વિજયાદશમી પર PM : "ચલો સંકલ્પ લઇએ કે દેશની સંપત્તિને નુક્શાન નહીં થવા દઇએ"

News18 Gujarati
Updated: October 8, 2019, 7:04 PM IST
વિજયાદશમી પર PM :
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વિજયાદશમી પર દિલ્હીમાં રાવણ દહન કાર્યક્રમમાં પહોંચ્યા PM નરેન્દ્ર મોદી

  • Share this:
દિલ્હીના રામલીલા મેદાન (Ramlila Maidan) મેદાનના બદલે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારકા સેક્ટર 10 (Dwaraka Sector 10) માં વિજયાદશમીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે દિલ્હીના ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પણ હાજર રહ્યા હતા. રામલીલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાફો પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં રામલીલા કાર્યક્રમને પણ માણ્યો હતો.

અહીં રામલીલા મેદાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધી હતી. આ પ્રસંગે વડાપ્રધાને વાયુ સેના દિવસને યાદ કરી કહ્યું કે આજે વિજય પર્વ છે. આ દિવસે આપણે વાયુ સેના અને તેના જવાનોની વીરતાને યાદ કરવી જોઇએ. અને આપણે આપણી અંદર રહેલી અસુરી શક્તિઓનો નાશ કરવો જોઇએ. વધુમાં મહાત્મા ગાંધીની 150 જયંતીને યાદ કરતા પીએસ મોદીએ સંકલ્પ લેવાનું કહ્યું. પીએમ મોદીએ હાજર લોકોને કેટલાક સંકલ્પ લેવાનું કહ્યું તેમણે કહ્યું કે સંકલ્પ કરો કે હું પાણી બચાવીશ, અનાજનો બગાડ નહીં કરું, વિજળની બચત કરીશ, દેશની સંપત્તિને નુક્શાન નહીં થવા દઉં. સાથે જ મોદીએ સિંગલ પ્લાસ્ટિક ના વપરાશને બંધ કરવા પણ અનુરોધ કર્યો. અને ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પણ અપીલ કરી. તેમણે કહ્યું કે ભારતમાં 365 દિવસ કોઇને કોઇ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આજે સમાજની અંદર રહેલી બુરાઇને દૂર કરવી જોઇએ. ભારતીય સમાજ હંમેશા પરિવર્તનને સ્વીકારે છે. ત્યારે લક્ષ્મી પૂજન પર દેશની સફળ મહિલાઓનું સન્માન થવું જોઇએ.

દ્વારકા સેક્ટર 10માં જે રાવણ દહન કાર્યક્રમમાં થવાનો છે તેમાં 107 ફૂટના રાવણનું દહન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીર ચલાવીને રાવણનું દહન કર્યું હતું.  આ રાવણ દહનના કાર્યક્રમમાં દર વર્ષે લગભગ 70 હજાર લોકો આવે છે. અને આ વર્ષે આ ગ્રાઉન્ડમાં 1 લાખ લોકો હાજરી આપશે તેવું અનુમાન છે. આ વર્ષે પણ સમગ્ર ગ્રાઉન્ડમાં એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે. અને સુરક્ષા માટે એન્ટ્રી પર મેટલ ડિટેક્ટર પણ લગાવવામાં આવ્યા છે. વળી ગ્રાઉન્ડની બહાર પણ મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે જેથી નાના મોટા તમામ આ કાર્યક્રમને સારી રીતે માણી શકે.

 
First published: October 8, 2019
વધુ વાંચો
अगली ख़बर