હતી, હવે સ્થિતિ સુધરી રહી છે. - PM મોદી - વડાપ્રધાને કહ્યું- દેશ આજે એ માર્ગ પર આગળ વધી રહ્યો છે જ્યાં ધર્મના કારણે કોઈ પાછળ ન રહી જાય, તમાને આગળ વધવાના સમાન તક મળે, તમામ પોતાના સપના પૂરા કરે. - PM મોદીએ કહ્યું કે, કોરોના સંકટ દરમિયાન AMUએ જે રીતે સમાજની મદદ કરી તે અભૂતપૂર્વ છે. લોકોના મફત ટેસ્ટ કરવા, આઇસોલેશન વોર્ડ બનાવવા, પ્લાઝ્મા બેંક બનાવવી અને PM Cares Fundમાં એક મોટી રકમનું યોગદાન આપવું સમાજ પ્રત્યે પોતાની જવાબદારી પૂરી કરવાની ગંભીરતાને દર્શાવે છે.
સર સૈયદ અહમદ ખાને 1877માં મોહમ્મદડન એન્ગો ઓરિએન્ટલ (MAO) સ્કૂલની સ્થાપના કરી હતી. 1920માં તે જ સ્કૂલે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું રૂપ લીધું. તેનું કેમ્પસ ઉત્તર પ્રદેશના અલીગઢમાં 467.6 હેક્ટરમાં ફેલાયેલું છે. કેમ્પસની બહાર કેરળના મલ્લપુરમ, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ-જાંગીપુર અને બિહારના કિશનગંજમાં પણ તેના કેન્દ્ર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર