દિવાળી પર લોંગેવાલાથી PM મોદીએ ચીન અને પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ

PM નરેન્દ્ર મોદી

સતત સાતમાં વર્ષે મોદી ઉજવી રહ્યા છે જવાનો સાથે દિવાળી ત્યારે આ પ્રસંગે તેમણે આ રીતે સેનાના જવાનો આત્મવિશ્વાસ વધાર્યો.

 • Share this:
  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે સૈનિકો સાથે પોતાની દિવાળીની ઉજવણી કરે છે. આજ અંતર્ગત આ વખતે દિવાળી પર (Diwali 2020) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi In Jaisalmer) જેસલમેરમાં લૌંગેવાલામાં સેનાના જવાનો સાથે દિવાળીના આ પાવન અવસરની ઉજવણી કરવા પહોંચ્યા છે.વડાપ્રધાન મોદી વહેલી સવારે જેસલમેર પહોંચ્યા હતા.અને આ પ્રસંગે તેમની સાથે ચીફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, થલ સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે પણ હાજર રહ્યા હતા.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જવાનોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને આ પ્રસંગે લૌંગેવાલા પોસ્ટ પર બનેલા 1971 યુદ્ધ પછી બનેલા વૉર મેમોરિયલની પણ મુલાકાત લેશે. પીએમ મોદીએ જવાનોને સંબોધતા કહ્યું કે આજે હું તમારા માટે દરેક ભારતવાસીની શુભકામના લઇને આવ્યો છું. આજે હું તમારા માટે પ્રેમ લઇને આવ્યા છું. આશીષ લઇને આવ્યો છું. હું આજે તે વીર માતા-બહેનો અને બાળકોને પણ દિવાળીની શુભકામના આપું છું અને તેમના ત્યાગને પણ નમન કરું છે. જેના લીધે તમે આજે અહીં સરહદ પર છો.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેસલમેરમાં થલ સેનાના જવાનોને સંબોધતા કહ્યું કે તમે ભલે બર્ફિલા પર્વત પર હોવ કે રણમાં મારી દિવાળી તમારી વચ્ચે આવીને જ પૂરી થાય છે. તમારા ચહેરા પર રોનક જોઇને, ખુશી જોઇને મને ડબલ ખુશી થાય છે. પીએમ મોદીએ કહ્યું હું તમારા આજ શૌર્યને નમન કરું છું. આજે ભારતના 130 કરોડ દેશવાસીઓ તમારી સાથે મજબૂતીથી ઊભા છે. આજે દરેક ભારતવાસીને તેની સૈનિક તાકાત અને તમારા શૌર્ય પર ગર્વ છે. તમારી અજયતા પર ગર્વ છે. મોદીએ આ ઉપરાંત કહ્યું કે હિમલાયની ઊંચી ટોચ હોય કે રણ કે પછી જંગલ કે સમુદ્ર દરેક પડકાર સામે તમારી વીરતા ભારે પડી છે. દુનિયાની કોઇ પણ તાકાત આપણા વીર જવાનોને દેશની સીમાની સુરક્ષા કરતા રોકી નથી શકતા. PM મોદીએ કહ્યું કે દુનિયાના ઇતિહાસ સાક્ષી છે કે તે જ રાષ્ટ્ર સુરક્ષિત રહી શકે છે જેમાં આગળ વધતા માટે અંદર આક્રમણકારોનો સામનો કરવાની ક્ષમતા હોય.  મોદીએ કહ્યું કે ભલે international cooperation કેટલું પણ આગળ ગયું હોય, સમીકરણો કેટલાય બદલાઇ કેમ ન ગયા હોય પણ અમે કદી નથી ભૂલતા કે સતર્કતા જ સુરક્ષાની રાહ છે. સજાગતા જ સુખ ચેન છે. સામર્થ્ય જ વિજયનો વિશ્વાસ છે અને સક્ષમતા જ શાંતિનો પુરસ્કાર છે. પીએમએ કહ્યું કે આજે દુનિયા જાણી ગઇ છે કે આ દેશ પોતાના હિતો સાથે કોઇ પણ રીતની સમજૂતી નહીં કરે. ભારતને આ પાવર તમારા પરાક્રમે આપી છે. તમે દેશને સુરક્ષિત રાખ્યો છે માટે ભારત આજે વૈશ્વિક મંચ પર ઉચ્ચ લેવલે પોતાની વાત મજબૂતીથી રાખી શકે છે. પીએમ મોદી આ પ્રસંગે કહ્યું કે હમણાં જ આપણી સેનાએ નિર્ણય લીધો છે કે તે 100 વધુ હથિયારો અને સામન વિદેશથી નહીં મંગાવે. હું સેનાના આ નિર્ણય માટે તેમને શુભકામના આપું છું. સેનાના આ નિર્ણય દેશવાસીઓને લોકલ માટે વોકલ થવાની પ્રેરણા આપે છે.

  તેમણે કહ્યું કે ભારતની રણનીતિ સ્પષ્ટ છે. જો તમે અમને ચકાસવાનો પ્રયાસ કરશો તો તમને જવાબ પણ એટલો જ પ્રચંડ મળશે. પીએમ કહ્યું કે સીમા પર રહીને તમે જે ત્યાગ, તપસ્યા કરી રહ્યા છો દેશમાં આનાથી એક વિશ્વાસ પેદા થાય છે. આ પ્રસંગે પીએમ જવાનાથી ત્રણ વાતોનો આગ્રહ રાખવાની વાત કરી. પહેલું કંઇ નવું Innovate કરવાની આદતને પોતાના જીવનનો ભાગ બનાવો, બીજું- યોગને પોતાના જીવનનો ભાગ બનાવો. ત્રીજું માતૃભાષા સિવાય ઓછામાં ઓછી એક ભાષા શીખવાનો પ્રયાસ કરો. આ વાત તમારામાં નવી ઊર્જાનો સંચાર કરશે.
  Published by:Chaitali Shukla
  First published: