Home /News /national-international /

PM Modi Speech at UNESC: પીએમ મોદીએ કહ્યું - કોરોના મહામારીની લડાઈને અમે જનઆંદોલન બનાવ્યું

PM Modi Speech at UNESC: પીએમ મોદીએ કહ્યું - કોરોના મહામારીની લડાઈને અમે જનઆંદોલન બનાવ્યું

પીએમ મોદીએ કહ્યું - કોરોના મહામારીની લડાઈને અમે જનઆંદોલન બનાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદ (UNESC)ના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કર્યું

    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ડિજિટલ માધ્યમથી સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદ (UNESC)ના ઉચ્ચ સ્તરીય સત્રને સંબોધિત કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અસ્થાઇ સદસ્યતા મેળવ્યા પછી પીએમ મોદીનું આ પ્રથમ સંબોધન હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસ મહામારી સામે સંયુક્ત લડાઇમાં અમે 150થી વધારે દેશોમાં ચિકિત્સા અને અન્ય રીતે સહાયતા પહોંચાડી છે. અમે સહયોગનો હાથ આગળ કર્યો છે. કોરોના વાયરસ મહામારી સામે લડાઈને અમે જનઆંદોલન બનાવ્યું છે.

    પીએમ મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ આજની દુનિયામાં તેની ભૂમિકા અને મહત્તાના આકલનનો અવસર છે. મહામારીએ બધા દેશોના ધીરજની મુશ્કેલ પરીક્ષા લીધી છે. કોવિડ સામે લડાઇમાં અમારા જમીની સ્તરની સ્વાસ્થ્ય પ્રણાલી ભારતને દુનિયામાં આ સંક્રમણથી બહાર આવવા સૌથી શાનદાર દર સુનિશ્ચિતમાં મદદ કરી રહી છે.

    આ પણ વાંચો - 375 વોલેન્ટીયર્સ પર થશે કોરોના વેક્સીનનો હ્યુમન ટ્રાયલ, ભારત બાયોટેકે કહ્યું - અમને ગર્વ છે

    40 કરોડ લોકો સુધી ડાયરેક્ટ લાભ પહોંચાડ્યો - પીએમ

    પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. દેશમાં મહિલાઓને સશક્ત બનાવવામાં દરેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 6 વર્ષમાં ડાયરેક્ટ બિનિફિશિયર પ્રોગ્રામ અંતર્ગત 40 કરોડ બેંક ખાતામાં પૈસા નાખીને લોકોને સીધો લાભ પહોંચાડ્યો છે. અમે એજન્ડા 2030 પર ઝડપથી કામ કરી રહ્યા છીએ. શરૂઆતથી જ અમારો ઉદ્દેશ્ય રહ્યો છે કે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ. આ સાથે અમે વિકાસશીલ દેશોની પણ મદદ કરી રહ્યા છીએ.

    પીએમ મોદીએ કહ્યું કે સરકાર તરફથી ચલાવવામાં આવેલી ખાદ્યા સુરક્ષા યોજનાથી 830 મિલિયન નાગરિકોને લાભ મળ્યો છે. પીએમ આવાસ યોજના દ્વારા 2022 સુધી દેશના દરેક નાગરિક પાસે પોતાનું ઘર હશે. તે સમયે દેશ 75મી આઝાદીની વર્ષગાંઠ મનાવી રહ્યો હશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: PM Narendra Modi Speech, United nation, નરેન્દ્ર મોદી, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन