નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન (Joe Biden) સાથે ફોન પર વાત કરી છે. બંને નેતાઓની વચ્ચે દ્વીપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત થઈ. વડાપ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ બાઇડન સાથે વાત કરીને મેં તેમને અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ બનવા માટે શુભેચ્છાઓ પાઠવી. અમે બંને નેતાઓએ ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી અને અમારી પ્રાથમિકતાઓ વિશે વાત કરી. જળવાયુ પરિવર્તન (Climate Change)ના મુદ્દા પર ભાગીદારી વધારવા માટે અમે સહમત થયા.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ બાઇડન અને હું નિયમો હેઠળ ચાલનારી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લઈ પ્રતિબદ્ધ છીએ. બંને દેશ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને શાંતિ તથા સુરક્ષા ઉપરાંત વ્યૂહાત્મક ભાગીદારી વધારવાને લઈ આશાન્વિત છીએ.
PM Modi speaks to US President Joe Biden
"We discussed regional issues & our shared priorities. We are committed to a rules-based international order. Look forward to consolidating our strategic partnership to further peace & security in Indo-Pacific region & beyond," says PM pic.twitter.com/FcnlIH0Umr
નોંધનીય છે કે, બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા છે. બાઇડને સત્તામાં આવ્યા બાદ ચીનની વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. તેઓએ સાઉથ ચાઇના સીમાં અમેરિકાના જંગી જહાજ મોકલ્યા છે. આ ઉપરાંત અમેરિકાએ ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ પર નજર રાખવાની પણ વાત કહી હતી.
જો બાઇડને કહ્યું- ચીનના પડકારનો અમેરિકા સીધો સામનો કરશે
થોડા દિવસ પહેલા જ જો બાઇડને ચીનને સૌથી વધુ આક્રમક પ્રતિદ્વંદી કરાર કરતાં કહ્યું હતું કે તેમનું પ્રશાસન બીજિંગ દ્વારા રજૂ થનારા પડકારોનો સામનો સીધી રીતે કરશે. પરંતુ જ્યારે અમેરિકાના હિતોની વાત આવે છે તો તેઓ તેમની સાથે કામ કરવામાં સંકોચ નહીં રાખે. બાઇડને ચીનને પોતાની વિદેશ નીતિ માટે સૌથી મોટું પડકાર ગણ્યું છે. બાઇડને એ વાત પર ભાર મૂક્યો કે વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધાનો જવાબ આપવા માટે સહયોગી દેશોની જરૂર છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર