Home /News /national-international /Atal Tunnel Rohtang : ફક્ત છ વર્ષમાં અમે 26 વર્ષનું કામ પૂરું કર્યું છે, આ ટનલ તે વાતનો પુરાવો છે: PM મોદી

Atal Tunnel Rohtang : ફક્ત છ વર્ષમાં અમે 26 વર્ષનું કામ પૂરું કર્યું છે, આ ટનલ તે વાતનો પુરાવો છે: PM મોદી

નરેન્દ્ર મોદી

"દેશની રક્ષા કરતા આપણા માટે બીજું કંઈ મહત્વનું નથી. પરંતુ દેશએ તે સમયગાળો પણ જોયો છે જ્યારે દેશના સંરક્ષણ હિતો સાથે સમાધાન કરવામાં આવ્યું" : PM મોદી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની મનાતી 9.02 કિલોમીટર લાંબી અટલ ટનલ રોહતાંગનું લોકર્પણ કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કુલ્લુ વિસ્તારમાં મનાલી લેહ માર્ગેને જોડતી આ ટનલ ઉદ્ધાટન પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરે અને સેનાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

પીરપંજાલ પહાડીને તોડીને 3200 કરોડના ખર્ચે આ ટનલ બનાવવામાં આવી છે. જે દુનિયાની સૌથી ઊંચાઇ પર (10040 ફીટ) પર હાઇવે પર બનેલી લાંબી ટર્નલ છે. ટર્નલની શરૂઆતથી સેના આ માર્ગને ચીનથી જોડાયેલી લદાખ અને પાકિસ્તાનથી જોડાયેલી કારિગલ બોર્ડર સુધી ઝડપ અને સરળતાથી પહોંચવા માટે મહત્વપૂર્ણ માને છે. સાથે જ મનાલી અને લેહની વચ્ચે દૂરી આ ટર્નલથી 46 કિમી ટૂંકી થઇ ગઇ છે. માત્ર દોઢ કલાકમાં તમને મનાલીથી કેલાંગ પહોંચી શકો છો.


ત્યારે અટલ ટનલના આ ઉદ્ધાટન કાર્યક્રમમાં કહ્યું કે અમે ખાલી 6 વર્ષમાં અમે 26 વર્ષની કામ પુરું કર્યું છે. તેમણે કહ્યું કે દેશના વિકાસનો કનેક્ટીવિટીથી દેશનો સીધો સંબંધ છે. પૂર્વ સરકાર પર આરોપ મૂકતા તેમણે કહ્યું કે આ ટનલ વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની હોવા છતાં તેનું કામ મોડું અને ખૂબ જ ધીમી ગતિએ કરવામાં આવ્યું હતું. અને પ્રોજેક્ટને વર્ષો સુધી નજર અંદાજ કરવામાં આવ્યો હતો.


ઉલ્લેખનીય છે કે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વહેલી સવારે જ મનાલીથી સાસે હેલિપેડ પર લેન્ડ કર્યું હતું. અહીં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સીએમ જયરામ ઠાકુરે તેમનું સ્વાગત કર્યું. આ માટે વડાપ્રધાન દિલ્હીથી ચંદીગઢ પહોંચ્યા હતા. અને પછી અહીંથી 7:55 મનાલીથી સાસે હેલિપેટ પર ઉડાન ભરી હતી. મનાલીમાં તેમના હેલિકોપ્ટરે લેન્ડ કર્યા હતા. અને ત્યાંથી તે સડક માર્ગે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. પીએમ આ કાર્યક્રમ પતાવીને બપોરે 2 વાગે ચંદીગઢ જવા રવાના થશે.

પીએમ મોદીએ કહ્યું કે દેશમાં આધુનિક અસ્ત્ર શસ્ત્ર બને, મેક ઇન ઇન્ડિયા હનિયાર બન્યા આ માટે લાંબા રિફોર્મ્સ કરવામાં આવ્યા છે. લાંબી રાહ પછી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ આપણી સિસ્ટમનો ભાગ બન્યા છે. દેશની સેનાઓની આવશ્યકતા મુજબ પ્રોક્યોરમેંટ અને પ્રોડક્શન બંનનું સારું સમન્વય સ્થાપિત થયું છે. મોદીએ કહ્યું કે અમારી સરકારનો નિર્ણય તે વાતનો સાક્ષી છે કે અમે જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ. દેશ તે પણ સમયગાળો જોયો છે જ્યારે દેશના રક્ષા હિતા સાથે સમજૂતી કરવામાં આવી હોય. પણ અમારી સરકારે દેશની રક્ષા સાથે કોઇ સમજૂતી નથી કરી. તેમણે કહ્યું કે આ પહેલાની સરકાર ક્યારેક ફાઇલ ખોલતી હતી અને ક્યારેક ફાઇલ સાથે રમતી હતી. જૂની સરકારોમાં ફાઇટર પ્લેનની માંગ લાંબા સમય સુધી લટકાવીને રાખી છે. પણ અમારા માટે દેશની રક્ષાથી મોટું કંઇ નથી. વન રેન્ક વન પેશનથી લાખો પૂર્વ સાથીઓને લાભ મળ્યો છે.
" isDesktop="true" id="1031516" >

તેમણે કહ્યું કે 2002માં અટલજીએ આ ટનલનો શિલાન્યાસ કર્યો હતો. પણ આ ટનલનું કામ 2014 સુધી દોઢ કિલોમીટર જેટલું પણ આગળ નહતું વધ્યું. અમે 20 વર્ષનું કામ 6 વર્ષમાં પૂરું કર્યું છે. આ ટનલ લદાખ માટે લાઇફલાઇન સમાન છે. જે મારા પહાડી ભાઇ બહેનો કામ આવશે. આનાથી મનાલી અને કેલૉન્ગ વચ્ચે 3-4 કલાકનું અંતર ઓછું થઇ જશે.
First published:

Tags: Atal tunnel, Manali, ભારત